બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / Such robbery for rice! Due to this one decision of India, the partial inflation caused in America will also increase

ચોખા માટે પડાપડી / VIDEO: અલ્યા એ, ચોખા માટે આવી લૂંટ! ભારતના આ એક નિર્ણયથી અમેરિકામાં મચી ગઈ ભાગમભાગ, મોંઘવારી પણ વધશે

Priyakant

Last Updated: 01:22 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

America Rice Price News: સ્થાનિક બજારમાં નોન-બાસમતી ચોખાના વધતા ભાવને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો

  • ભારત સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો
  • અમેરિકામાં ખાસ કરીને સોના મન્સૂરીની ખૂબ માંગ 
  • અમેરિકામાં ભારતીયો કરિયાણાની દુકાનો પર તૂટી પડ્યા

ભારત સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. સ્થાનિક બજારમાં નોન-બાસમતી ચોખાના વધતા ભાવને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વેપારી વર્ગ આ સમાચારથી નારાજ છે પરંતુ અમેરિકામાં નાસભાગ જેવી સ્થિતિ છે. ત્યાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. ભાત વગરના ભોજનની કલ્પના કરી શકાતી નથી. 

અમેરિકામાં ખાસ કરીને સોના મન્સૂરીની ખૂબ માંગ છે. ચોખાની નિકાસ પર પ્રતિબંધના સમાચાર મળતા જ ભારતીયો કરિયાણાની દુકાનો પર તૂટી પડ્યા હતા. પેકેટના પેકેટ વાહનોમાં ભરીને ઘરે લઈ જવાયા હતા. તક જોઈને અનેક સ્ટોર્સે ચોખાના ભાવમાં વધારો કર્યો છે. આ તરફ હવે USAમાં ચોખા માટે પડાપડીના દ્રશ્યો સર્જાયા છે. 

અહેવાલો અનુસાર ભારતના પ્રતિબંધથી અમેરિકામાં ચોખાની સપ્લાય અને કિંમત પર અસર પડી શકે છે.  ભારતમાં ચોખાની નિકાસ પર પ્રતિબંધે અમેરિકામાં ખળભળાટ મચાવ્યો છે. અમેરિકામાં દક્ષિણ ભારતીયોની નોંધપાત્ર સંખ્યા છે. તેમના આહારમાં ચોખાનું વિશેષ સ્થાન છે. પ્રતિબંધને કારણે ભારતીય ચોખાની અછત સર્જાઈ શકે છે. આ વાતની જાણ થતા સ્થાનિક લોકો રસોડા ભરવા માટે બહાર આવ્યા છે. કરિયાણાની દુકાનો પર લાંબી કતારો જોવા મળી રહી છે. ઉપરનો ફોટો જોઈને સમજાઈ જશે કે લોકોમાં આટલો ગભરાટ છે.

ભારતના નિર્ણયથી વિશ્વભરમાં ચોખાના ભાવ વધી શકે છે. 2012થી ભારત વિશ્વનો સૌથી મોટો ચોખા નિકાસકાર દેશ છે. અમેરિકા સહિત 100થી વધુ દેશોમાં ચોખા મોકલવામાં આવે છે. ઘઉં અને દાળની કિંમતોને કાબૂમાં લેવા માટે સરકાર ટૂંક સમયમાં કેટલાક વધુ મોટા પગલાં લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર કઠોળ અને ઘઉંની કેટલીક જાતોની નિકાસ પર પ્રતિબંધ મૂકી શકે છે. માંગ-પુરવઠાના તફાવતને ઘટાડવા માટે, તે આયાત અને કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર જેવા પગલાં લઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ