બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / Central government debt of crores was shockingly disclosed in RTI
Vishal Khamar
Last Updated: 01:43 PM, 23 January 2024
ADVERTISEMENT
કેન્દ્રની સરકારે દેવાની બાબતમાં તમામ હદોને પાર કરી દીધી છે. દેશ દુનિયાની મોટાભાગના દેશો, બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી અબજો રૂપિયાની લોન લઈ લીધી છે. હાલમાં કેન્દ્ર સરકારનુ કુલ દેવુ 159 લાખ કરોડને પાર કરી ગયુ છે. સુરતના જાગૃત નાગરીક સંજય ઈઝાવાએ આરટીઆઈમાં માગેલી માહિતીમાં સત્તાવાર રીતે દેવાના સંદર્ભમાં આ માહિતી અપાઈ છે.
ADVERTISEMENT
વિભાગ- નાણા મંત્રાલય દ્વારા અપાયેલા આંકડાએ સૌને ચોંકાવી દીધા
૨૦૧૩-૨૦૧૪માં UPA સરકાર દ્વારા વિદેશી દેશો પાસેથી લેવામાં આવેલ કર્જની રકમ રૂ. ૫૮.૬૦ લાખ કરોડની હતી. જે હવે વધીને NDA સરકારના કાર્યકાળમાં ૧૫૯.૫૦ લાખ કરોડ પહોંચી છે. ઈકોનોમિક એફેર્સ ડીપાર્ટમેન્ટ એટલે કે આર્થિક બાબતોના વિભાગ- નાણા મંત્રાલય દ્વારા અપાયેલા આંકડાએ સૌને ચોંકાવી દીધા છે.
ભારતમાં જન્મી રહેલ દરેક બાળક માથે રૂ. ૧.૧૨ લાખના દેવા સાથે જન્મે
૨૦૧૪માં ૧૩૦ કરોડની વસ્તી મુજબ માથાદીઠ દેવુ ૪૫,૦૭૭ હતુ. જ્યારે ૧૪૨ કરોડની વસ્તી મુજબ હાલમાં ૧,૧૨,૩૨૪ છે. એટલે ભારતમાં જન્મી રહેલ દરેક બાળક માથે રૂ. ૧.૧૨ લાખના દેવા સાથે જન્મે છે.
કેન્દ્ર સરકારે લગભગ બધા દેશ પાસેથી લોન પણ લઇ લીધી
અત્રે નોંધનીય છે કે, GDPમાં ભારત દુનિયામાં પાંચમા ક્રમે છે. GDP માં ભારતની આગળ હોય એવા અમેરિકા, જાપાન, જર્મની જેવા દેશોમાંથી ભારત લોન લે છે, અને ભારત કરતા ઓછો GDP ધરાવતા અને ૩૩માં સ્થાને હોય એવા ઓસ્ટ્રીયા પાસેથી પણ ભારત લોન લે છે. કેન્દ્ર સરકારે લગભગ બધા દેશ પાસેથી લોન પણ લઇ લીધી છે.
વધુ વાંચોઃ એવું શું થયું કે અચાનક CM નીતિશ કુમાર રાજ્યપાલને મળવા રાજભવન દોડ્યા, રાજકીય ગતિવિધિઓ તેજ
બોકસ ભારતને લોન આપનારા દેશો- બેન્કો-સંસ્થાઓ કઈ છે ?
1. એસિયન ડેવલપમેન્ટ બેન્ક
2. એસિયન ઈન્ફ્રાસ્ટ્રચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક
3. ડેવલપમેન્ટ ગેટવે ફાઉન્ડેશન
4.યુરોપિયન યુનિયન
5. E.E. C.(SAC)
6. યુરોપિયન ઈન્વેન્ટમેન્ટ બેન્ક
7.ફોર્ડ ફાઉન્ડેશન
8.GEF-UNDP
9. ગ્લોબલ ફંડ
10. ઓસ્ટ્રીયા
11.ઓસ્ટ્રેલીયા
12 બેલ્ઝીયમ
13. કેનેડા
14. રીપબ્લીક ઓફ ચેક એન્ડ સ્લોવ્ક
15 જર્મની
16.ડેનમાર્ક
17.સ્પેન
18.ફ્રાન્સ
19.ઈટાલી
20.જાપાન
21.કુવૈત ફંડ
22.નેધરલેન્ડસ
23.નોર્વે
24.રસીયન ફેડરેશન
25.સાઉદી અરેબીયા
26.સ્વીઝરલેન્ડ
27સ્વીડન
28.યુનાઈટેડ કિંગડમ
29.અમેરીકા
30. ઈન્ટરનેશનલ બેન્ક ફોર રીકન્સ્ટ્રકશન એન્ડ ડેવલપમેન્ટ
31. ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિયેશન
32.I D F (WB)
33.I F A D
34.ન્યુ ડેવલપમેન્ટ બેન્ક
35.OPEC
36.U. N. D.P.
37.UN- FAO
38.UNFPA
39.UNICEF
40. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ ફંડ ફોર વુમેન
41. યુનિવર્સલ પોસ્ટલ યુનિયન
42. વલર્ડ ફૂડ પ્રોગ્રામ
43.વલર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન
44. સાઉથ કોરીયા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.