બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / Movie Review / બોલિવૂડ / કેવી છે રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની 'સ્ત્રી 2', સરકટાનો ડબલ ડોઝ, રિવ્યૂમાં સજા કે મજા?
Last Updated: 01:40 PM, 15 August 2024
હોરર-કોમેડી ઝોનરમાં બનેલી બોલિવુડની સૌથી પોપ્યુલર ફિલ્મોમાંથી એક સ્ત્રીમાં સારા જોક્સ હતા પરંતુ સાથે જ ડરનો ડોઝ પણ હતો. પ્રોડ્યુસર દિનેશ વિજાનના હોરર યુનિવર્સની આ ફિલ્મની સીક્વલ આવી ગઈ છે અને તેમાં તમને હોરર અને કોમેડીનો ડબલ ડોઝ મળવાનો છે.
ADVERTISEMENT
શું છે 'સ્ત્રી-2'ની સ્ટોરી?
ADVERTISEMENT
'સ્ત્રી-2'ની શરૂઆત ત્યાંથી થાય છે જ્યાં 'સ્ત્રી'ના પહેલા ભાગનો અંત થાય છે. ચંદેરીમાં વિક્કી, બિટ્ટૂ અને રુદ્ર ભૈયા બાકી ગામના લોકોની સાથે રહે છે. આજે પણ ત્યાં સ્ત્રીના ચર્ચા છે. પરંતુ લોકો હવે તેનાથી ડરીને નથી જીવતા.
પરંતુ મેળામાં તેની વાર્તાઓ સંભળવવામાં આવી રહી છે અને નાટક કરવામાં આવી રહ્યા છે. બાળકો સ્ત્રીનું નામ લઈને રમી રહ્યા છે અને એક બીજાને ડરાવી રહ્યા છે. ત્યાં જ બીજી તરફ જંગલમાં એત મોટા વિસ્ફોટ બાદ કોઈ એવું ચંદેરીમાં આવે છે જે ફરીથી અહીં રહેતા લોકોનું જીવન મુશ્કેલ કરે છે.
'સરકટા'નો આતંક
ધીરે ધીરે ચંદેરીમાં રહેતી યુવતીઓ ગામ છોડી રહી છે પરંતુ બાદમાં ખબર પડે છે. આ યુવતીઓ ગામ છોડી નથી રહી પરંતુ ગાયબ થઈ રહી છે. અને તેની પાછળ 'સરકટા' નામના રાક્ષસનો હાથ છે. ત્યાં જ બીજી તરફ યુવતીઓના જવાથી વિક્કીના કુલ ડેડીને પોતાનો દિકરો એકલો રહી જશે તેની ચિંતા થવા લાગે છે.
અજાણી યુવતી એટલે કે શ્રદ્ધા કપૂર જે સ્ત્રીથી ચંદેરીવાસીઓને બચાવવા આવી હતી તેના પ્રેમમાં આજે પણ વિક્કી પાગલ છે. તે આખો દિવસ તેના વિશે જ વિચારે છે અને રાહ જોઈ રહ્યો છે કે ક્યારેક તો તે પાછી આવશે. આ વચ્ચે જ્યારે સરકટા ભૂત વિક્કી અને તેના મિત્રોની પાસે પહોંચે છે. ત્યારે તે યુવતીને પાછુ ફરવું જ પડે છે. હવે બધા મળીને સરકટે ભૂતનો સામનો કરે છે.
ફિલ્મ જોઈને મજા આવશે કે નહીં?
રહસ્યમયી જગ્યાઓ, ચંદેરી ગામ અને ડરામણા ભૂત આ ફિલ્મમાં હોરરથી જોડાયેલું બધુ જ છે. ત્યાં જ તેના પાત્ર એટલા જ મજદાર છે જેવા પહેલા ભાગમાં હતા. પહેલા સીનથી કૌશિક તમને ચંદેરી દુનિયામાં લઈ જશે.
ફિલ્મનો ફર્સ્ટ હાફ કમાલ છે. તમે આખી ફિલ્મમાં હસી હસીને લોટપોથ થઈ જશો. સાથે જ સરકટે ભૂતને જોઈને તમને ડર પણ લાગી શકે છે. વિક્કી અને તેના મિત્રોની કેમેસ્ટ્રી સાથે કમાલની છે તેમને જોતા તમારૂ દિલ ખુશ થઈ જશે. ફર્સ્ટ હાફ ખૂબ જ ક્રિસ્પ રાખવામાં આવ્યો છે. હોરરમાં કોમેડીનો ડોઝ કમાલનો છે. પરંતુ સેકેન્ડ હાફમાં જ્યારે સ્ટોરી આગળ વધશે તો થોડી ઢીલી પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.