બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / story what is vishwakarma kaushal samman yojana pm modi speech independence day

મોટું એલાન / વિશ્વકર્મા દિવસ પર ખાસ યોજના લૉન્ચ કરશે PM મોદી, લાલ કિલ્લાથી કર્યું મોટું એલાન, જુઓ કોને મળશે લાભ

Malay

Last Updated: 09:33 AM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Independence Day: PM મોદીએ 77માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું. આ દરમિયાન તેઓએ કહ્યું કે, અમે આવતા મહિને વિશ્વકર્મા જયંતિ પર પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના શરૂ કરીશું.

  • 77માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સર્વત્ર ઉજવણીનો માહોલ
  • PM મોદીએ 10મી વખત લાલ કિલ્લા પરથી ફરકાવ્યો તિરંગો 
  • PM મોદીએ વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી
  • વિશ્વકર્મા જયંતિ પર વિશ્વકર્મા યોજના શરૂ કરીશું: PM મોદી

77th Independence Day: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશવાસીઓને 'વિશ્વકર્મા યોજના' શરૂ કરવાનું વચન આપ્યું છે. 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યા બાદ કહ્યું કે, આવતા મહિનાથી આ યોજના લાગુ કરવામાં આવશે, જેની શરૂઆત 15,000 કરોડ રૂપિયાથી થશે. આ યોજના હેઠળ કારીગરો અને નાના ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોને મદદ કરવામાં આવશે.

સામાન્ય બજેટમાં પણ કરાઈ હતી વાત 
સ્વતંત્રતા દિવસ પર દેશની જનતાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ વિશ્વકર્મા યોજના વિશે વાત કરી. ખાસ વાત એ છે કે વર્ષ 2023ના સામાન્ય બજેટમાં પણ સરકારે વિશ્વકર્મા યોજનાની વાત કરી હતી. તે દરમિયાન પણ PM મોદીએ આ યોજનાની ઘણી પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આ યોજના નાના કારીગરોને MSME વિશે જાણવા અને તેની સાથે જોડવામાં મદદ કરશે.

વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના શું છે?
આ સામાન્ય બજેટ દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ યોજનાની ઘોષણા કરી હતી. આ યોજના અંતર્ગત માત્ર નાણાકીય સહાય જ નહીં આપવામાં આવે, પરંતુ તાલીમ, આધુનિક ટેક્નોલોજીની જાણકારી અને ગ્રીન ટેક્નોલોજી, બ્રાન્ડનું પ્રમોશન, સ્થાનિક અને વૈશ્વિક બજારો સાથે જોડાણ, ડિજિટલ પેમેન્ટ અને સામાજિક સુરક્ષાનો પણ સમાવેશ થાય છે.

PM મોદીએ વેબિનારમાં આપ્યું હતું સંબોધન
ગત માર્ચ મહિનામાં પીએમ મોદીએ 'પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન' વિષય પર વેબિનારને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ આ યોજનાની જરૂરિયાત અને ‘વિશ્વકર્મા’ નામના તર્કને સમજાવતા કહ્યું હતું કે, ભારતના લોકતંત્રમાં ભગવાન વિશ્વકર્માના ઉચ્ચ દરજ્જા અને ઓજારોની મદદથી હાથ વડે કામ કરનારાઓ માટે આદરની સમૃદ્ધ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે.

'સ્થાનિક હસ્તકળાના ઉત્પાદનમાં નાના કારીગરો ભજવે છે મહત્વની ભૂમિકા'
તેઓએ જણાવ્યું હતું કે, એક સમયે જ્યારે અમુક ક્ષેત્રોના થોડાક કારીગરો પર થોડું ધ્યાન આપવામાં આવતું હતું, ત્યારે કારીગરોનો ઘણો વર્ગ જેમ કે સુથાર, લોખંડ, શિલ્પકાર, ચણતર કરનારાઓ અને અન્ય ઘણા લોકો કે જેઓ ખરેખરમાં સમાજનો અભિન્ન હિસ્સો છે તેઓ સમાજની જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય તેના માટે બદલાતા સમય સાથે અનુકૂલન કરી રહ્યા છે પરંતુ તેમની અવગણના કરવામાં આવી હતી. સ્થાનિક હસ્તકળાના ઉત્પાદનમાં નાના કારીગરો ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પીએમ વિશ્વકર્મા યોજનામાં તેમને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 

પીએમ વિશ્વકર્મા યોજનાથી કારીગરોને થશે ઘણો ફાયદો
PM મોદીએ આગળ જણાવ્યું હતું કે, પીએમ સ્વનિધિ યોજના દ્વારા શેરી પરના ફેરિયાઓને મળી રહેલા લાભોની જેમ જ પીએમ વિશ્વકર્મા યોજનાથી પણ કારીગરોને ઘણો ફાયદો થશે. સરકાર દેશના દરેક વિશ્વકર્માને સર્વગ્રાહી સંસ્થાકીય સહકાર આપશે. આના કારણે સરળતાથી લોનની પ્રાપ્તિ, કૌશલ્ય, ટેકનિકલ સમર્થન, ડિજિટલ સશક્તિકરણ, બ્રાન્ડ પ્રમોશન, માર્કેટિંગ અને કાચા માલની ઉપલબ્ધતા સુનિશ્ચિત થઇ શકશે. તેમણે આગળ કહ્યું હતું કે, "આ યોજનાનો ઉદ્દેશ્ય પરંપરાગત કારીગરો અને હસ્તકલાકારોનો વિકાસ કરવાનો કરવાનો છે અને તેમની સમૃદ્ધ પરંપરાને જાળવી રાખવાનો છે". પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અમારો ઉદ્દેશ્ય એ છે કે આજના વિશ્વકર્મા આવતીકાલના ઉદ્યોગસાહસિક બની શકે. આના માટે તેમના વ્યવસાય મોડેલમાં ટકાઉપણું હોય તે આવશ્યક બાબત છે”.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ