બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Sushmita Sen's Cardiologist Dr Rajiv Bhagwat finally speaks

કામ લાગશે માહિતી / શું તમને છે હાર્ટ એટેકનું રિસ્ક? સુષ્મિતા સેનને બચાવનાર ડોક્ટરે કહ્યું, કેમ મંડરાઈ રહ્યો છે લોકો પર મોતનો ખતરો

Hiralal

Last Updated: 06:10 PM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈના જાણીતા કાર્ડિયોલોજીસ્ટ અને સુષ્મિતા સેનની એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોક્ટર રાજીવ ભાગવતે એ વસ્તુ પર ફોડ પાડ્યો છે કે લોકો પર હાર્ટએટેકનો ખતરો મંડરાઈ રહ્યો છે.

  • એક્ટ્રેસ સુષ્મિતાને તાજેતરમાં આવ્યો હતો હાર્ટએટેક
  • સુષ્મિતાની સારવાર કરનાર ડોક્ટર રાજીવ ભાગવતે કર્યો ખુલાસો 
  • ઘણા મુદ્દે વાત કરીને લોકોને આપી સાવધ રહેવાની સલાહ 

સુસ્મિતા સેન હાર્ટ એટેક સર્વાઇવર છે. મોટા હાર્ટ એટેક બાદ તે ખૂબ જ ઝડપથી રિકવર કરી રહી છે. સુષ્મિતાએ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી કરાવી હતી. હવે તેમની સારવાર કરી રહેલા કાર્ડિયોલોજિસ્ટ ડો.રાજીવ ભાગવતે પોતાની બીમારી વિશે વાત કરી હતી. તેમણે કેટલીક એવી બાબતો પર પણ પ્રકાશ પાડ્યો છે જે કોઈના ધ્યાનમાં નથી આવી માટે અહીં જણાવેલી માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

ફિઝિકલી એક્ટિવ રહેવાથી હાર્ટને ઓછું નુકશાન 
સુષ્મિતાના ડોક્ટર રાજીવ ભાગવતે કહ્યું કે સક્રિય શારીરિક જીવન વ્યક્તિને ઘણી મદદ કરી શકે છે. આનાથી વ્યક્તિ ચિંતા અને તણાવને વધુ સારી રીતે સહન કરી શકે છે અને આવી ઘટનાઓમાં જીત પણ મેળવી શકે છે. સુષ્મિતા સેન ફિઝિકલી એટલી એક્ટિવ હતી, જેના કારણે તેને ઓછું નુકસાન થયું હતું. સુસ્મિતાના એપિસોડથી એક મોટો મેસેજ સામે આવ્યો છે જે ફિઝિકલી એક્ટિવ રહે છે તેને હાર્ટએટેકથી ઓછું નુકશાન થાય છે. 

રોજ કસરત ન કરવી 
ડોક્ટર ભાગવતે લોકોને ડેઈલી કસરત ન કરવાની પણ તાકીદ કરી છે. શરીરને સ્વસ્થ થવા માટે સમય આપવો જોઈએ. હું એટલી કસરત ન કરવાની તરફેણમાં છું કે હું ફિઝિકલ ટ્રેનર બની જાઉં. જ્યારે તમે આરામ અને ઊંઘ્યા વગર સતત કસરત કરો છો, ત્યારે એક મોટું જોખમ રહેલું છે.

નિયમિત જોગિંગ પણ ન કરો 
અન્ય એક મેસેજ અમે આપવા માંગીએ છીએ કે વ્યક્તિએ  રાતે 2 વાગ્યે ન સૂવું જોઈએ અને સવારે 6 વાગ્યે જિમ જવું જોઈએ અથવા સ્પીડમાં જોગિંગ ન કરવું જોઈએ. ઘણા યુવાનો તે કરી રહ્યા છે. એટલા માટે તમે જુઓ છો કે તેઓ જીમમાં ગયા અને ત્યાં જીવ ગુમાવ્યો, જોગિંગ કરવા ગયા અને પોતાનો જીવ ગુમાવ્યો. જિમમાં જતા પહેલા 7થી 8 કલાક ઊંઘવું જરૂરી છે, પરંતુ 2થી 3 કલાક ઊંઘવું બિલકુલ ખોટું છે. જિમિંગ એ ફેશન નથી. તે એક તંદુરસ્ત પ્રવૃત્તિ હોવી જોઈએ. વધુ પડતું જિમિંગ નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે પણ હાર્ટ એટેક આવે ત્યારે તમારે એવી હોસ્પિટલમાં જવું જોઈએ જ્યાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી ઉપલબ્ધ હોય.

 પેટની ચરબીથી વધ્યો ખતરો 
ડોક્ટર ભાગવતે કહ્યું કે આખી દુનિયામાં પેટની ચરબીની બીમારી ફેલાઈ છે. ઈન્સ્યુલિન પેટના ભાગ પર ઘટ્ટ થાય છે. આ ચરબી ઇન્સ્યુલિનનો ભંડાર છે, બાકીના શરીરને ઇન્સ્યુલિન મળતું નથી. આ જોખમની શરૂઆત છે. ભારતમાં એવા ઘણા લોકો છે જેમને ખબર નથી હોતી કે તેમને ડાયાબિટીસ છે, તેમને ખબર નથી હોતી કે તેમનું કોલેસ્ટ્રોલ લેવલ વધારે છે.

પ્રોટીન પાવડર અને વિટામિન ડી
જે લોકો પ્રોટીન પાવડર અથવા સપ્લિમેન્ટ્સ લઈ રહ્યા છે તેઓએ પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. તેમનું ચેકઅપ નક્કી કરશે કે તેમને આવી વસ્તુઓ લેવાની જરૂર છે કે નહીં. હું એ પણ કહેવા માંગીશ કે જો તમારા માતા-પિતામાંથી કોઈ એકને ડાયાબિટીસ હોય તો તમને ડાયાબિટીસ થવાનું મોટું જોખમ રહેલું છે. ઊંઘ ન આવવી અને વિટામિન ડીની ઉણપ પણ બે મુખ્ય કારણો છે જેના કારણે ડાયાબિટીસના કેસ વધી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ