બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / St. 3rd to 8th second semester exam time table announced

ગાંધીનગર / ધો.3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર, ફટાફટ આ સમય-તારીખ નોટ કરી લો

Priyakant

Last Updated: 08:35 AM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Exam Latest News: રાજ્યમાં એકસૂત્રતા રહે તે માટે સમાન સમયપત્રક કરાયું તૈયાર, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓએ સમાન સમયપત્રકનો અમલ થશે, સમયપત્રક જાહેર કરેલ તારીખો પ્રમાણે કામગીરી કરાશે

  • રાજ્ય કક્ષાએથી દ્વિતીય સત્રાંત પરીક્ષાની તારીખોની જાહેર
  • ધોરણ 3 થી 8 માટેની દ્વિતીય સત્રાંત પરીક્ષાની તારીખોની જાહેરાત
  • 4 થી 23 એપ્રિલ 2024 સુધી દ્વિતીય સત્રાંત પરીક્ષા યોજવાની રહેશે
  • રાજ્યમાં એકસૂત્રતા રહે તે માટે સમાન સમયપત્રક કરાયું તૈયાર

Gujarat Exam : આપણે ત્યાં એપ્રિલ મહિનામાં પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ તરફ હવે રાજ્ય કક્ષાએથી દ્વિતીય સત્રાંત પરીક્ષાની તારીખોની જાહેર કરવામાં આવી છે. ધોરણ 3થી 8 માટેની દ્વિતીય સત્રાંત પરીક્ષા 4 થી 23 એપ્રિલ 2024 સુધી યોજાશે. આ તરફ રાજ્યમાં એકસૂત્રતા રહે તે માટે સમાન સમયપત્રક તૈયાર કરાયું છે. જેમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓએ સમાન સમયપત્રકનો અમલ થશે. આ સાથે સમયપત્રક જાહેર કરેલ તારીખો પ્રમાણે કામગીરી કરાશે. આ સાથે જો કોઈ જિલ્લાઓ દ્વારા રજા જાહેર કરાઈ હોય તો રજા રદ કરવી પડશે. 

ક્રમ તારીખ વાર ધોરણ વિષય સમય ગુણ
1 4-4-2024 ગુરુવાર 3 થી 5 ગુજરાતી (પ્રથમ ભાષા/દ્વિતીય ભાષા) 8 થી 10 40
2 5-4-2024 શુક્રવાર 3 થી 5 ગણિત 8 થી 10 40
3 6-4-2024 શનીવાર 3 થી 5 પર્યાવરણ 8 થી 10 40
4 8-4-2024 સોમવાર 3 થી 5
4 થી 5
હિંદી (પ્રથમ ભાષા)
હિંદી (દ્વિતીય ભાષા)
8 થી 10 40
5 9-4-2024 મંગળવાર 3 થી 5
4 થી 5
અંગ્રેજી (પ્રથમ ભાષા)
અંગ્રેજી (દ્વિતીય ભાષા)
8 થી 10 40
6 12-4-2024 શુક્રવાર 3 થી 5 મરાઠી/ઉડીયા/તેલુગુ/તમીલ/ઉર્દુ (પ્રથમ ભાષા) 8 થી 10 40
7 13-4-2024 શનીવાર 6 થી 8 ગુજરાતી (પ્રથમ ભાષા/દ્વિતીય ભાષા) 8 થી 11 80
8 15-4-2024 સોમવાર 6 થી 8 ગણિત 8 થી 11 80
9 16-4-2024 મંગળવાર 6 થી 8 હિંદી (પ્રથમ ભાષા/દ્વિતીય ભાષા) 8 થી 11 80
10 18-4-2024 ગુરુવાર 6 થી 8 વિજ્ઞાન 8 થી 11 80
11 19-4-2024 શુક્રવાર 6 થી 8 અંગ્રેજી (પ્રથમ ભાષા/દ્વિતીય ભાષા) 8 થી 11 80
12 20-4-2024 શનીવાર 6 થી 8 સામાજિક વિજ્ઞાન 8 થી 11 80
13 22-4-2024 સોમવાર 6 થી 8 સંસ્કૃત 8 થી 11 80
14 23-4-2024 મંગળવાર 6 થી 8 મરાઠી/ઉડીયા/તેલુગુ/તમીલ/ઉર્દુ (પ્રથમ ભાષા) 8 થી 11 80

 

રાજ્યમાં 4 થી 23 એપ્રિલ 2024 દ્વિતીય સત્રાંત પરીક્ષામાં ધોરણ 3 અને 4ના વિદ્યાથીઓએ પેપરમાં જ જવાબ લખવાના રહેશે તો ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓએ અલગ ઉત્તરવહીમાં જવાબ લખવાના રહેશે. આ સાથે ધોરણ 5 થી 8માં ફેલ થનાર વિદ્યાર્થીઓની 2 મહિનામાં ફરી પરીક્ષા યોજવાની રહેશે. મહત્વનું છે કે, GCERT દ્વારા ગુજરાતની પ્રાથમિક શાળાઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનુ ટાઇમ ટેબલ જાહેર કરવામા આવ્યુ છે. 

વધુ વાંચો: મહાદેવ હર..ગુજરાતમાં આવેલી છે સહદેવે મોક્ષ અપાવ્યો હતો તે જગ્યા, અહીંનું શિવલિંગ હતું અપૂજ

વેકેશન કયારથી પડશે ? 
શાળાના વિદ્યાર્થીઓ મોટા ભાગે ઉનાળુ વેકેશનની કાગડોળે રાહ જોતા હોય છે. આપણે ત્યાંન પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષા બાદ પરિણામ જાહેર કરવામા આવે છે અને ત્યારબાદ 35 દિવસ માટે ઉનાળુ વેકેશન પડતુ હોય છે. જોકે હવે આ વર્ષે 6 મે 2024 થી ઉનાળુ વેકેશન પડે તેવી શકયતાઓ છે. પણ ઉનાળુ વેકેશનની તારીખ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ