ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / હસીને લોટપોટ થઈ જશો! ઘણા વર્ષો બાદ અક્ષયનો ફૂલઓન કોમેડી અવતાર, જુઓ ખેલ ખેલ મેંનો ફર્સ્ટ રિવ્યૂ

મનોરંજન / હસીને લોટપોટ થઈ જશો! ઘણા વર્ષો બાદ અક્ષયનો ફૂલઓન કોમેડી અવતાર, જુઓ ખેલ ખેલ મેંનો ફર્સ્ટ રિવ્યૂ

Last Updated: 01:10 PM, 15 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Khel Khel Mein Review: ફિલ્મ 'ખેલ ખેલમેં' પહેલાથી ખૂબ જ ચર્ચામાં છે. સારી ટાઈમિંગ વાળા કોમેડી સીન્સ આ ફિલ્મમાં ખૂબ જ જોવા મળશે. આ છેલ્લા ઘણા વર્ષોમાં આવેલી અક્ષય કુમારની બેસ્ટ કોમેડી ફિલ્મ કહી શકાય.

ADVERTISEMENT

અક્ષય કુમારની એક ટ્રેડમાર્ક નેચરલ કોમિક ટાઈમિંગ છે. જે જનતાને ખૂબ જ પસંદ આવે છે. તે સારી રાઈટિંગથી આવે છે. જેને પ્રિયદર્શને સ્ક્રીન પર ખૂબ જ સારી રીતે રજૂ કરી છે. પરંતુ એક સમય બાદ ફિલ્મ રૂટિન થઈ ગઈ. પરંતુ ફિલ્મની રાઈટિંગ ખૂબ જ ઈન્ટેલિજન્ટ છે જેમાં જોક્સ અને પંચ જબરદસ્ત છે.

ત્રણ કપલ અને ત્રણ મેસેજ

સ્ટોરીમાં ત્રણ કપલ છે. આ ત્રણેય કપલમાં મિત્રતા છે અને એક લગ્નમાં હાજરી આપવા માટે તેઓ પહોંચે છે. તેનો વધુ એક મિત્ર હોય છે કબીર જે ડિવોર્સી છે અને પોતાની ગર્લફ્રેન્ડની સાથે આવવાનો હોય છે પરંતુ એકલો પહોંચે છે.

PROMOTIONAL 10

વાતો વાતોમાં જાણવા મળે છે કે પુરૂષો કેવી રીતે પોતાના મિત્રો સાથે પણ બધા સીક્રેટ્સ છુપાવીને રાખે છે. અહીંથી જ એક નવી ગેમ બનાવવામાં આવે છે કે આખીરાત માટે બધા પોતાના મોબાઈલ અનલોક કરીને સામે રાખશે અને જે પણ મેસેજ કોલ આવશે તે બધાની સામે વાંચશે અને સાંભળશે.

આ ગેમમાં મોબાઈલ એક સારા રિલેશનને થોડા જ સમયમાં બદલી નાખે છે. ત્રણ કપલ અને કબિરની સ્ટોરી દ્વારા એક ડિવોર્સી સોશિયલ પેટર્નની વચ્ચે લોકોના બદલતા પર્સનલ બિહેવીયરને રસપ્રદ રીતે એક્સપ્લોર કરે છે. એક ટોપિક પહેલા પણ ફિલ્મોમાં ખૂબ ઉઠતા રહ્યા છે પરંતુ ખેલ ખેલમેંની ખાસિયત એ છે કે આ ટોપિક્સ પર ફિલ્મનો મંતવ્યો ખૂબ જ અલગ અને કૂલ છે.

સોશિયલ મેસેજનો કમાલ

અક્ષય કુમાર એક લાંબા સમય બાદ કોઈ ફિલ્મમાં પોતાના પ્રાઈમ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેમની કોમિડ ટાઈમિંગનો જાદૂ જે ગાયબ થતો દેખાઈ રહ્યો હતો. તે ખેલ ખેલમાંની સાથે ફરીથી સ્કીન પર દેખાઈ રહ્યો છે. પરંતુ આ ફિલ્મમાં તેમની સાથે એક્ટર્સે પણ કોમેડીનો ભાર બરાબર ઉઠાવ્યો છે.

ફિલ્મમાં ભલે અક્ષયનું પાત્ર લીડ હોય પરંતુ બધા પાત્રને તેમના ભાગનો ટાઈમ અને ચમકનો મોકો મળ્યો છે. ફરદીન ખાન અને તાપસી પન્નીને એક્ટિંગમાં કોઈ કમી નહીં છોડી. ફિલ્મમાં આ બન્ને સ્ટારનો જે પણ રોલ છે તેને સંપૂર્ણ ઈમાનદારીની સાથે એન્જોય કરતા તેઓ દેખાઈ રહ્યા છે.

આદિત્ય સીલ અને પ્રજ્ઞા જાયસવાલે પણ પોતાના ભાગની કોમેડી અને સીરિયસ મોંમેન્ટ્સને સારી રીતે નિભાવ્યા છે. વાણી કપૂરે થોડી સીરિયસ અને ઈન્ટેલેક્ચુઅલ રાઈટરના પાત્રને યોગ્ય પકડ્યો છે અને તમામ વસ્તુઓની વચ્ચે ઓકવર્ડ સરદારનું પાત્ર એમી વર્કિએ સારુ નિભાવ્યું છે. ચિત્રાંગદા સિંહનો ફિલ્મમાં એક મજેદાર કેમિયો છે.

વધુ વાંચો: આ પાંચ વસ્તુઓને આયુર્વેદમાં કહેવામાં આવે છે 'અમૃત', 60ની ઉંમરે પણ નહીં આવે વૃદ્ધાવસ્થા

સ્ટોરીમાં એક પાત્રની સેક્સુઆલિટી પણ મેસેજ આપી રહી છે. જેમાં મેચ્યોરિટીની સાથે તે ફિલ્મ ટ્રીટ કરે છે. ફિલ્મમાં મિસઅંડરસ્ટેન્ડિંગના કારણે પહેલા એક સ્ટ્રેટ પાત્રને ગે સમજવામાં આવે છે. પરંતુ જ્યારે હકીકતનો ખુલાસો થાય છે તો બધા ચોંકી ઉઠે છે. ઓવર ઓલ આ લાંબા વીકેન્ટમાં પરિવારની સાથે કે મિત્રોની સાથે સારો સમય પસાર કરવા માટે ખેલ ખેલ મેં ફિલ્મ જોવા માટે તમે જઈ શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Taapsee Pannu Akshay Kumar Khel Khel Mein Review
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ