બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Sunny Leone seeks help for 9-year-old girl, announces reward of 50 thousand rupees

મનોરંજન / કોણ છે આ 9 વર્ષની અનુષ્કા? જેને શોધી લાવનારને સની લિયોની આપશે રૂ. 50 હજારનું ઇનામ, જાણો શું છે રિલેશન

Megha

Last Updated: 05:36 PM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સની લિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગુમ થયેલી છોકરીની તસવીર શેર કરી છે, જેમાં તેને તેની હાઉસ હેલ્પ આ મદદ માંગી છે, જેની 9 વર્ષની પુત્રી ગુમ થયેલ છે

  • સની લિયોની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે
  • સની લિયોનીએ તેના હાઉસ હેલ્પ માટે એક મદદ માંગી છે
  • ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગુમ થયેલી છોકરીની તસવીર શેર કરી

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણી તેના ફોલોઅર્સ સાથે અંગત જીવન અને પ્રોજેક્ટ્સ સંબંધિત રસપ્રદ પોસ્ટ શેર કરતી જોવા મળે છે. તે જ સમયે, તાજેતરમાં તેણે ચાહકો પાસેથી મદદ માંગતી એક પોસ્ટ શેર કરી છે. તેમણે પોસ્ટમાં મદદ કરનારને 50,000 રૂપિયાનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે. 

વાત કંઇક એમ છે કે તેણીએ તેના હાઉસ હેલ્પ માટે આ મદદ માંગી છે, જેની 9 વર્ષની પુત્રી ગુમ છે. સની લિયોનીએ છોકરીની તસવીર સાથે આખી ઘટના વર્ણવી છે અને એ પણ જણાવ્યું છે કે જો તમને ક્યાંયથી પણ આ વિશે ખબર પડે તો તમે ક્યાં સંપર્ક કરી શકો છો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunny Leone (@sunnyleone)

સની લિયોનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગુમ થયેલી છોકરીની તસવીર શેર કરી છે અને તેની સાથે લખ્યું છે કે, 'જો આ છોકરી તેના ઘર અને પરિવારમાં સુરક્ષિત પાછી આવે તો હું વ્યક્તિગત રીતે તેમાં 50 હજાર રૂપિયા વધુ આપીશ. તે મારા ઘરના કામકાજ સંભાળતી મહિલાની પુત્રી છે, તેનું નામ અનુષ્કા છે અને તે 8મી નવેમ્બરના રોજ સાંજે 7 વાગ્યાથી ગુમ છે. આ છોકરી જોગેશ્વરી પશ્ચિમ બહેરામ બાગની રહેવાસી છે અને તેની ઉંમર 9 વર્ષની છે. તેના માતા-પિતા બાળકીની શોધમાં પાગલ થઈ ગયા છે. તમે તેની માતા સરિતાનો મોબાઈલ નંબર- 88506 05632 અને તેના પિતા કિરણનો 82376 31360 પર સંપર્ક કરી શકો છો. તમે મને મેસેજ પણ કરી શકો છો. 

સની લિયોનીની પોસ્ટમાં આગળ લખ્યું છે કે 'જે વ્યક્તિ આ છોકરીને શોધી કાઢશે તેને 11 હજાર રૂપિયા આપવામાં આવશે. જેમાં સની લિયોન વધુ 50 હજાર ઉમેરશે. સનીએ અપીલ કરી છે કે 'કૃપા કરીને તમારી આંખો ખુલ્લી રાખો અને આ નાની છોકરીને શોધો'. સનીએ આ પોસ્ટમાં મુંબઈ પોલીસ, BMCને પણ ટેગ કર્યા છે. આ કેસમાં સંપૂર્ણ અપડેટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. જો પોસ્ટ પર મળેલી કોમેન્ટ પર નજર કરીએ તો ઘણા લોકો છોકરી જલ્દીથી જલ્દી મળી જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ