ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / story-sachin-tendulkar-discharged-from-hospital-after-recovering-from-covid19

કોવિડ 19 / સચિન તેંડુલકરને હોસ્પિટલમાંથી કરાયા ડિસ્ચાર્જ, 27 માર્ચે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

Published By: Nirav

Last Updated: 08:02 PM, 8 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સચિન તેંડુલકરને ગુરુવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા, મહત્વનું છે કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

  • સચિન તેંડુલકરને હોસ્પિટલમાંથી રજા અપાઈ 
  • કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા દાખલ કરવામાં આવ્યા હતા 
  • સચિને હોસ્પિટલ કર્મીઓ અને શુભેચ્છકોનો આભાર માન્યો હતો 

ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાનારા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તે 27 માર્ચે કોવિડ -19 પોઝિટિવ થયા હતા. આ પછી, તેમને 2 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

સચિન ઘરે જ આઇસોલેટ થશે 

હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી, તે થોડા દિવસો માટે ઘરમાં જ આઇસોલેટ રહેશે. સચિન તાજેતરમાં રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ઈન્ડિયા લિજેન્ડ્સની કપ્તાન કરતા જોવા મળ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ભારત લેજન્ડ્સ તરફથી રમનારા સચિન સહિત ચાર ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી સચિને ટ્વિટ કર્યું હતું કે હું હમણાં જ હોસ્પિટલથી ઘરે પાછો ફર્યો છું અને થોડા દિવસો માટે ઘરે કવોરંટાઈન રહીશ. આરામ કરીશ. હું શુભેચ્છાઓ માટે આપ સૌનો આભાર માનું છું. હું તમામ તબીબી કર્મચારીઓનો ઋણી છું અને તેઓ એક વર્ષથી વધુ સમયથી એકસરખી મહેનતની સાથે મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે.

સચિને ટ્વિટ કરીને માહિતી આપી હતી 

કોવિડ -19 ટેસ્ટમાં સચિન ઉપરાંત એસ બદ્રીનાથ, યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણ પણ પોઝિટિવ આવ્યા હતા. રાયપુરમાં રમાયેલી આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે સચિનની કપ્તાની હેઠળ જીત મેળવી હતી. સચિને તેની હોસ્પિટલમાં દાખલ થવાની માહિતી અંગે પણ ટ્વિટ કરી હતી. સચિને ટ્વિટ કરીને લખ્યું કે તમારી ઇચ્છાઓ અને પ્રાર્થના બદલ આભાર. તબીબી સલાહ હેઠળ સાવચેતી તરીકે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હું આશા રાખું છું કે થોડા દિવસોમાં ઘરે પરત ફરીશ. તમારી સંભાળ રાખો અને સલામત રહો. 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Positvie Hospital Discharge Sachin Tendulkar covid 19 સચિન તેંડુલકર covid 19

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ