બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / Statement by AIATF President MS Beatasingh in Rajkot

વિવાદ / 'રાષ્ટ્ર પહેલા, ખાલિસ્તાન ન બન્યું છે ન બનશે' કેનેડા સરકાર પર રાજકોટથી AIATFના અધ્યક્ષ બીટાસિંગનું મોટું નિવેદન

Dinesh

Last Updated: 10:27 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડા સરકારના ખાલિસ્તાન તરફના જુકાવને લઈ બીટાસિંગએ જણાવ્યું કે, ભારતે કેનેડાના રાજદૂતને દેશ છોડવાનું કહી દીધું છે, ભારતે કેનેડા સામે યોગ્ય નિર્ણય લીધો છે

  • AIATFના અધ્યક્ષ એમ એસ બીટાસિંગનું નિવેદન
  • 'ત્રિરંગાનું અપમાન થાય ત્યારે અમને ખૂબ જ દુઃખ થાય છે'
  • 'ભારતે કેનેડાના રાજદૂત ને દેશ છોડવાનું કહી દીધું છે' 

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ ચરમસીમા પર છે. ત્યારે આ મુદ્દે AIATFના અધ્યક્ષ એમ. એસ બીટાસિંગનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કેનેડા ખાલીસ્તાનને લઈને નહીં સુધરે તો જોઈ લેઈશું. ત્રિરંગાનું અપમાન થાય ત્યારે અમને ખૂબ જ દુઃખ થાય છે.

'ભારતે કેનેડા સામે યોગ્ય નિર્ણય લીધો'
કેનેડા સરકારના ખાલિસ્તાન તરફના જુકાવને લઈ બીટાસિંગએ જણાવ્યું કે, ભારતે કેનેડાના રાજદૂતને દેશ છોડવાનું કહી દીધું છે. રાષ્ટ્ર પહેલા, ખાલિસ્તાન ન ક્યારે બન્યું છે અને ન ક્યારે બનશે. ભારતે કેનેડા સામે યોગ્ય નિર્ણય લીધો છે

'આજે ચાઇના આપણાથી થરથર કાપે છે'
તેમણે ઉમેર્યું કે, આજે ચાઇના આપણાથી થરથર કાપે છે અને પાકિસ્તાનને ચાઇના હાથો બનાવે છે. પાકિસ્તાન આવી હરકતો કર્યા જ કરે છે. કેનેડા ખાલીસ્તાનને લઈને નહીં સુધરે તો જોઈ લેઈશું. ગુજરાતમાં ડ્રગ્સ આવે છે પણ પકડાઇ જાય છે તે સારી વાત છે. ગુજરાતના લોકો પોલીસ અને સુરક્ષાદળોને ખૂબ જ સહકાર આપે છે આવું પંજાબમાં નથી. 

સમગ્ર મામલો

ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની જુનમાં થયેલી હત્યા મામલે ભારત અને કેનેડાના સંબંધો ખૂબ બગડ્યાં છે. કેનેડાના પીએમ જસ્ટીન ટ્રૂડોએ ભારત પર ગંભીર આરોપ લગાવીને આ વિવાદની શરુઆત કરી હતી. ટ્રૂડોએ કેનેડાની સંસદમાં કહ્યું હતું કે અમને અમારી ગુપ્તચર એજન્સીઓએ ઈનપુટ આપ્યાં છે કે હરદીપ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. કદાચ પહેલી વાર કોઈ દેશે સીધી રીતે ભારત પર હત્યાનો આવો ગંભીર આરોપ લગાવ્યો. તેમણે કહ્યું હતું કે અમારી જમીન પર અમારા નાગરિકની હત્યામાં કોઈ વિદેશી સરકારની સંડોવણી સાંખી નહીં લઈએ. બસ ટ્રૂડોના આવા આરોપ બાદ બન્ને વચ્ચે સંબંધો ખરાબ થવા લાગ્યાં.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ