બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / dhruv jurel 1st indian wicket keeper in last 22 years to won mom award in debut series 2024
Last Updated: 08:32 AM, 27 February 2024
રાંચીના ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલ ટેસ્ટ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ભારતીય ટીમે આ મેચમાં 5 વિકેટથી જીત મેળવી છે. 23 વર્ષીય યુવા વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે બંને ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. છેલ્લા 22 વર્ષમાં કોઈપણ ભારતીય વિકેટકીપર આ કામ કરી શક્યો નથી.
ADVERTISEMENT
ધ્રુવ જુરેલે ડેબ્યૂ સીરિઝમાં ઈતિહાસ રચ્યો
ભારતીય ટીમ માટે ધ્રુવ જુરેલ સંકટમોચક સાબિત થયા છે. રાંચી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં ધ્રુવ જુરેલે 90 રનની શાનદાર ઈનિંગ રમી હતી. બીજી ઈનિંગમાં 39 રન કરીને ભારતીય ટીમને જીત અપાવી. ધ્રુવ જુરેલના શાનદાર પ્રદર્શન કરતા તેમને મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો. અગાઉ વર્ષ 2002માં અજય રાત્રાએ આ ઈતિહાસ રચ્યો હતો.
Dhruv Jurel impressed everyone with resilient knocks with the bat in both the innings 👏👏
— BCCI (@BCCI) February 26, 2024
He becomes the Player of the Match in Ranchi 🏆
Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/SBu4LVbn7C
ADVERTISEMENT
ધ્રુવ જુરેલ નંબર-1
ધ્રુવ જુરેલે ભારતીય ટીમ માટે અત્યાર સુધી માત્ર 2 ટેસ્ટ મેચ રમી છે અને ભારતીય ફેન્સ માટે સ્ટાર બની ગયા છે. ધ્રુવ જુરેલ સૌથી ઓછી ટેસ્ટ મેચમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર ભારતીય વિકેટકીપર બની ગયા છે. ધ્રુવ જુરેલે ટેસ્ટ કરિઅરની બીજી ટેસ્ટ મેચમાં જ આ એવોર્ડ જીતી લીધો છે. અજય રાત્રાએ વર્ષ 2002માં ત્રીજી ટેસ્ટ મેચમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો: 'ભૂખ હોવી જોઈએ', હાર્દિક- ઈશાન પર રોહિત શર્માનો મોટો હુમલો, કેમ વધી કડવાશ?
સૌથી ઓછી ટેસ્ટ મેચમાં મેન ઓફ ધ મેચ બનનાર ભારતીય વિકેટકીપર
2 ટેસ્ટ મેચ- ધ્રુવ જુરેલ
3 ટેસ્ટ મેચ- અજય રાત્રા
14 ટેસ્ટ મેચ- નયન મોંગિયા
16 ટેસ્ટ મેચ- ઋષભ પંત
16 ટેસ્ટ મેચ- રિદ્ધિમાન સાહા
31 ટેસ્ટ મેચ- એમ.એસ ધોની
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.