બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સાચો કળિયુગ! સુરતમાં ક્રાઇમ સિરિયલો જોઈ ભાઈએ સગી બહેન પર આચર્યું દુષ્કર્મ, ઘટના 'સાવધાન' કરતી
Last Updated: 10:23 AM, 4 October 2024
ક્રાઈમ સિરિયલો જેવી કે ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઈન્ડિયા સિરિયલની બાળમાનસ પર અવળી અસર થઈ રહી છે. જેમાં સુરતમાં ડિંડોલી ખાતે રહેતા સગીર યુવક દ્વારા તેની જ સગી બહેન પર અનેકવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્યારે પોલીસે ફરિયાદ નોંધી સગીર યુવકની અટકાયત કરી હતી.
ADVERTISEMENT

માતાએ પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ ડિંડોલી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા પરિવારને બે સંતાન હતા. જેમાં એક 16 વર્ષીય દિકરો હતો અને 14 વર્ષીય દિકરી હતી. ત્યારે 16 વર્ષીય સગીર ભાઈએ ઘરમાં બહેનની એકલતાનો લાભ પ્રથમ તો તેની સાથે અડપલા શરૂ કર્યા હતા. જે બાદ તેની પર ત્રણ ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો. જેથી સગીરા ગર્ભવતી બનતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ બાબતે સગીરાની માતાએ તેના પુત્ર વિરૂદ્ધ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ADVERTISEMENT
સમગ્ર મામલો કેવી રીતે પ્રકાશમાં આવ્યો
અચાનક જ સગીરાને પેટમાં અસહ્ય દુઃખાવો થતા સગીરાનાં માતા-પિતા દ્વારા તેને પ્રથમ તો ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં સગીરાને પાંચ મહિનાનો ગર્ભ હોવાનું સામે આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જે બાદ સગીરાનાં માતા-પિતા સગીરાને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચોઃ જીવ હાથમાં આવી ગયો! વાપી રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેને યાત્રી ચડવા જતાં બન્યું ખૌફનાક
ભાઈએ બહેનને જાનથી મારી નાંખવાની ધમકી આપી
ADVERTISEMENT
સગીરાનાં માતા પિતા દ્વારા સગીરાની પૂછપરછ કરતા સગા ભાઈ દ્વારા જ આ કૃત્ય કર્યું હોવાનું સગીરાએ જણાવ્યું હતું. તેમજ ત્યારે બાદ સગીરા દ્વારા સમગ્ર આપવીતી જણાવી હતી. તેમજ સગીર યુવક દ્વારા આ બાબત કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.