બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / sunbath can help for sleep

ફાયદાકારક માહિતી / આનંદો ! સારી ઊંઘનો મળી ગયો ઉપાય, સાવ મફતમાં આખી રાત આવી જશે મીઠી ઊંઘ

Hiralal

Last Updated: 02:51 PM, 17 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના વૈજ્ઞાનિકોને સારી ઊંઘ લેવાનો એક મફતનો ઉપાય મળી ગયો છે.

  • અમેરિકાના વૈજ્ઞાનિકોનું અદ્દભુત સંશોધન
  • તડકો લેવાથી ઊંઘ સારી આવી શકે
  • મનુષ્યોના શરીરની બોયોલોજિક ક્લોક તડકાથી પ્રભાવિત થઈ શકે છે

એકદમ નિરોગી જીવન જીવવા માટે મીઠી ઊંઘ લેવી જરુરી છે. સારી અને જલદી ઊંઘ આવી જાય એટલે લોકો જાતજાતના ઉપાયો કરતા હોય છે પરંતુ હવે સારી ઊંઘ લેવાનો વધુ એક ઉપાય મળી ગયો છે જે લોકોને કામમાં લાગી શકે છે. 

અમેરિકાના વૈજ્ઞાનિકોનો દાવો
 વોશિંગ્ટન યુનિવર્સિટીના બાયોલોજી વિભાગના સંશોધકોએ સ્ટડીને આધારે મોટો દાવો કર્યો છે કે સૂર્યપ્રકાશ લેવાથી સારી ઊંઘ આવી શકે છે. કારણ કે સૂર્યપ્રકાશ સીધો મનુષ્યોની બાયોલોજિકલ ક્લોકને પ્રભાવિત કરે છે.  નવા અભ્યાસમાં એવી હિમાયત કરવામાં આવી છે કે ખુલ્લા સૂર્યપ્રકાશ લેવાથી રાત્રે સારી ઊંઘ આવે છે. 

બધી સિઝનમાં તડકો ખાનારને સારી ઊંઘ આવે
સંશોધકોએ હવામાન અને ઊંઘની પેટર્નમાં ફેરફાર વચ્ચેના સંબંધનો અભ્યાસ કર્યો છે, જે મુજબ દિવસ દરમિયાન વધુ બહાર જવાથી અને સૂર્યપ્રકાશ લેવાથી રાત્રે સારી ઊંઘ આવે છે. સંશોધનકારોએ વિવિધ સીઝન દરમિયાન હજારો વિદ્યાર્થીઓનો અભ્યાસ કર્યો હતો. સંશોધનકારોએ વિદ્યાર્થીઓના દિવસના સમયે ચાલવા અને હવામાનના ઉંઘ સાથેના સંબંધનું વિશ્લેષણ કર્યું હતું. તેમને જાણવા મળ્યું કે ઉનાળાની તુલનામાં વિદ્યાર્થીઓ શિયાળામાં સરેરાશ 35 મિનિટ પછી સૂતા હતા. તેઓએ એ પણ શોધી કાઢ્યું કે જે વિદ્યાર્થીઓ ઉનાળા, શિયાળા અને વસંત ઋતુમાં આખો દિવસ બહાર ફરતા હોય છે તેમને એકસરખી ઊંઘ આવે છે.

તડકો ખાવાથી ઊંઘ કેમ સારી આવે 
સંશોધનકારોએ જણાવ્યું હતું કે માનવ શરીરની બાયોલોજિકલ ક્લોક સૂર્યપ્રકાશથી પ્રભાવિત થાય છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, આપણી સારી ઊંઘ માટે જૈવિક ઘડિયાળ જવાબદાર હોઈ શકે છે. જીવવિજ્ઞાની હોરાસિયો દ લા ઇગલેસિયા કહે છે કે આપણા શરીરમાં કુદરતી ઘડિયાળ હોય છે, જે આપણને રાત્રે ક્યારે સૂવું તે જણાવે છે.  

શિયાળામાં ચાલવાની અને સનબાથ કરવાની સલાહ 
ડૉક્ટરો અને નિષ્ણાતો ખાસ કરીને શિયાળામાં ચાલવાની અને સનબાથ કરવાની સલાહ પણ આપે છે. હવે શિયાળો ચાલી રહ્યો છે, ત્યારે ખૂબ તડકો લો અને ચાલો. આનાથી સારી ઉંઘ આવશે અને સારી ઊંઘ શરીરને પણ રોગમુક્ત રાખશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ