બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / State-level celebrations were held at Valsad on Independence Day

સ્વતંત્રતા દિવસ 2023 / 5G ગુજરાત, બિપોરજોય વાવાઝોડાથી લઈને ડ્રગ્સ સામે ઝુંબેશ સુધી: CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યજોગ સંબોધનમાં જુઓ શું કહ્યું

Malay

Last Updated: 11:29 AM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Independence Day 2023: આજે સ્વતંત્રતા દિવસ પર રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે કરવામાં આવી. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે, ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જ્યાં પોતાની સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરાઈ છે. સેમિકન્ડક્ટરનો પ્રથમ પ્લાન્ટ સાણંદમાં આકાર લઈ રહ્યો છે.

  • દેશભરમાં 77માં સ્વતંત્રતા પર્વની ઉજવણી
  • વલસાડ જિલ્લામાં રાજ્ય કક્ષાની ઉજવણી
  • CM ભૂપેન્દ્ર પટેલે વલસાડમાં કર્યુ ધ્વજવંદન

સ્વતંત્રતા દિવસ 2023: આજે દેશભરમાં 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વલસાડ ખાતે રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.  વલસાડ તાલુકાના ધમડાચી ગામે APMC માર્કેટના મેદાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. 

ભારત દેશ વિશ્વની શક્તિશાળી સત્તામાં સ્થાન પામ્યો
ધ્વજવંદન કર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, સમગ્ર દેશ આજે 77મા સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી કરી રહ્યો છે. આઝાદીના સાડા સાત દાયકા પૂરા કરીને આજે ભારત વિશ્વની શક્તિશાળી સત્તાઓમાં સ્થાન પામ્યો છે. આ આઝાદી ભારતરૂપી વટવૃક્ષના મૂળીયા જેમણે પોતાના રક્તથી સિંચ્યા છે એવા નામી-અનામી વીર શહીદોને વંદન કરવાનો પણ આજે દિવસ છે. આઝાદી માટે પોતાનું જીવન ખંપાવી દેનાર સ્વતંત્ર વીરોનું સપનું હતું કે ભારત માતા પરમ વૈભવ પર શિખરે બિરાજે, આઝાદી મળ્યા બાદ આજે તેમનું એ સપનું નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાકર થઈ રહ્યું છે. 

'ગુજરાતે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા લડવૈયા દેશને આપ્યા છે'
સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે વલસાડ ખાતે રાજ્યકક્ષાના સ્વાતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે. વલસાડ એ ભૂમિ છે જેણે ઈરાનથી સંજાણ બંદરે આવેલા પારસીઓને આવકાર્યા હતા. આ પારસી કોમે પણ આઝાદીની લડાઈમાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું છે. આ એ ગુજરાતની ભૂમિ છે જેણે ભારતની આઝાદીના અગ્રીમ લડવૈયા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને દેશને આપ્યા છે. 

PM મોદીએ મારી માટી મારો દેશ અભિયાનનો કરાવ્યો છે પ્રારંભઃ CM ભૂપેન્દ્ર પટેલ
તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતની માટીમાં જન્મેલા અનેક ક્રાંતિ વીરોની યશગાથા અનંત અને અવિરત છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત ભૂમિના રત્નોને શોર્ય, સાહસ અને સંઘર્ષને આદર આપવા માટે  મારી માટી મારો દેશ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. મારી માટી અભિયાન હેઠળ દેશના અઢી લાખ ગામની માટી દિલ્હી પહોંચાડાવમાં આવશે અને ત્યા વીર શહિદોના સ્મારક પાસે અમૃત વાટીકાનું નિર્માણ કરાશે. આ માર્ગ પર ચાલીને આવો આપણે સૌ અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણ માટે યોગદાન આપીએ. 

3 લાખ કરોડનું આપ્યું છે બજેટઃ ભૂપેન્દ્ર પટેલ 
આઝાદીના અમૃતકાળમાં ગુજરાત અગ્રેસર રહે તેવી નેમ સાથે અને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે ગુજરાત સરકારે આ વર્ષે ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રૂપિયા 3 લાખ કરોડનું બજેટ આપ્યું છે. આ બજેટની રચના 5 સ્તંભો પર કરવામાં આવી છે. આવનારા વર્ષોમાં ગુજરાતનો વિકાસ કેવો હશે તેનો રોડમેપ આ બેજટમાં છે. આ બજેટમાં તમામ વર્ગોના હિતોને ધ્યાનમાં રાખીને વિકાસના કાર્યોનું આયોજન આપણે કર્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, બજેટના 5 સ્તંભ તે ગુજરાતના વિકાસના 5 સ્તંભ છે.

સાણંદમાં આકાર લઈ રહ્યો છે સેમિકન્ડક્ટર પ્લાન
તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેણે પોતાની સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી છે, સેમિકન્ડક્ટરનો સૌ પ્રથમ પ્લાન્ટ સાણંદમાં આકાર લઈ રહ્યો છે. સિંચાઈને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે અંદાજે 69.11 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા વિકસાવી છે. CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાને દેશવાસીઓને દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું આહવાન કર્યુ હતું, તેમના આહવાનને ગુજરાતે ઉત્સાહ સાથે જીલી લીધુ છે. અત્યારે રાજ્યમાં 33 જિલ્લામાં 2645 અમૃત સરોવર બની ગયા છે. સિંચાઈને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે અંદાજે 69.11 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા વિકસાવી છે. 

ગુના આચરતા તત્વો સામે કરી કડકહાથે કામગીરીઃ CM
CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સરકારે ગરીબ નાગરિકોને વ્યાજખોરોથી બચાવવા માટે 4 હજાર જેટલા લોક દરબારો યોજ્યા છે. ડ્રગ્સ સામેની ઝુંબેશ હોય કે વ્યાજખોરીથી મુક્તિ હોય રાજ્ય સરકારે ગુનો આચરતા તત્વો સામે કડકહાથે કામગીરી કરી છે. તેઓએ જણાવ્યું કે,  બિપરજોય વાવાઝોડામાં 1 લાખથી વધુ લોકોને સમયસર સલામતરીતે આશયસ્થાનો પર પહોંચાડીને વાવાઝોડાનો મક્કમતા સાથે સામનો કર્યો હતો.

PMએ ગ્રીન ગ્રોથનો આપ્યો છે મંત્રઃ CM ભૂપેન્દ્ર પટેલ 
તેઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગ્રીન ગ્રોથનો મંત્ર આપ્યો છે, ગ્રીન ગ્રોથ અને ગ્રીન ક્લીન એનર્જીની દિશામાં ગુજરાતે વિરાટ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. કચ્છના ખાવડા નજીક 30 ગીગાવોટનો હાઈબ્રિટ રિન્યુબલ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે. પરંપરાગત ઈધણથી ચાલતા વાહનોને બદલે ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે રાજ્યમાં ઈલેક્ટ્રીક વાહન પોલિસી અમલમાં મુકવામાં આવી છે. અત્યારસુધીમાં 85 હજારથી વધુ ઈ વાહન ચાલકોને રૂપિયા 215 કરોડથી વધુ રકમની સબસિડી સરકારે ચુકવી છે. ગુજરાત પહેલાથી જ 4G તો હતું જ ગરવી ગુજરાત હવે ગતિશીલ ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને 5G તરફ આગળ વધુ રહ્યુ છે અને આ પાંચમો G એટલે ગ્રીન ગુજરાત.

 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ