બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Rohit Sharma Reaction Press Conference Ranchi Test

ક્રિકેટ / 'ભૂખ હોવી જોઈએ', હાર્દિક- ઈશાન પર રોહિત શર્માનો મોટો હુમલો, કેમ વધી કડવાશ?

Hiralal

Last Updated: 06:31 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાંચી ટેસ્ટમાં જીત મળ્યાં બાદ કેપ્ટન રોહિત શર્માએ હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન પર નિશાન સાધ્યું છે.

હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન બન્ને હાલમાં ટેસ્ટ ક્રિકેટથી દૂર છે. બન્ને ટેસ્ટમાં રમવા માગતા નથી તે જગજાહેર છે. હવે ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ જીત્યાં બાદ કેપ્ટન રોહિત શર્માએ આ બન્ને પર આડકતરું નિશાન સાધ્યું છે. રાંચી ટેસ્ટ જીત્યાં બાદ રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા અને ટેસ્ટ ક્રિકેટ ન રમવા માંગતા અને માત્ર આઇપીએલ મોડમાં રહેતા ખેલાડીઓ પર નિશાન સાધ્યું હતું. રોહિતે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટ સૌથી મુશ્કેલ ફોર્મેટ છે. તેને રમવા માટે તમારી પાસે પેશન હોવી જોઈએ. સરળતાથી ખબર પડી જાય છે કે કોનામાં ભૂખ છે અને કોનામાં નથી. ટેસ્ટ ક્રિકેટમાં ઘણી વધારે મહેનત કરવી પડે છે. 

હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન ટેસ્ટ ક્રિકેટથી દૂર છે 
હાલ તો આવા માત્ર બે જ ખેલાડી છે, હાર્દિક પંડ્યા જેણે ટેસ્ટ ક્રિકેટ રમવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે, અને બીજો તેનો નવો શિષ્ય ઈશાન કિશન હોય તેમ લાગી રહ્યું છે, જેણે સાઉથ આફ્રિકા પ્રવાસમાં પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. રોહિતનું આ નિવેદન સ્પષ્ટ રીતે હાર્દિક પંડ્યા પર હતું, જે 2018થી ટેસ્ટ ક્રિકેટથી દૂર છે. આ સાથે જ હાલમાં જ પોતાના મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન સાથે દોસ્તી કરતા દેખાતા ઈશાન કિશન પણ હાર્દિકના રસ્તે ચાલ્યો ગયો છે. જે રીતે હાર્દિક રેડ-બોલ ક્રિકેટ રમતો નથી, તે જ રીતે ઇશાન પણ આવું જ કરી રહ્યો છે. ઈશાન કિશને સાઉથ આફ્રિકા પ્રવાસની વચ્ચેથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તેમણે માનસિક થાકનું ઉદાહરણ આપ્યું. ત્યાર બાદ તે ઇંગ્લેન્ડ સીરિઝમાં રમ્યો નહતો. જે પછી તેણે ટીમ મેનેજમેન્ટના સતત રણજી રમવાના આદેશને પણ નકારી કાઢ્યો. પરંતુ ઈશાન કિશન ઘણી વખત હાર્દિક સાથે અને જિમ સેશનમાં આઈપીએલની તૈયારી કરતો જોવા મળ્યો હતો.

રોહિતે 4000 રન પૂરા કર્યાં 
કેપ્ટન રોહિત શર્માએ નવી સિદ્ધિ મેળવી છે. બીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી રોહિત 24 રન બનાવીને ક્રિઝ પર રહ્યો હતો. આ દરમિયાન તેણે 21 રન પૂરા કરતાની સાથે જ  આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં 4 હજાર રન પૂરા કર્યા. રોહિતે તેની ટેસ્ટ મેચની 100મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ