બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ટોક્યો ઓલમ્પિકને 50 દિવસની વાર છે ત્યારે પીએમ મોદીએ તૈયારીઓની સમીક્ષા કરવાની સાથે અધિકારીઓને આદેશ આપ્યા છે કે ટોક્યો ઓલમ્પિક માટે જનારા દરેક એથલીટને પહેલા વેક્સિન આપવામાં આવે.
પીએમ મોદીએ શરૂ કરી તૈયારીઓ
પીએમ મોદીએ મહામારીની વચ્ચે એથલીટને માટે ખાસ તૈયારીઓ શરૂ કરી છે. આંતરરાષ્ટ્રિય ઈવેન્ટમાં ભાગ લેવા, એથલીટના વેક્સિનેશન અને તેને મળતી સહાયતાની દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ અધિકારીઓને આદેશ આપ્યા છે કે ટોક્યો ઓલમ્પિક માટે યાત્રા કરનારા દરેક યોગ્ય કે સંભાવિત એથલીટ, સહયોગી સ્ટાફ અને અધિકારીઓને પહેલા વેક્સિન આપવામાં આવે.
ADVERTISEMENT

જુલાઈમાં પીએમ મોદી વીડિયો કોન્ફરસન્સથી કરશે ઓલમ્પિક દળને સંબોધન
મળતી માહિતી અનુસાર પીએમ મોદી જુલાઈ મહિનામાં એક વીડિયો કોન્ફરન્સથી ભારતીય ઓલમ્પિક દળની સાથે જોડાશે અને તેમને પ્રોત્સાહિત કરીને દરેક ભારતીયોની તરફથી તેમને શુભકામના આપશે. તેઓએ કહ્યું કે 135 કરોડ ભારતીયોની શુભકામના યુવાઓની સાથે છે, જેઓ ઓલમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે. પીએમએ કહ્યું કે વૈશ્વિક મંચ પર ચમકતા દરેક યુવા ખેલાડી હજારો યુવાઓને ખેલને માટે પ્રેરિત કરશે.
ADVERTISEMENT

શું કહ્યું અધિકારીઓએ
અધિકારીઓનું કહેવું છે કે ઓલમ્પિકમાં ભાગ લેનારા એથલીટને પ્રેરિત કરવા અને તેમનું મનોબળ વધારવા માટે વિશેષ ધ્યાન અપાયું છે. આ માટે પ્રતિયોગિતા સમયે માતા પિતા અને પરિવારની સાથે ભારતમાં નિયમિત વીડિયો કોન્ફરન્સિંગનું આયોજન કરાશે.
ADVERTISEMENT
કેટલા એથલીટ જશે ટોક્યો
પીએમ મોદીએ કહ્યું છે કે કુલ 100 એથલીટને 11 રમતમાં ટોક્યો ઓલમ્પિક માટે ક્વોલિફાઈ કરાયા છે અને 25 અન્ય એથલીટને ટોક્યો ઓલમ્પિક માટે ક્વોલિફાઈ કરાય તેવી શક્યતા છે. તેમના નામ જૂન અંત સુધીમાં સામે આવી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.