બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Surat public murder case: Minister of State for Home Affairs gives important statement to victim's family

જધન્ય હત્યા / સુરત સરાજાહેર થયેલી યુવતીનો હત્યા કેસ: ગૃહ રાજ્યમંત્રી પીડિત પરિવારને દ્વાર, આપ્યું મહત્વનું નિવેદન

Mehul

Last Updated: 10:40 PM, 13 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં શનિવારે થયેલી હત્યાનાં કેસમાં યુવતીના પરિવારજનોને હર્ષ સંઘવીએ સાંત્વના પાઠવી હતી. ગૃહ રાજ્યમંત્રીને  યુવતીના પરિવારે હત્યારાને કડક સજા આપવા કરી રજૂઆત કરી હતી

સુરતમાં યુવતીની જધન્ય હતા કેસમાં ગૃહ રાજ્યમંત્રી એકશનમાં 
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધી પરિજનોની મુલાકાત 
આરોપી સારવારમાં, લેવાશે આત્યંતિક પગલા -હર્ષ સંધવી 


સુરતમાં શનિવારે ઘટેલી પ્રેમિકાની ગળું રહેંસી દેવાની ઘટનામાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ યુવતીના પરિજનો સાથે મુલાકાત કરી હતી. મૃતક યુવતીના પરિવારજનોને હર્ષ સંઘવીએ સાંત્વના પાઠવી હતી. ગૃહ રાજ્યમંત્રીને  યુવતીના પરિવારે હત્યારાને કડક સજા આપવા કરી રજૂઆત કરી હતી. ગૃહ રાજ્યમંત્રીએ મૃતકના પરિવારને વહેલી તકે ન્યાયની આપી બાંહેધરી પણ આપી હતી. 

શનિવારની ઘટના શું હતી ?
 
સોશિયલ મીડિયા અને ટેલવિઝન પર આવતા કેટલાક ક્રાઈમના કાર્યક્રમો યુવાનોને ગુનાખોરી, નશા અને ગેરકાયદેસર પ્રવૃત્તીઓ તરફ વાળે છે.. તે આપણે સૌ કોઈએ જાણીએ છીએ..ત્યારે કેટલાક લોકો આ કાર્યક્રમોથી પ્રેરાઈની હિંસક સ્વરૂપ ધારણ કરતા હોય છે.. ત્યારે આવો જ કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. .સુરતની એક કોલેજમાં ભણતા યુવાને તેની જ કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને લોકો સામે ગળે છુરો ફેરવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. 

વાત સુરતની છે જયાં જાહેરમાં લોકોના ટોળાની વચ્ચે એકતરફી પ્રેમમાં માથાફરેલો યુવક એક યુવતીનું ગળુ કાપીને તેની હત્યા કરી નાંખે છે, અને લોકો નિંભર મૌન રાખીને હત્યાનો તમાશો જુએ છે.. સુરતની એક કોલેજમાં ભણતો યુવક એક યુવતીના પ્રેમ કરવા લાગ્યો પરંતુ યુવતીને પ્રેમ સ્વિકાર ન હોવાથી યુવક યુવતીને હેરાન કરવા લાગ્યો અને આ હેરાનગતી સતત એક વર્ષ સુધી ચાલતી રહી .કંટાળીને યુવતીએ આ ફરિયાદ તેના ઘરે કરતા તેના મોટા પપ્પાએ યુવકને ઠપકો આપ્યો હતો .ઉશ્કારેયલા યુવાન ફેનિલ છરો લઈને યુવતીના ઘરે આવી પહોંચ્યો યુવતીના મોટા પપ્પા અને ભાઈ પર હુમલો કર્યો અને યુવતીને પકડીને લોકો સામે  ગળા પર છુરો ફેરવીને મોતને ઘાટ ઉતારી દીધી 

સવાલ યુવકની હેવાનિય સાથે તમાશો જોઈ રહેલા નિર્દય લોકો સામે પણ છે. કેમ કોઈ વ્યક્તિ વચ્ચે પડીને યુવતીને ન બચાવી. કેમ કોઈએ આ ખૂની તમાશો શરૂ થયો ત્યારે પોલીસ ન બોલાવી કેમ કોઈએ પાછળથી આવીને યુવાનને ધક્કો મારીને છરો ન છીનવ્યો. યુવાન તો માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો..પણ ત્યાં હાજર મૌન લોકોની માનવતા તો મરી જ પરવારી હતી તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

હત્યાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા યુવતીની હત્યા કરીને યુવકે ઝેરી દવા ખાધી અને હાથની નસ કાપીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો..યુવક હાલ સારવાર હેઠળ છે.. સ્વસ્થ થતાની સાથે જ તેની ધરપકડ કરવામાં આવશે. ધારસભ્ય લઈને લોકોએ રાજ્ય ગૃહમંત્રીને પણ આ મામલે રજૂઆત કરી હતી. પરંતુ જે શહેરથી રાજ્યના ગૃહમંત્રી આવે છે. ત્યાં જ ગુનાખોરીનો ગ્રાફ શેર માર્કેટના સેન્સેક્સની માફક વધી રહ્યો છે.. ત્યારે ગુનાખોરીને નાથવા સુરત પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે

એક તરફી પ્રેમમાં પાગલ થઈને હત્યા જેવા ગુનાઓને અંજામ આપતા અનેક કિસ્સાઓ સામે આવતા હોઈએ છીએ..ત્યારે એક વાત તો સ્પષ્ટ રીતે સામે આવે છે કે આપણો સમાજ યુવાનોને સ્વસ્થ વાતાવરણ આપવામાં ઉણું ઉતર્યુ છે. જ્યારે સરકાર યુવાનોને સારું શિક્ષણ આપવામાં નબળી સાબિત થઈ છે..આવા  ફોબિયા, મેન્ટલ સ્ટ્રેસ , ફસ્ટ્રેશન અન ઉકળાટના કારણે લોકો હિંસક પ્રવૃત્તીઓ તરફ વળે છે...જે સમાજ માટે ખૂબ જ  ખતરનાખ કહી શકાય .સાથે જે રીતે લોકોની માનવતા મરી ગઈ છે. .તે પણ સમાજ માટે એટલી જ ઘાતક છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ