બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / આ પાંચ વસ્તુઓને આયુર્વેદમાં કહેવામાં આવે છે 'અમૃત', 60ની ઉંમરે પણ નહીં આવે વૃદ્ધાવસ્થા
7 ફોટો ગેલેરી
Last Updated: 11:51 AM, 15 August 2024
1/7
આયુર્વેદમાં હંમેશા દવાઓ પર નહીં પરંતુ સારા ભોજન અને લાઈફસ્ટાઈલ પર ભાર આપવામાં આવ્યો છે. આયુર્વેદ અનુસાર આપણું ભોજન જ દવાઓ જેવું હોવુ જોઈએ જેથી કોઈ પણ રોગ આપણી આસપાસ પણ ન ભટકી શકે. આયુર્વેદના ગ્રંથોમાં એવા ઘણા ભોજનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે નિયમિત રીતે ખાવા પર આપણું સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે અને ઉંમર પણ લાંબી થાય છે.
2/7
તેમાંથી અમુક ખાસને અમૃત જણાવવામાં આવી છે. એવું એટલા માટે કારણ કે આયુર્વેદના અનુસાર આ બધું આપણા શરીરનો પિત્ત, વાયુ અને કફ દોષને બેલેન્સ કરે છે. તેના સેવનથી આપણું શરીર નિરોગી તો થાય છે સાથે જ ઉંમર પણ લાંબી થાય છે. તો આપવો જાણીએ તે ભોજનની વસ્તુઓ વિશે.
3/7
હળદર દરેક ભારતીય રસોડાનો ભાગ છે. આયુર્વેદ અનુસાર તેને પણ અમૃતનો દરજ્જો આપવામાં આવ્યો છે. આયુર્વેદ અનુસાર આ આપણા શરીરના ત્રણ દોષોને બેલેન્સ કરવાનું કામ કરે છે. સાથે જ પોતાની એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણોના કારણે શરીરને નિરોગી અને સ્વસ્થ્ય રાખે છે. મોર્ડન સાયન્સમાં હળદરના ગુણો પણ ઘણા રિસર્ચ થયા છે. જ્યાં તેના ઠગલા બંધ ફાયદા હોય છે.
4/7
આમળામાં ભરપૂર પ્રમાણમાં વિટામીન સી અને એન્ટી ઓક્સીડેન્ટ્સ પ્રોપર્ટીઝ મળી આવે છે. આ શરીરની ઈમ્યુનિટી વધારે છે અને આપણી ઓરઓલ હેલ્થને સ્વસ્થ્ય રાખે છે. રોજ આમળાનો જ્યુસ પીવાથી કે સલાડના રૂપમાં એક આંમળું ખાવાથી મોટામાં મોટી બીમારી આપણાથી દૂર રહે છે. ખરાબ લાઈફસ્ટાઈલના કારણે થતી શુગર, બીપી અને સ્થૂળતાથી પરેશાની થવાનો ખતરો પણ ઓછો થઈ જાય છે.
5/7
ઘર ઘરમાં પૂજાતી તુલસીના છોડ પણ આયુર્વેદની નજરમાં અમૃત સમાન છે. આજકાલની લાઈફસ્ટાઈલમાં એન્ઝાઈટી અને સ્ટ્રેસ જેવી વસ્તુઓ ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. આયુર્વેદની માનીએ તો તુલસીનું સેવન આ સમસ્યાથી છુટકારો મેળવવાની સૌથી સારી રીત છે. તેના ઉપરાંત પણ તુલસીના ઢગલાબંધ ફાયદા છે. ઈમ્યુનિટીને વધારવી હોય કે ઓવરઓલ હેલ્થને સારી બનાવવી હોય. તુલસીનું સૌથી સારૂ સેવન કરવાની રીત છે રોજ એક કપ તુલસીના પાનની ચા પીવી.
6/7
ઘરના વૃદ્ધો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે આજે પણ ગિલોયનો ઉપયોગ કરે છે. આ આપણા શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. તેની સાથે જ લીવર, પાચન સમસ્યા અને બોડીની ઓવરઓલ હેલ્થને ઈમ્રપૂવ કરે છે. આયુર્વેદમાં તેના પાન અને મૂળનો ઉકાળો બનાવીને પીવાનો ઉલ્લેખ છે. રોજ આ ઉકાળાને પીવાથી શરીર બિલકુલ સ્વસ્થ્ય રહે છે.
7/7
આયુર્વેદમાં ગાયના શુદ્ધ દેશી ઘીને અમૃત સમાન માનવામાં આવે છે. રોજ જો એક ચમચી પણ શુદ્ધ ઘી ખાવામાં આવે તો શરીરને તેના ઘણા ફાયદા મળે છે. આ આપણા મગજ, પાચન, ઈમ્યુનિટી અને શરીરેન સંપૂર્ણ રીતે હેલ્ધી રાખવા માટે ફાયદાકારક હોય છે. ફક્ત ભોજન જ નહીં પરંતુ આયુર્વેદમાં તેનો ઉપયોગ પણ ઘણી રીતે જણાવવામાં આવ્યા છે. ડ્રાય સ્કીન માટે તે એક સારૂ મોઈશ્ચરાઈઝર માનવામાં આવે છે. તેમ જ વાળના ગ્રોથ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ