બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / Survey claims that paper straws are also harmful to health

ડરામણો દાવો / શું તમે ઠંડાપીણા, કોફી કે અન્ય કોઈ વસ્તુ પીવામાં કરો છે કાગળવાળી સ્ટ્રોનો ઉપયોગ, કેમિકલ શરીર માટે ખતરનાક, રિસર્ચમાં દાવો

Kishor

Last Updated: 06:10 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેકેટ ડ્રિંક્સમાં કાગળનો સ્ટ્રો આપવામાં આવે છે. પરંતુ હવે એક સર્વેમાં પેપરના સ્ટ્રોમાં પણ ખતરનાક કેમિકલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

  • પેકેટ ડ્રિંક્સમાં આપાતા કાગળના સ્ટ્રો પણ છે ખતરનાક 
  • કેમિકલની અસર શરીર પર પડતી હોવાનું ડરામણું તથ્ય 
  • બેલ્જિયમના સંશોધકો દ્વારા કરાયેલ સ્ટડીમાં દાવો 

માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક અને ખતરનાક ગણાતા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે સરકાર જહેમતશીલ છે. આ મામલે સરકાર દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. પરિણામે હવે આપણે કોઈપણ રેસ્ટોરન્ટમાં કે હોટલોમાં જઈએ ત્યારે પ્લાસ્ટિકની જગ્યાએ પેકેટ ડ્રિંક્સમાં કાગળનાં સ્ટ્રો આપવામાં આવે છે. પરંતુ આવી સ્થિતિ વચ્ચે એક સર્વે સામે આવ્યો છે. જેમાં પેપરના આ સ્ટ્રોને પણ ખતરનાક ગણવામાં આવ્યા છે. સ્ટ્રો બનાવતી વખતે વપરાતા કેમિકલની અસર શરીર પર પડતી હોવાનું ડરામણું તથ્ય બહાર આવ્યું છે. તો આવો જાણીએ રિપોર્ટના પરિણામ વિષે વિસ્તારથી!

જ્યૂસના પેકેટ સાથે આવતી સ્ટ્રો હવેથી નહીં મળે, 1 જૂલાઈથી બંધ થઈ જશે આ  વસ્તુઓ | beverage companies write to pmo to get relief in plastic straw ba

પરફ્લુરોઆલ્કિવ (pfas) પદાર્થ પણ મળ્યા

એક ખાનગી ન્યુઝના અહેવાલ મુજબ બેલ્જિયમના સંશોધકો દ્વારા એક સ્ટડી હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સામે આવ્યું છે કે પેપર સ્ટ્રો મારફતે પીવામાં આવતું પીણું નુકસાનકારક સાબિત થઈ શકે છે. અભ્યાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સ્ટ્રોમાં અમુક ઝેરી કેમિકલ હોવાથી તે જોખમી ઉપરાંત અન્ય જીવો અને પર્યાવરણ માટે પણ તે ખતરો ઉભો કરી શકે છે. સાથે સાથે અમુક સ્ટ્રોના સંશોધન દરમિયાન તેમાંથી પોલી અને પરફ્લુરોઆલ્કિવ (pfas) પદાર્થ પણ મળી આવ્યાનુ અભ્યાસમાં ફલિત થયું છે.

સ્ટીલના સ્ટ્રોમાં આ પ્રકારના કેમિકલ્સની ગેરહાજરી
પીએફએએસ એવો પદાર્થ છે જે લાંબા સમય સુધી જીવિત રહી શકે છે વધુમાં તે માણસના આરોગ્ય માટે ખૂબ જ ખતરનાક છે અને બજારમાં મળતા પેપર સ્ટ્રોની ૨૦ થી ૧૮ કંપનીઓમાં તે જોવા મળે છે. જોકે તે કોલડ્રિન્કમાં ધોવાઈ જાય છે કે કેમ ? તે હજુ જાણી શકાયું નથી. આ નુકસાનકારક કેમિકલ્સથી થાઈરોઈડ, કોલેસ્ટ્રોલ લીવરની સમસ્યા અને કિડનીનું કેન્સર સહિતની અનેક સમસ્યાઓ માથું ઊંચકી શકે છે. જોકે સ્ટીલના સ્ટ્રોમાં આ પ્રકારના કેમિકલ્સ મળ્યા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ