બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 08:14 PM, 12 February 2024
ADVERTISEMENT
સુરતના સલાબતપુરા વિસ્તારમાંથી કમકમાટી ભરી ઘટના સામે આવી છે. એક કારખાનામાં ઉપરથી કોમ્પ્રેશર મશીન નીચે પટકાતા નીચે ઉભેલા યુવકનું કમકમાટી ભર્યું મોત થયું છે. 40 વર્ષીય લાલન મિશ્રાનું મોત થતાં પોલીસે અકસ્માત મોતનું ગુનો નોઁધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના સલાબતપુરામાં કમ્પ્રેશર મશીન પટકાતા 1 યુવકનું મોત, કારખાના ઉપરથી કમ્પ્રેશર મશીન પટકાયું નીચે#Surat #vtvgujarati pic.twitter.com/cabTKRLZTO
— ~ अभिमन्यु ~ ( VTV NEWS ) (@soulofnovemberr) February 12, 2024
ADVERTISEMENT
કમ્પ્રેશર મશીન પટકાતા કમકમાટી ભર્યું મોત
સુરતના સલાબતપુરામાં કમ્પ્રેશર મશીન પટકાતા 1 યુવકનું મોત થયું છે. અત્રે જણાવીએ કે, આ અકસ્માતની ઘટના જય ઇન્ડ્રસ્ટ્રીયલ પ્લોટ નંબર 131માં ઘટી છે. 40 વર્ષના લાલન મિશ્રાનું ઘટના સ્થળે કરૂણ મોત થયું છે. જે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
વાંચવા જેવું: પંચમહાલના કોટડામાં 2 સંતાનો સાથે માતાએ કૂવામાં ઝંપલાવ્યું, ત્રણેયનાં મોત, ગામમાં અરેરાટી
મૃતક ઉત્તરપ્રદેશનો
લાલન મિશ્રા સામાન ટેમ્પોમાં ચડાવી રહ્યો હતો તે સમયે તેમના ઉપર કમ્પ્રેશર મશીન પડ્યું હતું. જો કે, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતક ઉત્તર પ્રદેશના ગોરખપુરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, તેમજ તે પાંચ વર્ષથી સુરતમાં મશીન ચલાવવાનું કામ કરતો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.