બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:23 PM, 4 October 2025
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય સિલેક્ટર અજિત અગરકરે આજે પ્રેસ કોન્ફરન્સમાં આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ODI ટીમની જાહેરાત કરી હતી. આમાં સૌથી મોટો ફેરફાર એ છે કે રોહિત શર્મા કેપ્ટન તરીકે નથી રહ્યા. તેમની જગ્યાએ શુભમન ગિલને ODIની કેપ્ટનશિપ સોંપાઈ છે, જ્યારે શ્રેયસ અય્યરને વાઈસ કેપ્ટન બનાવાયા છે. આ નિર્ણય ભારતીય ક્રિકેટના નવા યુગની શરૂઆતનો સંકેત આપે છે, જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેને માત્ર બેટ્સમેન તરીકે જ સ્થાન આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT

અજિત અગરકરે વધુમાં જણાવ્યું હતું કે, "રોહિત અને વિરાટ બંને 2027 વર્લ્ડ કપ માટે નોન-કમિટલ છે." એટલે કે, બંનેએ હજુ સુધી 2027માં થનારા આગામી વનડે વિશ્વકપમાં રમશે કે નહીં તે વિશે સ્પષ્ટતા આપી નથી. આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર અટકળોનો બજાર ગરમ થઈ ગયો છે. ફેન્સ માને છે કે રોહિત અને વિરાટ ડિસેમ્બરમાં ભારતમાં જ થનારી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ODI સિરીઝ પછી સંન્યાસની જાહેરાત કરી શકે છે. આ સિરીઝના ત્રણ મેચ 30 નવેમ્બર, 3 ડિસેમ્બર અને 6 ડિસેમ્બરે રમાશે. ઘણા ફેન્સનું કહેવું છે કે 6 ડિસેમ્બરની ત્રીજી ODI બંને મહાન ખેલાડીઓનો ટીમ ઈન્ડિયા માટે છેલ્લી હોમ મેચ બની શકે છે.
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયા સિરીઝ માટેની વન-ડે ટીમ જાહેર, શુભમન ગિલ કેપ્ટન#AustraliaSeries #TeamIndia #OneDayCricket #ShubmanGill #SportsNews #Cricket #VTVDigital pic.twitter.com/NOioCnfn7v
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 4, 2025
આ ઘટના એવી અટકળોને જન્મ આપે છે કે ભારતીય ક્રિકેટના આ બે દિગ્ગજો કોઈ મોટા નિર્ણયની તૈયારી કરી રહ્યા છે. ભારતને તાત્કાલિક વધુ ODI સિરીઝ રમવાની નથી, તેથી તેમના ભવિષ્ય પર અનિશ્ચિતતાના વાદળો મંડરાય રહ્યા છે. 2023 વર્લ્ડ કપ પછીથી રોહિત અને વિરાટ લિમિટેડ ઓવર્સમાં પસંદગી અંગે ચર્ચામાં રહ્યા છે. હવે જ્યારે નવી કેપ્ટનશિપ ગિલને મળી ગઈ છે અને અગરકરે ભવિષ્ય પર સંદેહ વ્યક્ત કર્યો છે, ત્યારે આ વાત વધુ મજબૂત થઈ ગઈ છે કે ડિસેમ્બરની સિરીઝ તેમના માટે 'ફેરવેલ' બની શકે છે. કેટલા મહિના પહેલાં એ પણ સામે આવ્યું હતું કે ગિલને ટેસ્ટ કેપ્ટનશિપ આપતા પહેલાં સિલિકટર્સએ રોહિત અને વિરાટ સાથે તેમના ODI ભવિષ્ય વિશે વાતચીત કરી હતી. ત્યારથી જ અટકળોનો બજાર ગરમ છે.
ADVERTISEMENT

રોહિત શર્મા અને વિરાટ કોહલી છેલ્લા એક દાયકાથી ભારતીય ક્રિકેટનું આધાર હતા. રોહિતે કેપ્ટન તરીકે ઘણી સિરીઝ જીતી, જ્યારે વિરાટે કેપ્ટન અને બેટ્સમેન બંને તરીકે ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું. જો ડિસેમ્બરમાં બંને એકસાથે સંન્યાસ લે છે, તો તે માત્ર ભાવનાત્મક ક્ષણ નહીં, પરંતુ એક યુગનો અંત પણ માનવામાં આવશે. ફેન્સ પહેલેથી જ સોશિયલ મીડિયા પર 'થેન્ક યુ રોહિત-વિરાટ' ટ્રેન્ડ કરી રહ્યા છે અને આશા વ્યક્ત કરી રહ્યા છે કે તેઓ હજુ સંન્યાસ ના લે અને2027 ઓડી વિશ્વકપ રમે અને જીતે. જોકે, 'દરેક સારી વસ્તુનો અંત તો થાય જ છે' એવું કહેવાય છે.
ADVERTISEMENT

2027 વિશ્વકપ વખતે હિટમેન રોહિત 40 વર્ષના અને વિરાટ 38 વર્ષના થશે. તેઓ હાલ માત્ર ODI ફોર્મેટમાં જ સક્રિય છે અને દક્ષિણ આફ્રિકા સિરીઝ દૂર છે, તેથી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી તેમને ટીમમાં રાખવામાં આવશે કે નહીં તે જોવા જેવું છે. અગરકરે રો-કો પર વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ ટીમનું માર્ગદર્શન આગળ પણ કરશે. તેમણે કહ્યું, "તેઓ વર્ષોથી કામ કરતા આવ્યા છે. તેઓ હજુ પણ ડ્રેસિંગ રૂમમાં લીડર છે. આ ફોર્મેટમાં તેમણે અદ્ભુત સફળતા મેળવી છે. આ ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદ કરાઈ છે, તેથી હજુ વધુ આગળ વિચારવાની જરૂર નથી."
ADVERTISEMENT
વધુમાં વાંચો: VIDEO: થોડી તો શરમ કરો! દશેરા ઉત્સવમાં બાર ડાન્સરોનો અશ્લીલ ડાન્સ, વીડિયો વાયરલ
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ ઓડી મેચ 19, 22 અને 25 ઓક્ટોબરે રમાશે. ટીમમાં શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઈસકેપ્ટન), આક્ષર પટેલ, કે.એલ. રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંઘ, પ્રસિદ્ધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર) અને યશસ્વી જૈસ્વાલનો સમાવેશ થયો છે. આ પસંદગીમાં અનુભવ અને યુવાનોનું સંતુલન જળવાઈ રહ્યું છે, પરંતુ રોહિત-વિરાટના ભવિષ્ય પરની અટકળો ક્રિકેટ પ્રેમીઓને વિચારવા મજબૂર કર્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.