બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / Sukhdev Singh Gogamedi Murder: Both the accused in the Gogamedi murder case are still out of police custody

આક્રોશ / CM યોગીની જેમ એક્શન લો, એનકાઉન્ટર ના થાય ત્યાં સુધી કોઈ શપથગ્રહણ નહીં થવા દઈએ: કરણી સેનાના નેતાનું મોટું એલાન

Pravin Joshi

Last Updated: 08:12 AM, 6 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળવારે જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના કારણે સમગ્ર રાજસ્થાનમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે પરંતુ કરણી સેના સતત આક્રોશ વ્યક્ત કરી રહી છે.

  • જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની  હત્યા
  • કરણી સેનાના નેતા મહિપાલ સિંહે અને અન્ય સંગઠનોએ બંધનું એલાન આપ્યું
  • હત્યારાઓ સામે ન આવે ત્યાં સુધી રાજ્યમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે નહીં

મંગળવારે જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના કારણે સમગ્ર રાજસ્થાનમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે પરંતુ કરણી સેના સતત આક્રોશ વ્યક્ત કરી રહી છે. હવે કરણી સેના ઉત્તર પ્રદેશની યોગી સરકારની તર્જ પર ગોગામેડીના હત્યારાઓ સામે કાર્યવાહીની માંગ કરી રહી છે. કરણી સેનાનું કહેવું છે કે પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી છેલ્લા બે વર્ષથી સુરક્ષા માંગી રહ્યા હતા પરંતુ કોંગ્રેસ સરકાર દ્વારા તેમને કોઈ મદદ કરવામાં આવી નથી.

 

જ્યાં સુધી એન્કાઉન્ટર ન થાય ત્યાં સુધી શપથ લેવા નહીં

કરણી સેનાના નેતા મહિપાલ સિંહે કહ્યું છે કે જ્યાં સુધી સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારાઓ સામે ન આવે ત્યાં સુધી રાજ્યમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે નહીં. આપને જણાવી દઈએ કે કરણી સેનાએ તેના પ્રમુખની હત્યાના વિરોધમાં આવતીકાલે રાજસ્થાન બંધનું એલાન આપ્યું છે. મહિપાલ સિંહે આરોપ લગાવ્યો છે કે ગેહલોત સરકારે ગોગામેડીને સુરક્ષા પૂરી પાડી નથી, તેથી જ આજે આ ઘટના બની છે.

લોરેન્સ બિશ્નોઈનું નામ ચર્ચામાં છે

હત્યાકાંડમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ગ્રુપનું નામ ફરી એકવાર સામે આવ્યું છે. ગોગામેડીની હત્યા પછી તરત જ, રોહિત ગોદારા કપૂરીસર નામની પ્રોફાઇલમાંથી એક પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર વાયરલ થઈ રહી છે જેમાં કરણી સેના પ્રમુખની હત્યાની જવાબદારી લેવામાં આવી છે. પોસ્ટમાં લખેલી બાબતો પરથી એવું લાગી રહ્યું છે કે આરોપી બિશ્નોઈ ગેંગનો સભ્ય છે.

કોણે કરાવી સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા? સામે આવ્યું આ મોટું નામ, જવાબદારી  લીધી I Rashtriya Rajput Karni Sena Chief Sukhdev Singh Gogamedi Shot Dead  In Jaipur

રાજસ્થાન ડીજીપીનું નિવેદન

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા પર રાજસ્થાનના ડીજીપી ઉમેશ મિશ્રાએ કહ્યું કે કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની આજે જયપુરમાં હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓ કંઈક ચર્ચા કરવાના બહાને તેના ઘરે આવ્યા હતા. આ ઘટનામાં સુખદેવ સિંહ ગોગામેડી અને તેમના એક અંગરક્ષકને ગોળી વાગી હતી. હત્યારાઓની સાથે રહેલા એક આરોપીને પણ ગોળી વાગી હતી અને તેનું મોત થયું છે. બદમાશોના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. અમે હરિયાણાના ડીજી સાથે વાત કરી છે અને મદદ માંગી છે. રોહિત ગોદારા ગેંગે હત્યાની જવાબદારી લીધી છે, તેઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ