બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mother jumps into well with 2 children in Panchmahal cell, three die gruesome death
Last Updated: 04:33 PM, 12 February 2024
ADVERTISEMENT
રાજ્યમાં ફરીએકવાર આપઘાતની ઘટના સામે આવી છે. પંચમહાલના કોટડા ગામે મહિલાએ સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું છે. જે ઘટનામાં 2 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવનાર માતાનું મોત થયું છે. પાણીમાં ડૂબી જવાથી બન્ને સંતાનોના પણ કમકમાટી ભર્યા મોત થયા છે.
ADVERTISEMENT
2 સંતાનો સાથે મહિલાએ આપઘાત કર્યો
કોટડા ગામના નિશાળ ફળિયામાં રહેતી પરિણીતાએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, 2 સંતાનો સાથે મહિલાની ગઇકાલ સાંજથી શોધખોળ ચાલી રહી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
વાંચવા જેવું: માત્ર 24 કલાક! હવે ગુજરાત આવશે હિટવેવની ઝપેટમાં, જાણો કેટલી ડિગ્રીએ પહોંચશે તાપમાનનો પારો
પોલીસે તપાસ તેજ કરી
આપઘાતની ઘટનાના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે, હજુ સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જો કે, ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ગમગીન છવાઈ જવા પામી છે. બંન્ને બાળકો સાથે માતાએ કૂવામાં મોતની છલાંગ પાછળનું કારણ શોધાવા પોલીસે તપાસ તેજ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.