બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Statement of Pradipsinh regarding the celebration of Ganesh Utsav in Gujarat
ADVERTISEMENT
ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગણેશ ઉત્સવમાં ડીજેની મંજૂરી મામલે નિવેદન આપ્યું કે, DJની મંજૂરી અંગે કોર કમિટી બેઠકમાં નિર્ણય કરીશું. ગણેશ ઉત્સવને લઈ ગાઈડલાઈન બહાર પાડી છે.
ADVERTISEMENT
જન્માષ્ટમી તા.30/8/2021 સોમવારે રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાય તે માટે જે 8 મહાનગરોમાં રાત્રિ કરફયૂ અમલમાં છે તે મહાનગરોમાં તા.30 ઓગસ્ટના એક દિવસ પૂરતો રાત્રિ કરફયુ રાત્રિના 1 વાગ્યાથી અમલી કરાશે.
મંદિર પરિસરમાં 200 લોકોને જ મંજૂરી
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, મંદિર પરિસરમાં એક સમયે એક સાથે વધુમાં વધુ 200 લોકોને દર્શન માટે છૂટ આપવામાં આવી છે. મંદિરોમાં દર્શન માટે આવનારા સૌ એ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઇડ લાઇન્સ S.O.P નું પાલન ફરજિયાત પણે કરવાનું રહેશે. આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહીને દર્શન કરવાના રહેશે.
આ સાથે જ મંદિર પરિસરમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો પણ ચુસ્તપણે પાળવાના રહેશે.
મટકી ફોડ ઉત્સવ પર પ્રતિબંધ, શોભાયાત્રા યોજી શકાશે
ADVERTISEMENT
રાજ્યમાં જન્માષ્ટમી પર્વે યોજાતી શોભાયાત્રાની પરંપરા જળવાય તે માટે 200 લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ ઉપર યાત્રાની છૂટ અપાશે. રાજયમાં જન્માષ્ટમીના તહેવારોના લોકમેળા યોજવાની પરવાનગી આપવામાં આવશે નહીં. મટકી ફોડ ઉત્સવને પરવાનગી આપવામાં આવશે નહિ.
ગણેશોત્સવમાં 4 ફૂટની મૂર્તિને જ મંજૂરી
ADVERTISEMENT
CM રૂપાણીએ ગણેશોત્સવનું પર્વ આગામી તા. 9 સપ્ટેમ્બરથી તા.19 સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યમાં ઉજવાવાનું છે તે સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. સાર્વજનિક ગણેશોત્સવમાં ૪ ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં બે ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે.
કોરોનાની ગાઈડલાઈનનું કરવું પડશે પાલન
ADVERTISEMENT
સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સ S.O.P પાલન, ફરજિયાત માસ્ક સાથે લોકો ગણેશ દર્શન કરી શકશે. આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહિ દર્શન કરવાના રહેશે. સાર્વજનિક ગણેશોત્સવ સ્થળોએ માત્ર પૂજા-આરતી અને પ્રસાદ વિતરણની ધાર્મિક વિધિની જ છૂટ આપવામાં આવી છે અન્ય કોઇ જ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહિ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.