બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / ભાવનગર / Stone pelting between two different communities in Bhavnagar

બબાલ / કુંભારવાડા બાદ હવે ભાવનગરના કરચલીયા પરા વિસ્તારમાં નજીવી બાબતે બોલાચાલી થતા તોડફોડ, એક ઈજાગ્રસ્ત

Kishor

Last Updated: 09:42 AM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરના કુંભારવાડા બાદ હવે શહેરના કરચલીયા પરા વિસ્તારમાં લીમડીવાળી રોડ પાસે પથ્થરમારાની ઘટના સામે આવી હતી. જેમાં એક વ્યક્તિને ઇજા થઈ છે.

  • ભાવનગરમાં બે અલગ-અલગ સમુદાય વચ્ચે પથ્થરમારો
  • શહેરના કરચલીયા પરા વિસ્તારમાં લીમડીવાળી રોડ પાસેની ઘટના
  • નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી થતા ગાડીમાં તોડફોડ કરવામાં આવી
  • બે સમુદાયના લોકો સામસામે આવી જઈ પથ્થરમારો કર્યો

પોલીસની કડક કામગીરીના દાવા વચ્ચે ભાવનગર શહેરમાં પોલીસના અસ્તિત્વ સામે સવાલ ઉઠાવતી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. બે દિવસ પહેલા કુંભારવાડામાં અથડામણની ઘટના સામે આવી હતી. ફટાકડા ફોડવા જેવી નજીક બાબતે જૂથ અથડામણ થતા ગોપાલ ચુડાસમા નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. તેવામાં કુંભારવાડા બાદ હવે શહેરના કરચલીયા પરા વિસ્તારમાં લીમડીવાળી રોડ પાસે પથ્થરમારાની ઘટના સામે આવી હતી. જેને લઈને વિસ્તારવાસીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

પથ્થરમારની આ ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય ઇજા
કરચલીયા પરા વિસ્તારમાં બે અલગ અલગ સમુદાય વચ્ચે પથ્થરમારો થયો હતો. પ્રથમ બન્ને સમુદાયમાં નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં વાત વણસી જતા ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી. બે સમુદાયના લોકો સામસામે આવી જતા પથ્થરમારાની ઘટના બની હતી. આ મામલે જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી સમગ્ર સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. પથ્થરમારની આ ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી. જેથી ઇજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

કુંભારવાડા વિસ્તારમાં બે દિવસ પહેલા બની  હતી અથડામણની ઘટના
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં બે દિવસ પહેલા અથડામણની ઘટના સામે આવી હતી. ફટાકડા ફોડવા જેવી નજીક બાબતે બંને જૂથના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વાત વાતમાં મામલો બીચકાતા સામસામે હુમલો થયો હતો. આ અથડામણમા ગોપાલ ચુડાસમા નામના વ્યક્તિને ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક સારવાર એક ખસેડવામાં આવ્યો હતો. જ્યા સારવાર કારગત ન નિવડતા તેનું મોત થયાનું સામે આવ્યું છે. બોરતળાવ પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. તો હત્યારા જ્યા સુધી પોલીસ પકડમાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઈન્કાર કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ