બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Subhash Chandra Bose birth anniversary Even today the story behind his death is tangled
ADVERTISEMENT
આપણા ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ ભારતને આઝાદ કરાવવામાં પોતાનું સમગ્ર જીવન દેશને સમર્પિત કર્યું. તેમાંથી એક છે ભારતના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝ, નેતાજીને કોઈ ઓળખની જરૂર નથી. નેતાજીનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટકમાં થયો હતો. શ્રીમંત બંગાળી પરિવારના બોઝને સાત ભાઈઓ અને છ બહેનો હતા. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી દેવી હતું.

ADVERTISEMENT
નેતાજી સુભાષચંદ્ર બોઝે તેમનું સમગ્ર જીવન દેશની સેવામાં વિતાવ્યું હતું. તેઓ એવા સમયે હીરો તરીકે ઉભરી આવ્યા જ્યારે દેશ આઝાદીની લડાઈ લડી રહ્યો હતો. તેમણે જ અંગ્રેજોની ગુલામીને ફગાવીને આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી હતી. જે બાદ નેતાજીએ ભારતની આઝાદીમાં હીરોની ભૂમિકા ભજવી હતી પરંતુ નેતાજીના મૃત્યુનું રહસ્ય આજે પણ ઉકેલાયું નથી.
જો સરકારી દસ્તાવેજોનું માનીએ તો 18 ઓગસ્ટ 1945ના રોજ એક વિમાન દુર્ઘટનામાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું અવસાન થયું હતું. અહેવાલોનું માનીએ તો, દુર્ઘટના સમયે તેઓ વિમાનમાં મંચુરિયા જઈ રહ્યા હતા. તે વિમાન રસ્તામાં ગાયબ થઈ ગયું. ઘણી શોધખોળ બાદ પણ પ્લેન વિશે કશું જ મળી શક્યું નથી. આવા સંજોગોમાં આ એક અકસ્માત હતો કે હત્યાનું કાવતરું હતું તે પ્રશ્ન હજુ પણ ઉઠી રહ્યો છે.
ADVERTISEMENT

આ દુર્ઘટના બાદ જાપાનની એક સંસ્થાએ 23 ઓગસ્ટના રોજ સમાચાર જાહેર કર્યા હતા. આ સમાચારમાં એવું કહેવામાં આવ્યું હતું કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું વિમાન તાઈવાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને તે જ અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. તે સમયે આ સમાચાર બધાને સાચા લાગતા હતા, પરંતુ થોડા સમય પછી જાપાન સરકારે પોતે પુષ્ટિ કરી હતી કે તે દિવસે તાઇવાનમાં ત્યાં કોઈ વિમાન ક્રેશ થયું નહતું. આ નિવેદન બાદ ફરી એક આ સવાલો ઉઠવા લાગ્યા છે કે જ્યારે અકસ્માત જ નથી થયો તો નેતાજી ક્યાં ગયા?
ADVERTISEMENT
વધુ વાંચો: બાપ રે... કેન્દ્ર સરકારના માથે કુલ 159 લાખ કરોડનું દેવું! RTIમાં ચોંકાવનારો ખુલાસો
આજે પણ નેતાજીના સમર્થકો માને છે કે તેઓ આઝાદી સમયે જીવિત હતા, પરંતુ આજ સુધી આ વાતનો કોઈ પુરાવો મળ્યો નથી. આ જ કારણ છે કે 1945માં વિમાન દુર્ઘટના વખતે નેતાજી સાથે શું થયું તે આજે પણ એક રહસ્ય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.