બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Surat the son of a policeman got caught in the cycle of usury

વિષચક્ર / સુરતમાં પોલીસના દીકરાએ અઢી લાખની સામે વ્યાજખોરને 22 લાખ આપ્યા: સ્પેશ્યલ ડ્રાઈવમાં થયો મોટો ખુલાસો

Dinesh

Last Updated: 04:21 PM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં પોલીસ કર્મચારીનો દિકરો કેનિલ ચૌહાણ વ્યાજના ચક્રમાં ફસાયાનો મામલો સામે આવ્યો છે, ક્રાઇમ બ્રાન્ચે આરોપી જનક ચુડાસમાની ધરપકડ કરી

  • સુરતમાં પોલીસ કર્મચારીનો દીકરો વ્યાજના ચક્રમાં ફસાયો
  • પોલીસ કર્મીના દીકરાએ 8 ટકાના વ્યાજે 2.50 લાખ લીધા હતા
  • સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી જનક ચુડાસમાની ધરપકડ કરી

સુરત શહેરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ખુદ પોલીસનો પરિવાર વ્યાજખોરના ચક્રમાં ફસાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરત પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલના દીકરાએ એક વ્યાજખોર પાસેથી અઢી લાખ રૂપિયા લીધા હતા અને અઢી લાખના બદલામાં 22 લાખ રૂપિયાની ચુકવણી કરી હતી છતાં વ્યાજખોર પોલીસ પુત્રને પરેશાન કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વ્યાજખોર જનક ચુડાસમાની ધરપકડ કરી છે. 

પોલીસ કર્મચારીનો દીકરો વ્યાજના ચક્રમાં ફસાયો
રાજ્યમાં વ્યાજખોર સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે જરૂરિયાત મંદ લોકોની મજબૂરીનો લાભ ઉઠાવીને આ વ્યાજખોરો પૈસા આપીને તગડું વ્યાજ વસૂલતા હોવાના અનેક કિસ્સાઓ રાજ્યમાં એક પછી એક સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં ખુદ પોલીસનો દીકરો વ્યાજખોરનો ભોગ બન્યો છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી છે. 

આરોપી જનક ચુડાસમા

8 ટકાના વ્યાજે 2.50 લાખ લીધા હતા
સુરતમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે નરેશ ચૌહાણ ફરજ બજાવે છે અને નરેશ ચૌહાણના દિકરા કેનિલ ચૌહાણે ડિસેમ્બર 2020માં તેના પરિચિત જનક ચુડાસમા નામના વ્યાજે પૈસા આપનાર વ્યક્તિ પાસેથી 2.50 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ કેનિલ આ વ્યાજખોરના ચક્રમાં ફસાતો ગયો. કેનિલ અને તેના પિતાએ વ્યાજખોરને 2.50 લાખના બદલામાં 22 લાખ રૂપિયાની ચુકવણી કરી હતી અને છતાં પણ વ્યાજખોર જનક ચુડાસમાની ડાયરીમાં 43 લાખ રૂપિયાનો હિસાબ બાકી હતો. 

ક્રાઇમ બ્રાન્ચ PI લલિત વાગડીયા

ક્રાઇમ બ્રાન્ચે આરોપી જનક ચુડાસમાની ધરપકડ કરી
વ્યાજખોર જનક ચુડાસમાનો ત્રાસ સતત વધતો હોવાના કારણે કેનિલે પોલીસનો સંપર્ક કર્યો હતો અને આ સમગ્ર મામલે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા વ્યાજખોર જનક ચુડાસમાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે, વ્યાજખોર જનક ચુડાસમાએ પોતાની કાર કેનિલને કંપનીમાં ભાડે મૂકવા માટે આપી હતી પરંતુ કાર કંપનીમાં ભાડે ન ગઈ હોવા છતાં પણ આ વ્યાજખોર કેનિલ પાસેથી દર મહિને 30 હજાર રૂપિયાના કારના ભાડાની પણ વસુલાત કરતો હતો. પોલીસને આરોપી પાસેથી અન્ય કેટલાક લોકોના નામના બેન્કના કોરા ચેક પણ મળી આવ્યા છે. આગામી દિવસોમાં સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવશે કે, તેને આ પ્રકારે કેટલા લોકોને રૂપિયા વ્યાજે આપ્યા છે. 

વ્યાજના ડોક્યુમેન્ટની તસવીર

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ