ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Viral / Cricket / વિરાટ કોહલીને બેવફા જણાવતી પોસ્ટ પર અનુષ્કા શર્માની લાઈક, પત્ની-પત્નીનું જપનામ કરતાં ક્રિકેટર 'આઉટ'

Viral / વિરાટ કોહલીને બેવફા જણાવતી પોસ્ટ પર અનુષ્કા શર્માની લાઈક, પત્ની-પત્નીનું જપનામ કરતાં ક્રિકેટર 'આઉટ'

Published By: Nidhi Panchal

Last Updated: 08:58 AM, 5 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટના સમ્રાટ વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા ફરી એકવાર ચર્ચામાં છે — પણ આ વખતે કારણ છે એક રમૂજી ઇન્સ્ટાગ્રામ રીલ! ચાહકની આ મજેદાર પ્રતિક્રિયા જોઈને સૌ હસી પડ્યા, અને અનુષ્કાએ પોતે રીલને લાઈક કરીને ચાહકોમાં વધુ ઉત્સાહ ફેલાવ્યો!

ADVERTISEMENT

ક્રિકેટના રાજા વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા હંમેશા ચર્ચામાં રહે છે. પણ આ વખતે ચર્ચાનું કારણ કોઈ મેચ નથી, પરંતુ એક મજેદાર રીલ છે. એક ચાહકે એવી રીલ બનાવી છે કે લોકો હસતા હસતા લોટપોટ થઈ ગયા છે — અને સૌથી મોટું આશ્ચર્ય તો એ છે કે આ રીલ અનુષ્કા શર્માને પણ બહુ ગમી!

Virat-anushka

વિરાટ કોહલી વારંવાર પોતાના ઇન્ટરવ્યૂઝમાં કહે છે કે તેની જિંદગીમાં અનુષ્કાએ ઘણો મોટો ફેરફાર લાવ્યો છે. તેણે કહ્યું હતું કે પોતાના ખરાબ સમયમાં અનુષ્કા જ તેનો સાચો સહારો રહી હતી. આ જ નિવેદન પર પૃથ્વી ઝવેરી નામના એક ફેનએ રમૂજી રીલ બનાવી છે, જે હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

anushka-sharma-2

રીલમાં શું છે ?

પૃથ્વીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી આ રીલમાં બતાવ્યું છે કે વિરાટના શબ્દો સાંભળીને તે કેટલો દુઃખી થઈ ગયો છે. રીલમાં તે બારીમાંથી કૂદવાનો પ્રયાસ કરે છે, રડતો જોવા મળે છે અને પાછળથી “બેવફાઈ” ગીત વાગે છે. કેપ્શનમાં તેણે લખ્યું છે — “જ્યારે વિરાટ કોહલીએ કહ્યું કે તેના ખરાબ સમય દરમિયાન ફક્ત અનુષ્કા શર્માએ જ તેને ટેકો આપ્યો હતો.”

7 દિવસમાં 28 મિલિયનથી વધુ લાઇક

આ રીલને ફક્ત 7 દિવસમાં 28 મિલિયનથી વધુ લોકોએ જોયી છે અને લાઈક પણ કરી છે. આશ્ચર્યજનક રીતે, આ રીલને અનુષ્કા શર્માએ પોતે પણ લાઈક કરી છે! ઘણા લોકોએ કોમેન્ટ્સમાં મજેદાર પ્રતિક્રિયા આપી છે. કોઈએ લખ્યું — “દગો!”, તો કોઈએ કહ્યું — “મિત્ર અકયના પિતા!” કોઈએ મજાકમાં લખ્યું — “વિરાટ, એક વાર DM ખોલો, મેં તમને મારી ગર્લફ્રેન્ડ કરતાં વધુ મેસેજ મોકલ્યા છે.”

2017માં લગ્ન કર્યાં હતાં

પૃથ્વીની આ રીલનું ઇન્સ્પિરેશન વિરાટના એક ઇન્ટરવ્યૂમાંથી આવ્યું છે જેમાં તેણે કહ્યું હતું કે તેના મુશ્કેલ સમયમાં ફક્ત અનુષ્કા જ તેની સાથે રહી હતી. ચાહકે મજાકમાં બતાવ્યું કે તે પણ વિરાટનો સાચો સમર્થક રહ્યો છે, પરંતુ તેને કોઈ ક્રેડિટ નથી મળ્યો! વિરાટ અને અનુષ્કાની લવ સ્ટોરી પણ ચાહકોને ખૂબ ગમે છે. બંનેએ 11 ડિસેમ્બર 2017ના રોજ ઇટાલીમાં લગ્ન કર્યા હતા, જેમાં પરિવાર અને નજીકના મિત્રો હાજર હતા. લગ્ન પછીના છ મહિના દરમિયાન બંને ફક્ત 21 દિવસ સાથે રહ્યા હતા — આ વાત અનુષ્કાએ 2020માં એક ઇન્ટરવ્યૂમાં કહી હતી.

આ પણ વાંચો : Virat Kohli: કિંગ કોહલી બસ નામ જ કાફી છે! 37માં જન્મદિવસ પર જાણો 37 'વિરાટ' રેકોર્ડ

2021માં બંનેને દીકરી થઈ હતી અને 2024માં દીકરાનું સ્વાગત કર્યું. વિરાટે દીકરાનો પહેલો ફોટો પોતાના જન્મદિવસે શેર કર્યો હતો. આ રીલથી સ્પષ્ટ થાય છે કે વિરાટ-અનુષ્કા જોડીના ફેન્સ ફક્ત ક્રિકેટ કે ફિલ્મ માટે નહીં, પરંતુ તેમની લવસ્ટોરી માટે પણ પાગલ છે — અને જ્યારે ચાહકની મજાકને ભાભીજી લાઈક કરે, ત્યારે તો ઈન્ટરનેટ ગરમ થવાનું જ!

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Prithvi Jhaveri Prithvi Jhaveri,= Virat Kohli Anushka Sharma

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ