બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Sukhdev Singh Gogamedi Murder: Rohit Godara wanted to avenge the rape case

મોટો ખુલાસો / ગોગામેડીએ બળાત્કારના કેસમાં કરાવ્યો હતો અંદર, ત્યારથી જ બદલો લેવા માંગતો હતો ગોદારા! જેલમાં મળ્યો બીજો ગેંગસ્ટર અને...

Published By: Parth

Last Updated: 12:27 PM, 10 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા મામલે મોટો ખુલાસો, બળાત્કારના કેસનો બદલો લેવા માંગતો હતો રોહિત ગોદારા.

  • રોહિત રાઠોડ ઝડપાયો, પણ રોહિત ગોદારા ક્યાં?
  • ગોગામેડી હત્યાકાંડમાં વધુ એક ખુલાસો 
  • બળાત્કારના કેસનો બદલો લેવા માંગતો હતો ગોદારા 
  • જેલથી લઈને કેનેડા સુધી રચ્યું ષડયંત્ર 

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરનારા શૂટર્સની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે આ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેમને ખબર નહોતી કે સુખદેવ સિંહ ગોગામેડી છે કોણ? આરોપીઓએ પોલીસને જાણકારી આપી છે કે જે દિવસે હત્યા કરવામાં આવી તે જ દિવસે ફોટો બતાવવામાં આવ્યો હતો. 

કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે કેનેડામાં બેઠા બેઠા હત્યાનું આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. 

કેનેડામાં છે રોહિત ગોદારા? 
ગોગામેડીની હત્યા કરનારા બે શૂટર્સ રોહિત રાઠોડ અને નીતિન ફૌજીની ગઇકાલે મોડી રાતે જોઇન્ટ ઓપરેશનમાં ધરપકડ કરવામાં આવી છે. જોકે આ સમગ્ર હત્યાનો માસ્ટરમાઇન્ડ તો રોહિત ગોદારા હોવાનું સામે આવ્યું છે. આશંકા છે કે રોહિત ગોદારા અત્યારે કેનેડામાં રહે છે. સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા સાથે જોડાયેલા ગોલ્ડી બરાડ તથા લૉરેન્સ બિશનોઈ સાથે રોહિત ગોદારા સંપર્કમાં છે. રોહિત ગોદારાએ હત્યા કરવાની જવાબદારી વીરેન્દ્રને સોંપી હતી અને વીરેન્દ્રએ નીતિન ફૌજી તથા રોહિત રાઠોડને સોપારી આપી હતી. 

સુખદેવ સિંહે બળાત્કારનો કેસ નોંધાવ્યો ત્યારથી જ લેવો હતો બદલો 
વીરેન્દ્ર ચરણ અને ગોદારાની મુલાકાત રાજસ્થાનની એક જેલ માં થઈ હતી. સૂત્રો અનુસાર સુખદેવ સિંહ ગોગામેડીએ એક મહિલાને ન્યાય અપાવવા માટે રોહિત ગોદારા સામે બળાત્કારનો કેસ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, ત્યારથી જ ગોદારાને બદલો લેવો હતો. જેલમાં જ વીરેન્દ્ર ચરણ અને રોહિત ગોદારાએ હત્યાનો પ્લાન બનાવ્યો. 

ફિલ્મ જોઈને હત્યા કરવા આવ્યા હતા રોહિત રાઠોડ અને નીતિન 
આટલું જ નહીં આ હત્યારાઓ આરામથી એનિમલ મૂવી જોઈને આવ્યા હતા હતા અને કુખ્યાત ગેંગસ્ટર લૉરેન્સ બિશનોઈ ગેંગના વીરેન્દ્રએ આ હત્યારાઓએ ગોગામેડીની હત્યા કરવા માટે સોપારી આપી હતી. વીરેન્દ્રએ નીતિનને આ સોપારી આપી હતી અને નીતિન કહી રહ્યો છે કે તેને એ વાતની ખબર નહોતી કે સુખદેવ સિંહ કોણ હતા, એ લોકોએ ફોટો જોયો અને હત્યાને અંજામ આપી. 

સોપારી આપનાર વીરેન્દ્ર પહેલેથી જ શૂટર્સના સંપર્કમાં હતો અને નીતિન તથા રોહિત રાઠોડને આ હત્યાકાંડ કરવા માટે ટાસ્ક આપ્યો હતો. 

હત્યા બાદથી જ રાજસ્થાન સહિત દેશભરમાં હતો આક્રોશ 
નોંધનીય છે કે ગોગામેડીની હત્યા બાદથી જ રાજસ્થાન સહિત દેશભરના ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે આક્રોશ હતો. રાજસ્થાનમાં તો હજારો યુવાનોએ રસ્તા પર ઉતરીને વિરોધ પણ કર્યો હતો. આજે પણ લોકો આ હત્યારાઓનું એન્કાઉન્ટર કરી દેવાની માંગ કરી રહ્યા છે ત્યારે હત્યારાઓને પકડવા માટે રાજસ્થાન પોલીસે ખાસ ટીમની રચના કરી હતી. રાજસ્થાન ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી પોલીસના એક જોઇન્ટ ઓપરેશનમાં મુખ્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

પાંચમી ડિસેમ્બરે જ્યારે ગોગામેડી જયપુરમાં પોતાના આવાસમાં બેઠા હતા ત્યારે જ હત્યારાઓએ ગોળીઓથી તેમની ઘાતકી હત્યા કરી હતી. હત્યાના CCTV ફૂટેજ પણ બહાર આવ્યા હતા. ગોગામેડી અગાઉ ઘણીવાર કહી ચૂક્યા હતા કે મારા જીવને જોખમ છે, તેમ છતાં રાજસ્થાન સરકાર દ્વારા કોઈ જ સુરક્ષા આપવામાં નહોતી, જેના કારણે તેમના પત્નીએ રાજ્ય સરકારના મોટા અધિકારીઓ તથા તે સમયના મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે પણ ફરિયાદ નોંધાવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gogamedi murder Karni Sena Sukhdev Singh Gogamedi murder કરણી સેના સુખદેવ સિંહ ગોગામેડી Sukhdev Singh Gogamedi murder

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ