બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / VTV વિશેષ / Surendranagar seat, the BJP fielded a candidate from the Chunwaliya Koli caste

મહામંથન / ચૂંટણીની સિઝન આવે ત્યારે કોળી સમાજની પેટાજ્ઞાતિઓમાં મતભેદ કેમ? ફાંટાઓથી નુકસાન શું?

Dinesh

Last Updated: 10:00 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahamanthan: સુરેન્દ્રનગર બેઠક ઉપર ભાજપે ચુંવાળિયા કોળી જ્ઞાતિના ઉમેદવારને મેદાને ઉતાર્યા જેની સામે તળપદા કોળી માગ કરી રહ્યા છે કે તેમની જ્ઞાતિનો ઉમેદવાર ઉતારાય

સામાજિક સંપ બેધારી તલવાર જેવો છે, જેટલો ફાયદો કરાવે તેનાથી વધુ નુકસાન પણ કરાવે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાત માટે તમામ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો જાહેર થઈ ચુક્યા છે. આપણે જે મુદ્દાની વાત કરવાની છે તે સુરેન્દ્રનગર અને ભાવનગર બેઠકની છે. સરળ રીતે સમજીએ તો સુરેન્દ્રનગર બેઠક ઉપર ભાજપે ચુંવાળિયા કોળી જ્ઞાતિના ઉમેદવારને મેદાને ઉતાર્યા જેની સામે તળપદા કોળી માગ કરી રહ્યા છે કે તેમની જ્ઞાતિનો ઉમેદવાર ઉતારાય. સામે પક્ષે ભાવનગરમાં ભાજપે તળપદા કોળી ઉમેદવારને મેદાને ઉતાર્યા છે તો ચુંવાળિયા કોળી સમાજ પોતાના માટે ટિકિટ માગે છે. સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજની દલીલ છે કે તેઓ ઘણાં સમયથી પોતાના સમાજનો ઉમેદવાર માગી રહ્યા છે પરંતુ મોટેભાગે ચુંવાળિયા કોળી સમાજના ઉમેદવારને જ ટિકિટ મળે છે સામે પક્ષે ભાવનગરમાં તળપદા કોળી ઉમેદવારને જ તક મળે છે અને ચુંવાળિયા કોળી સમાજના ઉમેદવારને તક ન મળતી હોવાનો આરોપ છે. એક તો જ્ઞાતિ અને એમા તેની પેટા જ્ઞાતિમાં ફાંટા. આખરે આવું શા માટે થાય છે અને શા માટે થવું જોઈએ. અત્યારે એક કોળી સમાજ છે જેની બે પેટા જ્ઞાતિ પક્ષાપક્ષીના રાજકારણમાં એકમત નથી થઈ શકતી, કાલે બીજા સમાજ પણ આ જ રીતે પોતાની પેટા જ્ઞાતિઓ માટે અવાજ ઉઠાવશે. આવા કિસ્સામાં સર્વસહમતિથી એવા ઉમેદવાર માટે જ મંથન કેમ ન થાય કે જે સમાજની જરૂરિયાતને ન માત્ર સમજે પણ તેને અનુભવે. જો સમાજના ફાંટા પડશે તો આખરે નુકસાન તો સમાજનું જ છે, આટલી સરળ વાત ક્યારે સમજાશે.

તળપદા કોળી અને ચુંવાળિયા કોળી સમાજ સામસામે
ઉમેદવારોની પસંદગી બાદ સમાજમાં ફાંટા પડ્યા છે. તળપદા કોળી અને ચુંવાળિયા કોળી સમાજ સામસામે છે. ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ઉમેદવારોની પસંદગી બાદ મતભેદ થયા છે. પક્ષ-વિપક્ષના વિવાદમાં કોળી સમાજ એકમત શા માટે નથી થતો? તળપદા કોળી અને ચુંવાળિયા કોળી સમાજને વાંધો શું છે? સમાજને સમજી શકે એવા ઉમેદવાર માટે જીદ શા માટે નહીં? સમાજ વચ્ચે ફાંટા પડશે તો નુકસાન સમાજનું જ નહીં થાય?

સુરેન્દ્રનગરમાં મુદ્દો શું છે?
સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજનું સંમેલન યોજાયું હતું. સંમેલનમાં એવી માગ ઉઠી કે તળપદા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ મળે. ભાજપે સુરેન્દ્રનગર લોકસભાથી ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે. ચંદુભાઈ શિહોરા ચુંવાળિયા કોળી છે. બીજી તરફ ચંદુભાઈ શિહોરા વિરુદ્ધ આયાતી ઉમેદવાર તરીકે પણ પ્રચાર થઈ રહ્યો છે. ચંદુભાઈ શિહોરા હળવદના હોવાથી જિલ્લા બહારના ગણાવાઈ રહ્યા છે

ભાવનગરમાં મુદ્દો શું છે?
ભાવનગરમાં ચુંવાળિયા કોળી સમાજ એકઠો થયો હતો. ચુંવાળિયા કોળી સમાજની માગ હતી કે તેમના સમાજના ઉમેદવારને ટિકિટ મળે અને ભાજપે ભાવનગર લોકસભાથી નિમુબેન બામણિયાને મેદાને ઉતાર્યા છે. નિમુબેન બામણિયા તળપદા કોળી છે

સુરેન્દ્રનગરમાં તળપદા કોળી મતદાર
3 લાખ 82 હજાર

સુરેન્દ્રનગરમાં ચુંવાળિયા કોળી મતદાર
1 લાખ 98 હજાર

ભાવનગરમાં તળપદા કોળી મતદાર
2 લાખ 79 હજાર

ભાવનગરમાં ચુંવાળિયા કોળી મતદાર
1 લાખ 96 હજાર

વાંચવા જેવું:  અમદાવાદીઓ માટે ખુશખબર, હવે ટ્રાફિક સિગ્નલ પર વધારે ઊભું નહીં રહેવું પડે, જોરદાર સિસ્ટમ લાગશે 

રાજકોટ અને જૂનાગઢની સ્થિતિ શું?
રાજકોટમાં કુલ કોળી મતદાર 3 લાખ 50 હજાર છે. રાજકોટમાં 2 લાખ જેટલા ચુંવાળિયા કોળી છે. રાજકોટમાં 1.50 લાખ જેટલા તળપદા કોળી છે જ્યારે જૂનાગઢમાં ઘેડિયા કોળી મતદાર નોંધપાત્ર છે. જૂનાગઢમાં 2.70 લાખ જેટલા ઘેડિયા કોળી અને જૂનાગઢમાં 30 હજાર જેટલા ચુંવાળિયા અને તળપદા કોળી છે 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ