બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / surendranagar devji fatehpara meeting with koli leaders

રાજનીતિ / વિધાનસભા ચૂંટણી પહેલા આ નારાજ નેતા થયા સક્રિય, કોળી સમાજ માટે કરી 22 ટિકિટની માંગ

Khyati

Last Updated: 02:35 PM, 7 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પક્ષથી નારાજ હોવાની ચર્ચાઓ વચ્ચે દેવજી ફતેપરા થયા સક્રિય, સુરેન્દ્રનગરમાં કોળી સમાજના આગેવાનો સાથે બેઠક

  • પૂર્વ સાંસદ દેવજી ફતેપરા ફરી સક્રીય
  • કોળી સમાજના આગેવાનો સાથે કરી બેઠક
  • વિધાનસભા ચૂંટણી પહેલા ફરી મેદાનમાં 

ગુજરાતની રાજનીતિ હવે નાત-જાત પર થવા લાગી છે. દરેક સમાજને પ્રભુત્વ જોઈએ છે.. અને આ પ્રભુત્વની ચાહમાં હવે એક જ સમાજના લોકો વચ્ચે પણ ફાંટા પડતા જોવા મળી રહ્યા છે.. આવું જ કાંઈક સૌથી મોટી વોટબેંક ધરાવતા કોળી સમાજમાં પણ જોવા મળી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરાએ કોળી સમાજના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી. કોળી સમાજના આગેવાનો સાથે ચૂંટણી મુદ્દે બેઠક કરી હતી. દેવજી ફતેપરા નારાજ હોવાની ચર્ચા વચ્ચે આ બેઠક યોજીને  તેઓ ફરીથી સક્રિય થયા છે.

'22 ટિકિટ આપવા માગ'

સુરેન્દ્ર નગરમાં અચાનક જ કોળી સમાજની બેઠક બોલાવતા રાજકારણ ગરમાયું.  બેઠકમાં કોળી સમાજને 22 ટિકિટ આપવાની માગ કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીમાં જીલ્લામાં કોળી સમાજના મતોનું વધુ પ્રભુત્વ હોય પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરાએ બેઠક યોજતા નવા જૂની થવાના એંધાણ છે. મહત્વનું છે કે કોળી સમાજને ટિકિટ મળે તેવી માંગ સાથે દેવજી ફતેપરા તમામ જિલ્લાઓમાં બેઠક યોજશે.

 

'કોળી સમાજનું પ્રભૂત્વ છે ત્યાં ટિકિટની માંગ' 

તો અગાઉ 4 એપ્રિલના રોજ રાજકોટમાં કોળી આગેવાનોની બેઠક મળી હતી. કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરાના વિવાદ વચ્ચે અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનોની બેઠક યોજાઇ હતી.  કુંવરજી બાવળિયા,ભાજપના કોર્પોરેટર બાબુ ઉધરેજીયા બેઠકમાં હાજર રહ્યા હતા.  રાજકોટ જિલ્લા-શહેર અખિલ કોળી સમાજના પ્રમુખની વરણી કરવામાં આવી હતી.  બેઠકમાં અલગ-અલગ સમાજના નેતૃત્વ પર ચર્ચા થઇ હતી.  આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને  જ્યાં કોળી સમાજ પ્રભુત્વ ધરાવે છે ત્યાં ટિકિટની માંગણી કરવાનો નિર્ણય લેવાયો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ