બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / Sudan Crisis: First group of Indians stranded in sudan left on INS Sumedha under operation kaveri

ઓપરેશન 'કાવેરી' / VIDEO : 'જય હિંદ'ની નારેબાજી સાથે સુદાનથી ભારતીયો ભરેલું INS સુમેધા ઉપડ્યું, લોકોમાં બચી ગયાની લાગણી

Vaidehi

Last Updated: 04:53 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Operation Kaveri: સૂડાનનાં હિંસાત્મક વાતાવરણમાં ફસાયેલા ભારતીયોને ત્યાંથી નિકાળવા માટે ભારતીય નૌસેનાને ભારત દ્વારા કરવામાં આવેલ ઓપરેશન કાવેરીમાં પહેલી સફળતા મળી છે.

  • સૂડાનમાં હિંસા અને યુદ્ધનો માહોલ યથાવત
  • ફસાયેલા ભારતીયોને નિકાળવામાં ભારત સરકારને મળી સફળતા
  • ભારતીયોનો પહેલો જથ્થો ઓપરેશન કાવેરી અંતર્ગત રવાના

સૂડાનમાં ફસાયેલા ભારતીયોનાં પહેલો જથ્થો ભારતીય નૌસેનાનાં વહાણમાં સાઉદી અરબથી બહાર લઈ જવા માટે રવાના થયો છે. વિદેશમંત્રાલયે આ અંગે આજે માહિતી આપી હતી. ભારતે હિંસાગ્રસ્ત સૂડાનથી પોતાના નાગરિકોને નિકાળવા માટે સોમવારે ઓપરેશન કાવેરી શરૂ કર્યું હતું . વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અરિંદમ બાગચીએ INS Sumedha પર સવાર ભારતીયોનાં ફોટોને ટ્વિટ કરી આ અંગે માહિતી આપી હતી. સૂડાનથી લઈ જવા બદલ લોકોએ ભારત સરકારનો આભાર માન્યો હતો.

278 લોકોનાં જૂથને સફળતાપૂર્વક લઈ જવામાં આવ્યાં
અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું કે 'સૂડાનમાં ફસાયેલા ભારતીયોનો પહેલો જથ્થો ઓપરેશન કાવેરી અંતર્ગત રવાના થયો છે. INS સુમેધા 278 લોકોની સાથે પોર્ટ સૂડાનથી જેદ્દા જઈ રહ્યું છે.'  અત્રે ઉલ્લેખનિય છે કે સૂડાનથી આવી રહેલા આ લોકોમાં અનેક બાળકો પણ શામેલ છે. હિંસાથી પ્રભાવિત સૂડાનમાં ફંસાયેલા ભારતીયોને સુરક્ષિતરૂપે નિકાળવાની યોજના અંતર્ગત ભારતે જેદ્દામાં 2 C-130J સૈન્ય પરિવહન વિમાન અને પોર્ટ સૂડાનમાં INS સુમેધાને તૈનાત કરેલ છે.

સૂડાનમાં હિંસાનું વાતાવરણ યથાવત
જેદ્દા પહોંચ્યા બાદ ભારતીયોને સ્વદેશ એટલે કે ભારત પરત લઈ અવાશે. સમગ્ર સૂડાનમાં લગભર 3000 ભારતીયો છે. સૂડાનની રાજધાની ખાર્તૂમમાં અનેક સ્થાનોમાં ભીષણ હિંસા અને લડાઈની માહિતીઓ સતત આવી રહી છે. અહીં સેના અને અર્ધલશ્કરી સમૂહની વચ્ચે છેલ્લાં 10 દિવસથી લડાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. આ યુદ્ધમાં 400થી વધારે લોકોનું મોત થઈ ચૂક્યું છે.

PM મોદીએ આપ્યું હતું સૂચન
PM મોદીએ ગત શુક્રવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં સૂડાનથી ભારતીયોને સુરક્ષિતરૂપે કઢાવવાની યોજના ઘડવા અંગે સૂચનાઓ આપી હતી. વિદેશ મંત્રી જયશંકરે સૂડાનની સ્થિતિ પર હાલમાં જ સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાત UAEનાં વિદેશમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ