બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Surat: person misused females photo by editing and uploading it, made 30 different accounts to defame her

કાર્યવાહી / ચેતજો.! સુરતમાં મોર્ફ કરેલા પોતાના ફોટા જોઈ ચોંકી ઉઠી યુવતી, બીભત્સ ચેટ સાથે 30 એકાઉન્ટનું ખૂલ્યું રાઝ, 1 ઝબ્બે

Vaidehi

Last Updated: 07:10 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં એક યુવતીનાં ફોટોઝનો ખોટો ઉપયોગ કરીને એક શખ્સે 30 અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યાં અને અજાણ્યાં લોકો સાથે બિભત્સ વાતો કરીને છોકરીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો.

  • સુરતમાં યુવતીઓના ફોટો લઈ મોર્ફ કરતો શખ્સ ઝડપાયો 
  • યુવતીના ફોટો એડિટ કરી તેના જ નામની ID બનાવી
  • યુવતીનાં નામે લોકો સાથે બીભત્સ વાતચીત કરી 

આજકાલનાં 5Gનાં યુગમાં આપણે સૌ સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ. આપણી લાઈફનાં તમામ અપડેટ્સ જેવા કે શું જમ્યું, ક્યાં ફર્યાં અને શું પહેર્યું આપણે સતત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં હોઈએ છીએ. પરંતુ આ ક્રેઝ કેટલો યોગ્ય છે અને કેટલો જોખમી એ વિચારવું પણ ખુબ જરૂરી છે. હાલમાં જ સુરતની એક યુવતી સાથે ચોંકાવનારી ઘટના બની. એક અજાણ્યાં ઈસમે સુરતની યુવતીનાં ફોટોગ્રાફ્સ તેના સોશિયલ મીડિયામાંથી ઊઠાવીને એક નવું એકાઉન્ટ ખોલી દીધું. એટલું જ નહીં તેના બાદ જે થયું તે જાણીને રુંવાટા ઊભા થઈ જશે.

લોકો સાથે બિભત્સ વાતો કરી
સુરતમાં નર્સ તરીકે ફરજ બજાવતી આ યુવતીએ પોતાના અલગ-અલગ એકાઉન્ટસ્ પર પોતાના જે પણ ફોટોઝ શેર કર્યાં હતાં તેનો ઉપયોગ આ અજાણ્યાં શખ્સે ખોટી રીતે કર્યો. ફોટોમાં એડિટીંગ કરીને નવા એકાઉન્ટમાં પોસ્ટ કર્યાં. આરોપીએ વિકૃત ફોટો અપલોડ કરવા માટે 30 એકાઉન્ટ બનાવ્યા હતા.એટલું જ નહીં  યુવતીને બદનામ કરવાના હેતુથી અલગ અલગ લોકો સાથે બીભત્સ વાતચીત કરી હતી અને આ ફેક એકાઉન્ટ પર યુવતીના મોર્ફ કરેલા ફોટાઓ અપલોડ કર્યા હતા. જ્યારે યુવતીને આ બાબતની જાણ થઈ ત્યારે તેણે તાત્કાલિક આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. 

આ અજાણ્યાં ઈસમની ધરપકડ
પીડિતાને જાણ થતા તેણે તાત્કાલિક અસરથી આ બાબતે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી. મહિધરપુરા પોલીસ દ્વારા  ફેસબુક આઇડી બનાવનાર અજાણ્યા ઇસમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને ટેકનિકલ એનાલિસિસ કરી ચોક્કસ બાતમીના આધારે ભરત પરમાર નામનો ઈસમ કે જે વણકરવાસ મેલજ ખેડાનો વતની છે તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ ભરત પરમાર નામના ઇસમની મહિધરપુરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે તેણે અત્યાર સુધી આ પ્રકારે કેટલા ફેક એકાઉન્ટ બનાવ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ