બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli: કિંગ કોહલી બસ નામ જ કાફી છે! 37માં જન્મદિવસ પર જાણો 37 'વિરાટ' રેકોર્ડ
Last Updated: 08:05 AM, 5 November 2025
5 નવેમ્બર, 1988ના રોજ દિલ્હીમાં જન્મેલા વિરાટ કોહલી આજે વિશ્વ ક્રિકેટના સૌથી મોટા દિગ્ગજોમાં ગણાય છે. તેમની બેટિંગ કળા ત્રણેય ફોર્મેટમાં છવાયેલી છે. હાલ તેમણે T20I અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે, પરંતુ ODIમાં તેઓ હજી પણ ભારત માટે મજબૂત આધાર છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે સિડની ODIમાં 74 રનની ઈનિંગ્સ રમીને તેમણે સાબિત કર્યું કે ઉંમર માત્ર એક આંકડો છે.
ADVERTISEMENT

વિરાટ કોહલીની કારકિર્દી અદભુત છે — તેમણે ભારત માટે 123 ટેસ્ટ, 305 વનડે અને 125 T20 મેચ રમી છે. ટેસ્ટમાં તેમણે 9,230 રન 46.85ની સરેરાશથી બનાવ્યા છે જેમાં ૩૦ સદીનો સમાવેશ થાય છે. વનડેમાં તેમણે 14,255 રન અને રેકોર્ડ 51 સદી બનાવી છે, જ્યારે T20માં તેમણે 4,000થી વધુ રન કર્યા છે.
ADVERTISEMENT
ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય તરીકે સૌથી વધુ 7 બેવડી સદીઓ અને ટેસ્ટ કેપ્ટન તરીકે પણ 7 બેવડી સદીઓનો વિશ્વ રેકોર્ડ તેમના નામે છે. તેમણે ભારત માટે સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન તરીકે 68 મેચોમાં 40 જીત મેળવી છે અને ઘરઆંગણે ટેસ્ટમાં 77.41% જીત ટકાવારી ધરાવે છે. આંતરરાષ્ટ્રીય રનમાં તેઓ ત્રીજા ક્રમે છે, 553 મેચોમાં 27,673 રન સાથે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વિરાટ 2010 થી 2019 દરમિયાન 20,000+ આંતરરાષ્ટ્રીય રન કરનાર એકમાત્ર ખેલાડી છે. વનડેમાં પીછો કરતી વખતે તેમની પાસે 28 સદીઓ અને 65.5 ની અદભૂત સરેરાશ છે. તેઓ વનડેમાં સૌથી ઝડપી 14,000 રન બનાવનાર ખેલાડી છે અને 2023ના વર્લ્ડ કપમાં સૌથી વધુ 765 રન કરીને નવી ઊંચાઈ હાંસલ કરી હતી.
ADVERTISEMENT
T20Iમાં વિરાટ કોહલી 4000 રન કરનાર પ્રથમ ખેલાડી છે અને ભારત માટે કુલ 13,543 રન સાથે ટોચ પર છે. ICC T20 વર્લ્ડ કપમાં તેમણે સૌથી વધુ 1,292 રન કર્યા છે અને 7 વખત “મેન ઓફ ધ સિરીઝ” એવોર્ડ જીત્યો છે. ત્રણેય ફોર્મેટમાં નંબર 1 રેન્કિંગ મેળવવાનો માન પણ એકમાત્ર ભારતીય તરીકે તેમને મળ્યો છે.

ADVERTISEMENT
2008માં અંડર-19 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે ભારતને વિજય અપાવનાર વિરાટે અત્યાર સુધી 5 ICC ટ્રોફી જીતી છે. 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ તેમણે 747 રન બનાવી અદભૂત દેખાવ કર્યો હતો. તેમણે ઓસ્ટ્રેલિયા સામે 52 બોલમાં સૌથી ઝડપી ભારતીય ODI સદી બનાવી હતી અને ODIમાં કુલ 51 સદીઓ સાથે વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કુલ 82 આંતરરાષ્ટ્રીય સદીઓ (ટેસ્ટ 30, વનડે 51, ટી20 1) સાથે તેઓ સર્વશ્રેષ્ઠોમાંના એક છે.

IPLમાં વિરાટ સૌથી આગળ છે — 8,000+ રન કરનાર એકમાત્ર ખેલાડી. IPLમાં સૌથી વધુ 50+ સ્કોર (71), સૌથી વધુ ચોગ્ગા (771) અને 1,000+ બાઉન્ડરી તેમના નામે છે. એક સિઝનમાં સૌથી વધુ 973 રન કરવાનો રેકોર્ડ પણ તેમનો છે. સતત ત્રણ સિઝનમાં (2023-2025) 600+ રન કરનાર વિરાટ IPLમાં એક જ ટીમ (RCB) માટે 18 સીઝન રમનાર એકમાત્ર ખેલાડી છે અને કુલ 267 મેચ રમી છે.
આ પણ વાંચો : VIDEO: PM મોદી સાથે મુલાકાત કરવા દિલ્હી પહોંચી મહિલા ટીમ ઈન્ડિયા, થયું ભવ્ય સ્વાગત
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 26,000+ રન અને 300+ કેચ ધરાવતા વિરાટે 69 “મેન ઓફ ધ મેચ” અને 21 “મેન ઓફ ધ સિરીઝ” એવોર્ડ જીત્યા છે. તેઓ ત્રણ વખત ICC ક્રિકેટર ઓફ ધ યર (2017, 2018, 2023) બન્યા છે અને 2010-2020 દરમ્યાન “દશકનો શ્રેષ્ઠ પુરુષ ખેલાડી” તરીકે માન્યતા પામી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.