બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

VTV / ભારત / રાજસ્થાન થઇ જશે માલામાલ! આ જગ્યાએથી મળી આવ્યો સોનાનો અખૂટ ભંડાર? તપાસ શરૂ

શોકિંગ ન્યૂઝ! / રાજસ્થાન થઇ જશે માલામાલ! આ જગ્યાએથી મળી આવ્યો સોનાનો અખૂટ ભંડાર? તપાસ શરૂ

Last Updated: 02:50 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajasthan Latest News : આવકવેરા વિભાગના અધિકારીઓને JKJ જ્વેલર્સમાં ચાલી રહેલા ઓપરેશન દરમિયાન 45 કરોડ રૂપિયાની ગેરકાયદે જ્વેલરી રિકવર કરી, 100 કિલો સોનું પણ ઝડપાયું

Rajasthan News : રાજસ્થાનથી એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાજસ્થાનમાં ફરી એકવાર સોનાનો મોટો ખજાનો મળી આવ્યો છે. આ ખજાનો આવકવેરા વિભાગના અધિકારીઓને JKJ જ્વેલર્સમાં ચાલી રહેલા ઓપરેશન દરમિયાન મળી આવ્યો હતો. શનિવારે પાંચમા દિવસે પણ જ્વેલર્સના ઘરો પર દરોડા ચાલુ છે. આ કાર્યવાહીમાં સૌથી વધુ કાળું નાણું રાજસ્થાનમાં બહાર આવ્યું છે. આ કાર્યવાહીમાં આવકવેરા વિભાગના અધિકારીઓએ JKJ જ્વેલર્સના માલિકોના ઘરેથી અત્યાર સુધીમાં 45 કરોડ રૂપિયાની ગેરકાયદે જ્વેલરી રિકવર કરી છે.

રાજસ્થાનની આ કાર્યવાહીને લઈ આવકવેરા વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર દરોડામાં કાળા નાણાંનો આંકડો ચોંકાવનારો છે. હવે ITના દરોડામાં 600 કરોડથી વધુના કાળા નાણાના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. આ તરફ જ્વેલર્સ દ્વારા બોગસ બિલોથી કમાયેલા કાળા નાણાંનો આંકડો 450 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. JKJ જ્વેલર્સના માલિકોના ઘરેથી અત્યાર સુધીમાં 45 કરોડ રૂપિયાની ગેરકાયદે જ્વેલરી મળી આવી છે. કાર્યવાહીમાં સામેલ અધિકારીઓ પણ ઘરેણાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. જ્વેલર્સે કાળા કારોબાર પર નજર રાખવા માટે વિદેશમાં બે સર્વર હાયર કર્યા છે. તેમને તોડવા માટે નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે.

100 કિલો સોનું પણ ઝડપાયું

આ દરમિયાન જ્વેલર્સ ગ્રુપના શોરૂમમાંથી કાળા નાણાંથી ખરીદેલું 100 કિલો સોનું પણ ઝડપાયું હતું. આ સોનાની કિંમત 70 કરોડ રૂપિયાથી વધુ છે. આ સાથે જ હવાલા બિઝનેસમાંથી 25 કરોડ રૂપિયાથી વધુનું કાળું નાણું પણ જપ્ત કરવામાં આવ્યું છે. કાળા નાણાના કારોબારના દસ્તાવેજોની હજુ તપાસ ચાલી રહી છે. JKJ ગ્રુપ અને જોશી ગ્રુપના કરોડો રૂપિયાના હવાલા બિઝનેસની તપાસ કરવામાં આવી રહી છે. આવકવેરા અધિકારીઓ JKJ જ્વેલર્સ ગ્રુપના માલિકોની પૂછપરછ કરી રહ્યા છે.

વધુ વાંચો : HD રેવન્ના વિરૂદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી, ઘરે પહોંચી SITની ટીમ, 700 મહિલાઓ ચડી મેદાને

વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકશે ?

ઈન્કમટેક્સ અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્વેલર્સ ગ્રૂપ સાથે સંબંધિત ઘણી જગ્યાઓ પર હજુ પણ તપાસ ચાલી રહી છે. આ તરફ હવે તપાસ બાદ વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવી શકે છે. આવકવેરા વિભાગની આ કાર્યવાહીથી રાજ્યની સૌથી મોટી કરચોરીનો પર્દાફાશ થઈ શકે છે. આ પહેલીવાર નથી કે રાજસ્થાનમાં આટલી મોટી રકમના કાળા નાણાનો પર્દાફાશ થયો હોય. આ પહેલા પણ આવકવેરા વિભાગની કાર્યવાહીમાં મોટી માત્રામાં સોનું અને રોકડ જપ્ત કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ