બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Students who resort to unfair means and get away with it cannot build this nation, says Delhi HC

મૂલ્યવાન ટીપ્પણી / પરીક્ષામાં ચોરીઓ કરનારની સામે થશે કાર્યવાહી, છૂટ્યો હાઈકોર્ટનો આદેશ, ગણાવી પ્લેગની મહામારી

Hiralal

Last Updated: 06:18 PM, 27 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરીક્ષામાં થતી નકલ કે ચોરીને પ્લેગ જેવી મહામારી ગણાવતા દિલ્હી હાઈકોર્ટે એક મોટી ટીપ્પણી કરી છે.

  • પરીક્ષાઓમાં ચોરી કરવી ગંભીર ઘટના
  • દિલ્હી હાઈકોર્ટને નથી ગમતું પરીક્ષામાં ચોરી થાય તેવું
  • કહ્યું પરીક્ષાઓની ચોરી પ્લેગના રોગ જેવી 

પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસ થવા માટે મોટાપાયે ચોરી કે નકલ કરતા હોય છે અને તેને કારણે હોંશિયાર વિદ્યાર્થીઓને ખૂબ નુકશાન થતું હોય છે સાથે સમાજ અને શૈક્ષણિક વ્યવસ્થાને પણ બર્બાદ કરી નાખે છે ત્યારે હવે દિલ્હી હાઈકોર્ટે આ સંબંધમાં એક અતિ મૂલ્યવાન ટીપ્પણી કરતો સવાલ છેડ્યો છે. 

પરીક્ષામાં ચોરી કરનારની સામે કરો કડક કાર્યવાહી 
દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે પરીક્ષાઓમાં ચોરી કે નકલ પ્લેગના રોગચાળા જેવું છે જે સમાજ અને શિક્ષણ પ્રણાલીને નષ્ટ કરી શકે છે. જે લોકો પરીક્ષાઓમાં અયોગ્ય માધ્યમોનો ઉપયોગ કરે છે તેમની સાથે કડક કાર્યવાહી થવી જોઈએ. ચીફ જસ્ટિસ સતિષચંદ્ર શર્માની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેંચે કહ્યું કે જે વિદ્યાર્થીઓ પરીક્ષાઓમાં અયોગ્ય માધ્યમોનો આશરો લે છે તેઓ દેશનું નિર્માણ કરી શકતા નથી.

પરીક્ષાની ચોરીઓ નહીં રોકાય તો ભયંકર પરિણામ 
ચીફ જસ્ટીસે કહ્યું કે પરીક્ષામાં નકલ કરવી પ્લેગની મહામારી જેવું છે અને જો તેનો વહેલી તકે નિવેડો નહીં લાવવામાંઆવે તો મોટું ભયંકર પરિણામ લાવી શકે છે. કોઈ પણ દેશની પ્રગતિ માટે, શિક્ષણ પ્રણાલીની અખંડિતતા અચૂક હોવી જોઈએ. 

ચોરી કરનાર વિદ્યાર્થીઓને ભણાવો પાઠ 
ચીફ જસ્ટીસે કહ્યું કે જે વિદ્યાર્થીઓ તેમની યોગ્યતા સાબિત કરવા માટે સખત મહેનત કરે છે તેમને ન્યાય આપવા માટે, તે જરૂરી છે કે જેઓ અયોગ્ય માધ્યમોનો ઉપયોગ કરે છે તેમની સાથે કડક કાર્યવાહી કરવામાં આવે. જે વિદ્યાર્થીઓ અયોગ્ય માધ્યમોનો આશરો લે છે અને છટકી જાય છે તેઓ આ રાષ્ટ્રનું નિર્માણ કરી શકતા નથી. તેમની સાથે હળવે હાથે કામ ન લઈ શકાય અને તેઓ પરીક્ષામાં ચોરી ન કરે તે માટે તેમને પાઠ ભણાવવો જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ