બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / State government may be opne 9th to 11 standerd school

શિક્ષણ / ગુજરાતમાં ક્યારે ખૂલશે શાળાઓ? સંચાલકોના દબાણ સામે જાણો શું છે સરકારનો મૂડ

Ronak

Last Updated: 06:40 PM, 19 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાળા સંચાલકો દ્વારા 9 થી 11ના વર્ગો શરૂ કરવા માટે DEOને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જેથી ટૂંક સમયમાં આ મામલે સરકારની કોર કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે.

  • શાળા સંચાલકોએ સરકાર સમક્ષ કરી માગ 
  • ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ કરવાી માગ કરી
  • ટૂંક સમયમાં સરકારની કોર કમીટી નિર્ણય લેશે  

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઓછું થયા બાદ ધીરે ધીરે પ્રતિબંધો હટાવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા ધોરણ 12ના વર્ગો તેમજ કોલેજો શરૂ કરવામાં આવી છે. ત્યારે વધુમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શાળાઓને શરૂ કરવા DEOને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જેમા તેમણે ધોરણ 9, 10 અને 11ના વર્ગો શરૂ કરવાની માગ કરી છે.

શાળા સંચાલકોની બંધ બારણે બેઠક 

આવેદનપત્રમાં શાળા સંચાલકોએ એવો ઉલ્લેખ કર્યો છે, કે સરકાર દ્વારા ધીરે ધીરે બધા પ્રતિબંધો હટાવામાં આવી રહ્યા છે. કોરોનાના કેસ ઘટ્યા બાદ સરકારે જિમ, સ્વિમીંગ પુલ ખોલવાની પણ મંજૂરી આપી છે. તો શાળાઓ શા માટે ન ખોલી શકાય. શાળા સંચાલકોએ બંધ બારણે બેઠક પણ કરી હતી. જોકે આ મુદ્દે ધોરણ 10 અને 11ના વર્ગો શરૂ કરવા સરકાર સકારાત્મક જોવા મળી છે. જેથી આગામી સમયમાં સરકારની કોર કમીટી દ્વારા નિર્ણય લેવાઈ શકે છે. 

50 ટકા ક્ષમતા સાથે શાળા ખોલવા તૈયાર 

આ સમગ્ર મામલે સંચાલકો દ્વારા એવી બાંહેધરી આપવામાં આવી છે, કે તેઓ 50 ટકા ક્ષમતા સાથે શાળા ખોલવા તૈયાર છે. સાથેજ તેમણે કહ્યું છે કે તેઓ કોવીડ ગાઈડલાઈનનું પુરુ પાલન કરશે. સાથેજ દરેક બાળકના આરોગ્ય ઉપર પણ તેઓ ધ્યાન આપશે. જોકે શાળા ખોલવામાં આવશે કે નહી તે મામલે હજુ કોઈ ચોક્કસ નિર્ણય નથી લેવાયો. 

અગાઉ 6 થી 8ના વર્ગો શરૂ કરવા માગ કરી હતી 

અગાઉ થોડા દિવસ પહેલા પ્રાથમિક શિક્ષણ સંઘે રાજ્યમાં પ્રાથમિક શાળાઓને શરૂ કરવા માટે માગ કરી હતી. જેમા તેમણે 6 થી 8ના વર્ગો શરૂ કરવાની માગ કરી હતી. જોકે આ મુદ્દે પણ સરકાર દ્વારા હજુ કોઈ નીર્ણય લેવામાં નથી આવ્યો ત્યારે વધુંમા 9, 10 અને 11ના વર્ગો શરૂ કરવાની ફરી માગ કરવામાં આવી છે. 

ત્રીજી લહેરને લઈને ભયનો માહોલ 

ઉલ્લેખનીય છે રાજ્યમાં કોરોના સંક્રમણ ભલે ઘટી ગયું. પરંતુ હવે લોકોમાં ત્રીજી લહેરને લઈને ભયનો માહોલ ફેલાયેલો છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે કોરાનાના ડેલ્ટા વેરિએંટને કારણે ત્રીજી લહેર આવી શકે છે. જેથી પરિસ્થિતિને અનુલક્ષીને સરકાર દ્વારા પ્રતિબંધો હટાવામાં આવી રહ્યા છે. જોકે શાળાઓ ખોલવા મામલે હજુ સરકાર દ્વારા હજુ કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujrat educat school opening ગુજરાત શાળાઓ ખુલશે શિક્ષણ Education
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ