બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Strange incident on Tithal Road in Valsad: Two people died within half an hour of each other

જીવલેણ હાર્ટ એટેક! / વલસાડના તિથલ રોડ પર વિચિત્ર બનાવ: અડધા જ કલાકના અંતરે બે લોકો મોતને ભેટ્યાં, કારણ હાર્ટ એટેક

Priyakant

Last Updated: 10:51 AM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Valsad Latest News: વલસાડના તિથલ રોડ એક જ દિવસમાં એક રોડ ઉપર બે લોકોના હાર્ટ એટેકથી ગણતરીની મિનિટોમાં નિધન, ઘરેથી નોકરી જવા નીકળ્યા અને મળ્યું મોત

  • વલસાડના તિથલ રોડ પર એક જ દિવસમાં 2 લોકોના હાર્ટ એટેકથી મોત 
  • ઘરેથી નોકરી જતાં 51 વર્ષીય વ્યક્તિનું તિથલ રોડ પર હાર્ટએટેકથી મોત 
  • આ ઘટનાના 500 મીટર દૂર RTOના કર્મચારીનું પણ હાર્ટ એટેક આવતા મોત 

Valsad News : રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. આ બધાની વચ્ચે વલસાડમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, વલસાડમાં એક જ દિવસે બે વ્યક્તિના હાર્ટ એટેકના કારણે મોત થયા છે. વલસાડના તિથલ રોડ એક જ દિવસમાં એક રોડ ઉપર બે લોકોના હાર્ટ એટેકથી ગણતરીની મિનિટોમાં નિધન થયા છે. જેમાં 51 વર્ષીય વ્યક્તિ ઘરેથી નોકરી જવા નીકળ્યા ત્યારે તિથલ રોડ પર હાર્ટ એટેકથી નિધન થયું તો આ જ રસ્તા પર ગણતરીની મિનિટોમાં એક RTO કર્મચારીને પણ હાર્ટ એટેક આવતા મોત થયું છે.

વલસાડના તિથલ રોડ ઉપર એક જ દિવસમાં અને એક જ રોડ પર એટલે કે  તિથલ રોડ પર બે લોકોના હાર્ટ એટેકથી નિધન થયા છે. પ્રથમ બનાવમાં વલસાડના તિથલ રોડ પર ર ચાલતા જતા 51 વર્ષીય રાજેશ સિંઘ નામના વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ મૃતક ચાલતા ચાલતા ઘરથી નોકરીએ જવા નીકળ્યા હતા. જોકે હાર્ટ એટેક આવતા જ તેઓ રસ્તા પર ઢળી પડતા સ્થાનિકોએ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે હોસ્પિટલમાં હાજર તબીબે રાજેશ સિંઘને મૃત જાહેર કર્યા હતા.

વધુ વાંચો: ધો.3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર, ફટાફટ આ સમય-તારીખ નોટ કરી લો

તિથલ રોડ ઉપર જ હાર્ટ એટેકનો બીજો બનાવ
વલસાડના તિથલ રોડ ઉપર હાર્ટ એટેકના બીજો બનાવ સામે આવ્યો છે. જેમાં તિથલ રોડના 500 મીટરના અંતરે જ અડધા કલાકમાં બીજો બનાવ સામે આવ્યો છે. વિગતો મુજબ વલસાડ RTOના કર્મચારી ત્રીસ વર્ષીય જીમિત રાવલનું એટેક આવતા મોત થયું છે. તિથલ રોડ પર તેમને હાર્ટ એટેક આવતા તાત્કાલિક સારવાર અર્થે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે કસ્તુરબા હોસ્પિટલ દ્વારા મૃત જાહેર કરાયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ