ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / sunil gavaskar statement virat kohli may not play ipl 2024

IPL 2024 / 'બની શકે કે IPLમાં પણ ના રમે', વિરાટ કોહલીને લઇ સુનીલ ગાવસ્કરની મોટી ભવિષ્યવાણી

Published By: Vikram Mehta

Last Updated: 08:52 AM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલી અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં રમી નથી રહ્યા. IPL 22 માર્ચથી શરૂ થશે. પહેલી મેચ ચેન્નઈમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમવામાં આવશે.

ADVERTISEMENT

વિરાટ કોહલી અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં રમી નથી રહ્યા. પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે, વિરાટકોહલી ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી બહાર થઈ શકે છે. IPL 22 માર્ચથી શરૂ થશે. પહેલી મેચ ચેન્નઈમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમવામાં આવશે. 

સુનીલ ગાવસ્કરનું નિવેદન
વિરાટ કોહલીને પહેલી ભારતીય ટેસ્ટ ટીમમાં શામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ હૈદરાબાદમાં મેચ રમવામાં આવે તે પહેલા જ કોહલી ટીમમાંથી હટી ગયા હતા. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ તેમની બીજા બાળકના જન્મ વિશે જણાવ્યું હતું. સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે, ‘વિરાટ કોહલી અંગત કારણોસર મેચ નથી રમી રહ્યા, કદાચ તેઓ IPLમાં પણ નહીં રમે.’

વધુ વાંચો: IND vs ENG: 22 વર્ષ બાદ ભારતીય ક્રિકેટ જગતમાં આ સમય આવ્યો, ધ્રુવ જુરેલે સર્જ્યો ઇતિહાસ

ધ્રુવ જુરેલ સુપરસ્ટાર બની શકે છે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં ધ્રુવ જુરેલ 90 અને 39 રન સાથે અણનમ રહ્યો હતો. આ મેચમાં શાનદાર બેટીંગ કરવા માટે ધ્રુવ જુરેલે મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો છે. સુનીલ ગાવસ્કરે જણાવ્યું છે કે, ‘વિકેટકીપર અને બેટ્સમેન ધ્રુવ જુરેલ રાજસ્થાન રોયલ્સ માટે રમશે અને તેઓ IPL સુપરસ્ટાર બની શકે છે. ધ્રુવ જુરેલને બેટીંગમાં પ્રમોટ કરવામાં આવી શકે છે. ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી જુરેલ IPL સુપરસ્ટાર બની શકે છે. આકાશદીપને RCBમાં વધુ ચાન્સ મળી શકે છે અને ડેથ ઓવરમાં સારું પ્રદર્શન કરી શકે છે.’ 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2024 Sunil Gavaskar Statement kohli ipl 2024 કોહલી ipl 2024 ગાવસ્કર કોહલી વિરાટ કોહલી સુનીલ ગાવસ્કર IPL 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ