બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / STUDENTS BE PREPARED: Second week of May is "Result Week", the results of this standard may be declared.

આતુરતા / વિદ્યાર્થીઓ તૈયાર રહેજોઃ મે મહિનાનું બીજુ અઠવાડિયું "પરિણામ સપ્તાહ", આ ધોરણના પરિણામો થઇ શકે છે જાહેર

Vishal Khamar

Last Updated: 10:42 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરણ-૧૨ સાયન્સના રિઝલ્ટ બાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતા અઠવાડિયે જાહેર થાય તેવી શક્યતા છે.

  • ધો. 10 તેમજ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે આતુરતાથી રીઝલ્ટની રાહ
  • મે નાં બીજા સપ્તાહમાં ધો. 10 નું રીઝલ્ટ જાહેર કરવામાં આવે તેવી શક્યતા
  • ધો. 10 નાં પરિણામની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી

 ઉલ્લેખનીય છે કે બીજી મેના રોજ ધોરણ-૧૨ સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું હતું ત્યાર બાદ હવે ૧૨ કોમર્સ-આર્ટ્સ ઉપરાંત ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પણ પોતાનાં રિઝલ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગત વર્ષના ટ્રેન્ડ અનુસાર શિક્ષણ બોર્ડ દ્વારા મેનાં બીજા સપ્તાહમાં ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે તેવી ધારણા છે. આમ મે માસનું બીજું સપ્તાહ પરિણામ સ્પેશિયલ બની રહે તેવી શક્યતા છે. આ વર્ષે તમામ પરિણામો ગત વર્ષની તુલનાએ વહેલાં જાહેર થઇ શકે છે ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ પણ બીજા સપ્તાહમાં જાહેર થઇ શકે છે. 
ધોરણ- ૧૦ની પરીક્ષા ૨૦૨૩ માર્ચ ૧૪થી ૨૮ દરમિયાન લેવામાં આવી હતી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર ગુજરાત બોર્ડ ધો-૧૦નું પરિણામ જાહેર કરશે. પરીક્ષા માટે હાજર થયેલા ઉમેદવારોએ માર્કશીટને એક્સેસ કરવા માટે તેમનો રોલ નંબર દાખલ કરવો જરૂરી રહેશે. ગુજરાત બોર્ડ દ્વારા  ધોરણ- ૧૦માંનું  પરિણામ ૨૦૨૩ની તારીખ, સમય જાહેર કરાયાં નથી પરંતુ માહિતી અનુસાર પરિણામ આવતા અઠવાડિયે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. બોર્ડની ધોરણ- ૧૦ની પરીક્ષા ૨૦૨૩ માર્ચ ૧૪થી ૨૮ દરમિયાન લેવામાં આવી હતી. આ પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીએ દરેક વિષયમાં ઓછામાં ઓછા ૩૩ માર્ક્સ મેળવવા જરૂરી છે. આ વર્ષે કુલ ૯.૫૬ લાખ વિદ્યાર્થી ધોરણ-૧૦ની પરીક્ષા માટે રજિસ્ટર્ડ થયા છે . આ માટે રાજ્યના ૩૩ જિલ્લામાં ૯૫૮ પરીક્ષા કેન્દ્ર ઊભાં કરવામાં આવ્યાં હતાં. ગત વર્ષે ધોરણ-૧૦નું કુલ સરેરાશ પરિણામ ૬૫.૧૮ ટકા આવ્યું હતું.

સીબીએસઈ બોર્ડ પણ ટૂંક સમયમાં પરિણામ જાહેર કરી શકે છે
આ વર્ષે સીબીએસઈ બોર્ડ પણ ટૂંક સમયમાં પરિણામ જાહેર કરી શકે છે અંદાજે  ૩૮ લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. પરિણામો બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ cbse.gov.in અને cbseresults.nic.in પર જાહેર કરવામાં આવશે. ઉપરાંત વિદ્યાર્થીઓ ડિજિલોકર, એસએમએસથી અને ઉમંગ એપ પર પણ તેમનું પરિણામ જોઈ શકે છે.
CBSEના વિદ્યાર્થીને રાહત 
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ  નવા સત્રમાં  અનેક  ફેરફારો કર્યા છે. તે મુજબ હવે હવે પ્રેક્ટિકલ પરીક્ષામાં નાપાસ  થનારા વિદ્યાર્થીએ થિયરી પરીક્ષા નહીં આપવી પડે. તેમણે માત્ર પ્રેક્ટિકલ પરીક્ષા જ આપવાની રહેશે. ગત વર્ષ સુધી  જે વિદ્યાર્થી પ્રેક્ટિકલમાં નાપાસ થતા હતા તેમણે પ્રેક્ટિકલ અને થિયરી બંને પરીક્ષા આપવી પડતી  હતી. જેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રેક્ટિકલ પરીક્ષા પણ શાળા કક્ષાએ જ લેવામાં આવશે. બીજી તરફ શૈક્ષણિક વર્ષ૨૦૨૩-૨૪ થી CBSE બોર્ડના વિદ્યાર્થી માટે હવે કમ્પાર્ટમેન્ટ પરીક્ષાઓ લેવામાં નહીં આવે. તેના બદલે બોર્ડ પૂરક પરીક્ષાઓનું આયોજન કરશે. કમ્પાર્ટમેન્ટ અને ઈમ્પ્રૂવમેન્ટ પરીક્ષાનું નામ બદલીને પૂરક પરીક્ષા કરવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ