બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / તમારા કામનું / આ તારીખે લોન્ચ થશે Vivo X300E 5G, પ્રીમિયમ ડિઝાઇન અને પાવરફુલ કેમેરા સાથે મચાવશે ધૂમ

photo-story

6 ફોટો ગેલેરી

ટેક / આ તારીખે લોન્ચ થશે Vivo X300E 5G, પ્રીમિયમ ડિઝાઇન અને પાવરફુલ કેમેરા સાથે મચાવશે ધૂમ

Last Updated: 11:45 AM, 21 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Tech News: વીવો ઇંન્ડિયાએ તેની ફ્લેગશિપ 'X300' સીરીઝ હેઠળ ભારતમાં ચાર ફોન લોન્ચ કરી દીધા છે. Vivo X300, X300 FE, X300 Pro અને X300 Ultra. આ સ્માર્ટફોન પછી કંપની હવે આ જ સીરીઝમાં બીજું એક નવું મોડેલ Vivo X300e લઇને આવી રહી છે. બ્રાન્ડે જાહેરાત કરી છે કે Vivo X300e 27 જુલાઈએ ચીનમાં લોન્ચ કરવામાં આવશે.

1/6

photoStories-logo

1. Vivo X300e લોન્ચ વિગતો

Vivo X300e 27 જુલાઈએ લોન્ચ કરવામાં આવશે. આ દિવસે કંપની ચીનમાં એક મોટા કાર્યક્રમનું આયોજન કરશે, જ્યાં મંચ પરથી નવા X300 સીરીજના ફોનને લોન્ચ કરવામાં આવશે. આ ફોન ચીનમાં ફક્ત 1 યુઆન એટલે કે ફક્ત 15 રૂપિયામાં પ્રી-ઓર્ડર કરી શકાય છે. Vivo એ સત્તાવાર રીતે પુષ્ટિ આપી છે કે X300e 5G બ્લેક, વ્હાઇટ અને ઓરેન્જ રંગના શેડ્સમાં ઉપલબ્ધ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ડિઝાઇન

Vivo X300E નો લુક અને ડિઝાઇન ભારતીય બજારમાં ઉપલબ્ધ આ શ્રેણીના અન્ય તમામ સ્માર્ટફોન મોડેલોથી અલગ છે. તેના બેક પેનલમાં ચોરસ આકારનો રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં ત્રણ કેમેરા લેન્સ અને ફ્લેશ છે, સાથે Zeiss બ્રાન્ડિંગ પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. Vivo X300E સ્પેસિફિકેશન્સ

કંપનીએ Vivo X300E ના ફીચર્સ અને વિશિષ્ટતાઓ વિશે વિગતો આપી નથી, પરંતુ લીક્સ સૂચવે છે કે તે Qualcomm Snapdragon 8 Gen 5 ચિપસેટ દ્વારા સંચાલિત થઈ શકે છે. આ એક ઓક્ટા-કોર પ્રોસેસર છે જે 3-નેનોમીટર ફેબ્રિકેશન પર બનેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બેટરી પાવરફૂલ

લીક્સ અનુસાર આ આગામી Vivo 5G ફોન પાવર બેકઅપ માટે 7015mAh બેટરી સાથે લોન્ચ થઈ શકે છે. તે ઝડપી ચાર્જિંગ માટે 90W ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરી શકે છે. એવી પણ અપેક્ષા છે કે આ ફોન વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી ધરાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ

ફોટોગ્રાફી માટે Vivo X300E માં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે, જે સત્તાવાર ફોટા દ્વારા પુષ્ટિ થયેલ છે. જો લીક્સ પર વિશ્વાસ કરવામાં આવે તો આ કેમેરા મોડ્યુલમાં 50-મેગાપિક્સલનો મુખ્ય સેન્સર, 50-મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ અને 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ શામેલ હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. OLED પેનલ

Vivo X300E 5G ફોન 6.59-ઇંચ 1.5K ડિસ્પ્લે સાથે લોન્ચ થઈ શકે છે. એવું કહેવાય છે કે તેમાં OLED પેનલ પર બનેલી ફ્લેટ-સરફેસ પંચ-હોલ સ્ક્રીન છે અને 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. તેમાં અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર પણ હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

vivo Tech News Vivo X300e
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ