બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / Surat Natubhai created an amazing electric ring bike

સુરત / આ છે ગુજરાતી દિમાગ: સાત પાસ નટુકાકાએ થોડા ખર્ચમાં બનાવી દીધી અનોખી રિંગ બાઇક, રસ્તા પર નીકળે તો જોતાં રહી જાય છે લોકો

Dinesh

Last Updated: 06:14 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat electric ring bike: સુરતના નટુભાઈએ અનોખી રિંગ બાઇક બનાવી છે, તેઓ 42 વર્ષથી મિકેનિક તરીકે પોતાનું કામ કરી રહ્યા છે અને નાનપણથી જ તેમને કંઈક અલગ કરવાનો શોખ હતો અને હવે તેમનો શોખ પૂરો થયો છે

 

  • સુરતમાં સાત પાસ નટુકાકાએ કરી કમાલ
  • અદભુત ઇલેક્ટ્રિક રિંગ બાઈક બનાવી
  • નટુકાકાની સવારી લોકો જોતા રહી ગયા


સુરત શહેરના માર્ગ ઉપર ફરતી રીંગ બાઈકનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પૂર ઝડપે વાઇરલ થઈ રહ્યો છે. હાલ ચાલી રહેલા સોશિયલ મીડિયાના યુગમાં ક્યો વિડિયો ક્યારે વાયરલ થઈ જાય એનું કાંઈ નક્કી નથી હોતું અને આવો જ એક રીંગ બાઈકનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ટ્રેન્ડમાં જોવા મળી રહ્યો છે. આ રિંગ બાઈક અઠવા ઝોન ઓફિસની બાજુમાં આવેલા શ્રીકૃષ્ણ ગેરેજના માલિક નટુભાઈએ બનાવી છે. 

નટુકાકાની રિંગ બાઈક
નટુકાકાના બેગ્રાઉન્ડ અંગેની માહિતી મેળવી નટુભાઈ છેલ્લા 42 વર્ષથી મિકેનિક તરીકે પોતાનું કામ કરી રહ્યા છે. નાનપણથી જ તેમને કંઈક અલગ કરવાનો શોખ હતો અને હવે તેમનો આ શોખ પૂરો થયો છે. આ બાઈક બનાવવા માટે તેમણે દિવસ રાત મહેનત કરી છે આ બાઈક બનાવી છે. ઇલેકટ્રિક  બનાવવાનો ખર્ચ 85થી 90 હજાર જેટલો થયો છે. નટુભાઈને આ બાઈક બનાવતા આશરે ચાર મહિના જેટલો સમય લાગ્યો છે. ચાર મહિનામાં નટુભાઈએ આ બાઈકની સૌપ્રથમ ડિઝાઇન બનાવી હતી. ડિઝાઇન બનાવ્યા બાદ કબાડી માર્કેટમાંથી થોડો થોડો સામાન લાવ્યા બાદ બાઈકને બનાવવાની શરૂઆત કરી હતી અને આ બાઈકને બનાવવા માટે તેમણે નાની લિથિયમ બેટરીનો ઉપયોગ કર્યો છે. લિથિયમ બેટરી એકવાર ચાર્જ કરવાથી 35 કિલોમીટર ચાલે છે અને તેને ચાર્જ કરવાનો સમય એક કલાક જેવું લાગે છે. એક યુનિટ કરતાં પણ ઓછી વીજળીમાં આ બેટરી ચાર્જ થઈ જાય છે. 

નટુકાકા સેલિબ્રિટી 
નટુભાઈ જ્યારે આ બાઈક લઈને સુરતના રસ્તા ઉપર નીકળે છે ત્યારે લોકો કુતુહલતા સાથે આ બાઈક અને જુએ છે. નટુભાઈ રસ્તા વચ્ચે જતા હોય ત્યારે લોકો તેમની પાસે આ રીંગ બાઇક રોકાવીને એક વખત રાઉન્ડ પણ મારતા હોય છે. એટલું જ નહી પણ જ્યારે તેઓ રસ્તા પરથી નીકળે ત્યારે લોકો સોશિયલ મીડિયામાં અપલોડ કરવા માટે તેમના વીડિયો પણ બનાવતા હોય છે. લોકો દ્વારા સહયોગ મળતા નટુકાકા પણ ખુશખુશાલ જોવા મળે છે નટુકાકાને સેલિબ્રિટી હોય એવી ફીલીંગ તેમને આવી રહી છે

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ