બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Supreme Court upset over arbitrary amount charged by private hospitals

ટિપ્પણી / 'કેન્દ્ર સ્ટાન્ડર્ડ ચાર્જ ફિક્સ કરે', ખાનગી હોસ્પિટલો દ્વારા વસૂલાતી મનસ્વી રકમ પર સુપ્રીમ કોર્ટ નારાજ

Priyakant

Last Updated: 11:22 AM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Supreme Court Latest News: સુપ્રીમ કોર્ટે મંગળવારે (27 ફેબ્રુઆરી) ખાનગી હોસ્પિટલો દ્વારા વસૂલવામાં આવતી મનસ્વી રકમ પર નારાજગી વ્યક્ત કરી

Supreme Court : સુપ્રીમ કોર્ટે ખાનગી હોસ્પિટલો દ્વારા વસૂલાતી મનસ્વી રકમ પર નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે (27 ફેબ્રુઆરી) ખાનગી હોસ્પિટલો દ્વારા વસૂલવામાં આવતી મનસ્વી રકમ પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે 14 વર્ષ જૂના 'ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (કેન્દ્ર સરકાર)' નિયમોને લાગુ કરવામાં કેન્દ્રની અસમર્થતાનો સખત અપવાદ લીધો હતો. નિયમો હેઠળ રાજ્યો સાથે પરામર્શ કર્યા પછી મેટ્રોપોલિટન શહેરો, શહેરો અને નગરોમાં રોગોની સારવાર અને ઉપચાર માટે પ્રમાણભૂત દરની સૂચના જાહેર કરવી ફરજિયાત છે. 

એક મીડિયા અહેવાલ પ્રમાણે સુનાવણી દરમિયાન સરકારે કોર્ટને કહ્યું કે, તેમણે આ મુદ્દે રાજ્યોને વારંવાર પત્ર લખ્યો છે, પરંતુ તેમની તરફથી કોઈ જવાબ મળ્યો નથી. કોર્ટે કહ્યું કે, નાગરિકોનો સ્વાસ્થ્ય સંભાળનો મૂળભૂત અધિકાર છે અને કેન્દ્ર તેની જવાબદારીમાંથી છટકી શકે નહીં. કોર્ટે કેન્દ્રીય આરોગ્ય સચિવને એક મહિનાની અંદર પ્રમાણભૂત દરોની સૂચના જાહેર કરવા માટે રાજ્યોના આરોગ્ય સચિવો સાથે બેઠક યોજવા જણાવ્યું હતું.

File Photo

SCએ CGSH લાગુ કરવાને લઈ શું કહ્યું ? 
સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી હતી કે, જો કેન્દ્ર સરકાર આ સમસ્યાનો ઉકેલ શોધવામાં નિષ્ફળ જશે તો અમે સમગ્ર દેશમાં દર્દીઓની સારવાર માટે CGSH-નિર્ધારિત માનક દર લાગુ કરવા માટે અરજદારની અરજી પર વિચાર કરીશું. વાસ્તવમાં દરેક નાગરિક માટે આરોગ્યસંભાળ એ સૌથી મહત્વપૂર્ણ પાસાઓ પૈકીનું એક છે. પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે, ખાનગી હોસ્પિટલોમાં મનસ્વી ફી વસૂલવામાં આવે છે જેના કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

વધુ વાંચો: શું છે આ ઓપન બેલેટ સિસ્ટમ? જેનો રાજ્યસભાની ચૂંટણીમાં કરાય છે ઉપયોગ, વિજય માલ્યા સાથે છે કનેક્શન

કોણે દાખલ કરી અરજી?
વાત જાણે એમ છે કે, NGO 'વેટરન્સ ફોરમ ફોર ટ્રાન્સપરન્સી ઇન પબ્લિક લાઈફ'એ વકીલ દાનિશ ઝુબેર ખાન દ્વારા PIL દાખલ કરી હતી. જેમાં 'ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (કેન્દ્ર સરકાર) નિયમો, 2012'ના નિયમ 9 મુજબ દર્દીઓ પાસેથી વસૂલવામાં આવતી ફીનો દર નક્કી કરવા કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. આ નિયમ હેઠળ તમામ હોસ્પિટલોએ તેમના સેવા ચાર્જ વિશે સ્થાનિક ભાષા તેમજ અંગ્રેજીમાં માહિતી આપવાની રહેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

NGO PIL Supreme Court ખાનગી હોસ્પિટલો ખાનગી હોસ્પિટલોની ફી સુપ્રીમ કોર્ટ સ્ટાન્ડર્ડ ચાર્જ Supreme Court
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ