બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sukara disease in cotton crop in Gir Somnatha added to the farmer woes

ગીરસોમનાથ / સૌરાષ્ટ્રના ખેડૂતોમાં હાહાકાર.! અચાનક કપાસનો પાક ઉભે ઉભો સુકાઈ જવા લાગ્યો, પ્રતિ વિઘા 18 થી 19 હજારનું નુકસાન, જાણો થયું શું?

Dinesh

Last Updated: 07:01 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gir Somnatha news : ગીર સોમનાથામાં કપાસના પાકમાં સુકારા નામના રોગના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે, ખેડૂતોને પ્રતિ વિઘાએ 18થી 19 હજારનું નુકસાન થયું છે

  • ગીરસોમનાથમાં કપાસના પાકને વ્યાપક નુકસાન
  • સુકારા નામના રોગે કપાસ ખેડૂતોને રડાવ્યા
  • પાક ફુટવાની તૈયારીએ સુકારા રોગનો હુમલો
  • ખેડૂતોને પ્રતિ વિઘા 18થી 19 હજારનું નુકસાન


ગીર સોમનાથામાં કપાસની ખેતી કરતા ખેડૂતો રોગચાળાને લઇ મુશ્કેલીમાં મુકાયા છે. ગીર સોમનાથ સહિત રાજ્યના અનેક જિલ્લઓમાં કપાસમાં આવેલા સુકારા નામના રોગને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગીર સોમનાથના ઉના અને ગીર ગઢડા તાલુકામાં મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર થાય છે. આ વર્ષે ખેડૂતોએ 18 હજાર હેક્ટરની આસપાસ કપાસનું વાવેતર કર્યું હતું. જો કે સુકારાના રોગને કારણે ગીર વિસ્તારના ખેડૂતોનો કપાસનો પાક સુકાઇ ગયો છે. 

કપાસનું ઉત્પાદન ખુબ જ ઓછું થાય તેવી શક્યતા
સુકારાના રોગને કારણે ખેડૂતોને પ્રતિ વિઘા 18થી 19 હજારનું નુકસાન થયું છે. બીજી બાજુ આ રોગને લઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું કહેવું છે કે વહેલી પાકતી જાતોમાં આ સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે આગોતરું વાવેતર થવાથી મોટાભાગના કપાસના ખેડૂતોને નુકસાન થઇ રહ્યું છે. અગાઉ ગીર સોમનાથમાં મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર થતું હતું.જો કે ગુલાબી ઇયળ સહિતના રોગોને કારણે કપાસનું વાવેતર ઘટ્યું છે. તેવામાં સુકારાના રોગને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન સાથે જિલ્લામાં કપાસનું ઉત્પાદન ખુબ જ ઓછું થાય તેવી શક્યતા છે.

ખેડૂતોએ શું કહ્યું ?
ખેડૂતો જણાવી રહ્યાં છે કે, કપાસના પાક પાછળ ઘણી મહેનત કરી તેમજ રૂપિયા ખર્ચી પાક તૈયાર કર્યો છે. હવે જ્યારે આ પાકમાંથી પૈસા ઉભા કરવાના સમયમાં આ રોગ આવી જતા અમારી મહેનત અને પૈસા પર આ રોગ ફરી વળ્યો છે. જો કે હાલ આ રોગથી અમે ખેડૂતો મુઝવણમાં મુકાયા છીએ

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ