ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / બારડોલીમાં પલટેલા ટેન્કરને બચાવવા જતા 2 બસ વચ્ચે ટક્કર,7 ના મોત , કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા

BIG NEWS / બારડોલીમાં પલટેલા ટેન્કરને બચાવવા જતા 2 બસ વચ્ચે ટક્કર,7 ના મોત , કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા

Published By: Vishal Khamar

Last Updated: 07:24 PM, 2 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના બારડોલી નજીક મહારાષ્ટ્ર નજીક રસ્તા પર પલ્ટી ખાઈ ગયેલ ટેન્કરને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સાત લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ અચાનક બસમાં આગ લાગતા નેશનલ હાઈવે પર નાસભાગ મચી જવા પામી હતી.

ADVERTISEMENT

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માણેકપોર ગામ નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કરને બચાવવા જતા બસ પલ્ટી ખાઈ જવા પામી હતી. અકસ્માતમાં સાત લોકોનાં મોત થયાં હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે, જ્યારે અનેક મુસાફરો ઇજાગ્રસ્ત બન્યાં છે.

ટેન્કરને બચાવવા જતાં દુર્ઘટના

ઉવા ગામ નજીક સર્જાયેલા આ ભયાનક અકસ્માત પાછળનું કારણ ટેન્કર પલટી જવાની ઘટના હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, હાઈવે પર એક ટેન્કર અચાનક પલટી મારી જતા પાછળથી આવી રહેલી મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની બસના ચાલકે અથડામણ ટાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન બસ પરનો કાબૂ ગુમાવતા વાહન ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ઘૂસી ગયું હતું. એ જ સમયે સામેની દિશામાં પૂરપાટ ઝડપે આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની બીજી સરકારી બસ સાથે બસની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને બસોના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું અને ઘટનાસ્થળે ચીસો તથા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

CNGના કારણે આગ ફાટી નીકળી

આ અકસ્માત અંગે મળતી વિગતો મુજબ, બે મુસાફર ભરેલી બસો વચ્ચે સર્જાયેલા આ ભયાનક અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. સીએનજી બસમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા. સ્થાનિકોએ બસની બારીઓના કાચ તોડીને કેટલાક મુસાફરોને બહાર કાઢવાનો ભારે જહેમતપૂર્વક પ્રયાસ કર્યો હતો.

ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો

ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો, જ્યારે ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી

અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો અને બારડોલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી તથા ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ

અકસ્માતના કારણે વિસ્તારમાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ટ્રાફિકને અન્ય માર્ગો પર ડાયવર્ટ કરી વાહન વ્યવહાર સામાન્ય બનાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

આ પણ વાંચોઃ હળવદમાં પાવર ગ્રીડ લાઈન વળતર બાબતની મિટિંગમાં ખેડૂતની તબિયત લથડી, ICUમાં દાખલ

મૃતકોની ઓળખ વિધિ શરૂ કરી

પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકોની ઓળખ અને ઇજાગ્રસ્તોની ચોક્કસ સંખ્યા અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat accident Surat Surat News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ