બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / Stone pelting Cheti judges: Action taken against Ramnavami attack accused in Vadodara

મોટી કાર્યવાહી / પથ્થરમારો કરનારા ચેતી જજો: વડોદરામાં રામનવમીએ હુમલો કરનારા આરોપીઓ વિરૂદ્ધ લેવાયા એક્શન

Priyakant

Last Updated: 09:09 AM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: 3 આરોપી વિરૂદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી તેમણે અમદાવાદ, મહેસાણા અને પાલનપુર જેલમાં મોકલવામાં આવ્યાં

  • વડોદરામાં રામનવમીની રથયાત્રા પર હુમલો મામલો 
  • હુમલો કરનારા આરોપીઓ સામે કાર્યવાહી
  • તમામ આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી
  • રામનવમી નિમિતે કરાયો હતો હુમલો

વડોદરામાં રામનવમીની રથયાત્રા પર હુમલો કરનારા સામે સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, રામનવમી નિમિતે હુમલો કરનારા તમામ આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ત્રણ આરોપી વિરૂદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેને લઈ મેડિકલ તપાસ કરાવ્યા બાદ આરોપીઓને જેલ હવાલે કરાયા છે. 

આ વર્ષે વડોદરામાં રામનવમીની રથયાત્રા પર પથ્થરમાંરાની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો હતો. જે બાદમાં પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ તરફ હવે આ તમામ આરોપીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિગતો મુજબ 3 આરોપી વિરૂદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી તેમણે અમદાવાદ, મહેસાણા અને પાલનપુર જેલમાં મોકલવામાં આવ્યાં છે.

રામનવમીએ તોફાન કરનાર ઇસમો પાસા હેઠળ જેલમાં
વડોદરા શહેરમાં રામનવમી રથયાત્રાએ તોફાન કરનાર આરોપીઓને પાસા હેઠળ કાર્યવાહી કરાઇ છે. ત્રણ આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન એક આરોપીએ હાથ પર બ્લેડ મારી દેતા લોકોના ટોળા એકત્રિત થયા હતા. આ તરફ રાત્રિ દરમ્યાન સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો. જે બાદમાં આરોપીઓને મેડિકલ તપાસ કરાવી જેલમાં મોકલવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, આરોપીઓને અમદાવાદ, મહેસાણા અને પાલનપુર જેલમાં મોકલવામાં આવ્યા છે. આ તરફ ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસ રવાના થઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ