બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / sugar became 13 percent expensive in two months prices reached the top of four years

મોંઘવારીનો માર / તમારા ઘરમાં રોજ વપરાતી આ વસ્તુના ભાવ માત્ર 2 મહિનામાં એટલા વધી ગયા કે છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઊંચી કિંમતે પહોંચી ગયા

Published By: Bhushita

Last Updated: 09:26 AM, 21 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સહકારી ખાંડ ફેક્ટરીના રાષ્ટ્રીય સંઘના નિર્દેશકે કહ્યું કે સ્થાનિક બજારમાં ખાંડના સારા ભાવ મળી રહ્યા છે. છેલ્લા 2 મહિનામાં 13 ટકાનો ભાવ વધારો થયો છે.

  • ખાંડના ભાવમાં વધારો
  • છેલ્લા 4 વર્ષમાં ખાંડની કિંમત સૌથી વધુ
  • 2 મહિનામાં 13 ટકા વધ્યા ભાવ

ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 વર્ષમાં ખાંડની કિંમત અત્યારે સૌથી વધારે છે. આ સિવાય છેલ્લા 2 મહિનામાં ખાંડના ભાવમાં 13 ટકાનો વધારો થયો છે. મીલોને સ્થાનિક બજારમાં જ સારા ભાવ મળી રહ્યા છે. 

નિકાસને લઈને આવી છે સ્થિતિ
 2021-22 માટે 12 લાખ ખાંડ નિકાસ કરવાનું નક્કી કરાયું હતું. પરંતુ સ્થાનિક બજારમાં સારા ભાવ મળતા ખાંડની નિકાસ  કરાઇ રહી નથી. ભારતમાંથી અન્ય દેશોમાં ખાંડ નિકાસ કરવાથી ભાવમાં વધારો થશે એવું માનવામાં આલી રહ્યું છે. હાલમાં સ્થાનિક બજારમાં ખાંડનો ભાવ 36 હજાર 900 રૂપિયા પ્રતિ ટન છે તો કાચી ખાંડનો ભાવ 31 હજાર 500 રૂપિયા પ્રતિ ટન છે. આ સિવાય સફેદ ખાંડનો ભાવ 32 હજાર રૂપિયા પ્રતિ ટન છે. શક્ય છે કે આગામી સમયમાં ખાંડના ભાવમાં ઘટાડો થશે. 

નિકાસકારો કરતાં 5000ની વધારે કમાણી
ઘરેલૂ બજારમાં ખાંડનો ભાવ   36,900 રૂપિયા પ્રતિ ટન છે. નવેમ્બર 2017 બાદ ખાંડના ભાવ સૌથી ઉંચા રહ્યા છે. નિકાસકારોને મિલોની કાચી ખાંડના  31,500 રૂપિયા પ્રતિ ટન અને સફેદ ખાંડ  32,000  રૂપિયા પ્રિત ટન મળે છે.  એવામાં મિલોના નિકાસકારોની સરખામણીએ 5000 રૂપિયા વધારે મળી રહ્યા છે. આ કારણ છે કે હાલના વર્ષમાં રેકોર્ડ 75 લાખ ટન નિકાસ કરતી મિલોએ ઓગ્સટ બાદથી કોઈ નવા કરાર કર્યા નથી. 

જલ્દી ઘટશે ભાવ, 50 લાખ ટનની થશે નિકાસ
વૈશ્વિક બજારની સાથે જોડાયેલા ખાંડના ડીલરોનું માનવું છે કે નવા સત્રમાં ઘરેલૂ બજારમાં ખાંડના ભાવ નીચે આવશે. યૂપી સરકારની તરફથી શેરડીનું મૂલ્ય નક્કી કરવાની રાહ જોવાઈ રહી છે. અનુમાન છે કે નિકાસમાં હાલના ઘટાડાથી વૈશ્વિક બજારમાં કિંમતો ઉપર જશે. જેનાથી આવનારા સત્રમાં 50 લાખ ટનથી વધારે ખાંડની નિકાસની સંભાવના છે. કેન્દ્ર સરકારે ખાંડ નિકાસ પર સબ્સિડીના રૂપમાં અપાતી રકમમાંથી 1800 કરોડ ચૂકવી દીધા છે.  

સંકળાયેલા મુદ્દાઓ

2 months Price Sugar hike કિંમત ખાંડ નિકાસ ભાવવધારો મોંઘવારી sugar became 13 percent expensive in two months

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ