બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / statement of Gautam Adani regarding the economy of the country

નિવેદન / 'તો ભારતમાં કોઇ ભૂખ્યું નહીં સૂવે.. જો આપણે..' ભારતની અર્થવ્યવસ્થાને લઇને ગૌતમ અદાણીનું મહત્વનું નિવેદન

Khyati

Last Updated: 12:00 PM, 22 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ગુરુવારે કહ્યું કે જો ભારત વર્ષ 2050 સુધીમાં 30,000 અબજ ડોલરની અર્થવ્યવસ્થા બની જશે, તો દેશમાં કોઈ ભૂખ્યું નહીં સૂવે.

ભારતની અર્થ વ્યવસ્થાને લઇને મહત્વનું નિવેદન
ગૌતમ અદાણીએ આપ્યુ મહત્વનું નિવેદન
' તો દેશમાં કોઇ ભૂખ્યુ નહિ ઉંઘે..'

ભારતની અર્થવ્યવસ્થાને લઇને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મહત્વનું નિવેદન આપ્યું. તેઓએ એક કાર્યક્રમમાં જણાવ્યું કે જો ભારત 2050 સુધી 30 હજાર અરબ ડૉલરની અર્થવ્યવસ્થા બને તો દેશમાં કોઇ ભૂખ્યુ નહી ઉંઘે. તેમણે વધુમાં જણાવ્યું કે “અમે વર્ષ 2050થી લગભગ 10,000 દિવસ દૂર છીએ. આ સમયગાળા દરમિયાન, મને આશા છે કે આપણે આપણી અર્થવ્યવસ્થામાં લગભગ 25 હજાર અબજ ડોલરનો ઉમેરો કરીશું." તેમણે કહ્યું, "તે દરરોજ 2.5 અબજ ડોલર બનાવે છે. તે જ સમયે, હું એ પણ આશા રાખું છું કે આપણે દરેક પ્રકારની ગરીબી પાછળ છોડી દઈશું.

તો 10 હજાર દિવસમાં અર્થવ્યવસ્થા સુધરશે

તેમણે કહ્યું કે જો અર્થવ્યવસ્થા યોજના મુજબ વધે  તો આ 10,000 દિવસોમાં શેરબજારની માર્કેટ મૂડીમાં લગભગ $40 હજાર બિલિયનનો વધારો થશે. જે વર્ષ 2050 સુધીમાં દરરોજ ચાર બિલિયન ડોલર બનાવે છે. અદાણી ગ્રૂપના વડાએ જણાવ્યું હતું કે આ સમયગાળામાં 1.4 અબજ લોકોના જીવનમાં સુધારો કરવો એ કદાચ મેરેથોન જેવું લાગે છે, પરંતુ તે લાંબા ગાળાની સ્પ્રિન્ટ જેવું છે. ગૌતમ અદાણીએ 2021 માં વિશ્વના બે સૌથી ધનાઢ્ય માણસો, એલોન મસ્ક અને જેફ બેઝોસની વધારે  સંપત્તિ  $49 બિલિયન ઉમેર્યા છે અને તેઓનું માનવું છે કે એક રાષ્ટ્ર તરીકે આપણે તે માત્ર 10,000 દિવસમાં કરી શકીએ છીએ.

ગરીબી રિપોર્ટમાં શું ?

 તો વિશ્વ બેંકે દેશમાં ગરીબી અંગે પોતાના તાજેતરના રિપોર્ટમાં જણાવ્યું કે ભારતમાં 2011 અને 2019 વચ્ચે અત્યંત ગરીબીમાં 12.3 ટકાનો ભારે ઘટાડો જોવા મળ્યો છે. 2011માં 22.5 ટકાથી 2019માં 10.2 ટકા થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ