બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Video: ઓવલ ટેસ્ટમાં ભારત મેચ જીતતા જ ગૌતમ ગંભીર આઉટ ઑફ કંટ્રોલ, કર્યું જબરદસ્ત સેલિબ્રેશન
Last Updated: 10:54 AM, 5 August 2025
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરીઝ પૂરી થઈ ગઈ છે, જેમાં બંને ટીમે 2-2થી બરાબરી કરી અને એક મેચ ડ્રો રહી હતી. છેલ્લી ટેસ્ટ મેચ લંડનના ઓવલ સ્ટેડિયમમાં રમાઈ, જેમાં છેલ્લા દિવસે જે થયું એની અપેક્ષા નહોતી. ભારતીય ટીમને જીતવા માટે ઇંગ્લેન્ડની ચાર વિકેટ લેવાની હતી. બીજી તરફ ઇંગ્લેન્ડને માત્ર 35 રન કરવાના હતા. પહેલા બે બોલ પર બે ચોગ્ગા પછી ઇંગ્લેન્ડને માત્ર 27 રનની જરૂર હતી. પરંતુ ભારતે ઇંગ્લેન્ડને રોમાંચક મુકાબલામાં 6 રનથી હરાવી દીધું. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ જીતના હીરો રહ્યા.
ADVERTISEMENT
𝙈𝙤𝙝𝙖𝙢𝙢𝙚𝙙 𝙎𝙞𝙧𝙖𝙟 - 𝙔𝙤𝙪 𝙖𝙧𝙚 𝙖 𝙝𝙚𝙧𝙤! 🫡#TeamIndia | #ENGvIND | @mdsirajofficial
— BCCI (@BCCI) August 5, 2025
WATCH 🎥🔽
હવે બીસીસીઆઈએ મેચની છેલ્લી ક્ષણોનો ડ્રેસિંગ રૂમનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે પહેલા માહોલ કેટલો તણાવભર્યો હતો. સપોર્ટ સ્ટાફના લગભગ બધા જ સભ્યો ઉભા રહીને મેચ જોઈ રહ્યા હતા. જયારે મોહમ્મદ સિરાજે ગસ એટકિન્સ્નને બોલ્ડ કર્યો તો દરેક લોકો ખુશ થઈ ગયા. હંમેશા શાંત રહેનાર ગૌતમ ગંભીરને કંટ્રોલ કરવા મુશ્કેલ થઈ ગયા. તેઓ બોલિંગ કોચ મોર્ને મોર્કેલને ગળે વળગીને લટકી ગયા. ગૌતમ ગંભીર ખૂબ જ ખુશ જોવા મળ્યા.
ADVERTISEMENT
𝗕𝗲𝗹𝗶𝗲𝗳. 𝗔𝗻𝘁𝗶𝗰𝗶𝗽𝗮𝘁𝗶𝗼𝗻. 𝗝𝘂𝗯𝗶𝗹𝗮𝘁𝗶𝗼𝗻!
— BCCI (@BCCI) August 4, 2025
Raw Emotions straight after #TeamIndia's special win at the Kennington Oval 🔝#ENGvIND pic.twitter.com/vhrfv8ditL
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ગૌતમ ગંભીર સ્ટાફના દરેક સભ્યોને ગળે વળગીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. પછી મેદાન પર પણ તેઓ દરેક ખેલાડીને ગળે લગાવતા જોવા મળ્યા. દરમિયાન જયારે તેઓએ રવીન્દ્ર જાડેજાને ગળે લગાવ્યા, ત્યારે જાડેજાએ તેમને ઊંચા કરી લીધા હતા. ભારતીય ટીમની ખુશી જોવા જેવી હતી.
ADVERTISEMENT

ટેસ્ટમાં ગૌતમ ગંભીરનો રેકોર્ડ ખરાબ
ADVERTISEMENT
ભારતીય ટીમના હેડ કોચ તરીકે ટેસ્ટમાં ગૌતમ ગંભીરનો રેકોર્ડ ખૂબ જ નિરાશાજનક રહ્યો છે. ટીમ ન્યુઝીલેન્ડ સામે ઘરેલું ટેસ્ટ સીરીઝ હારી ગઈ. 2012 પછી પહેલીવાર ભારત ગયા વર્ષે ઘરેલું ટેસ્ટ હાર્યું. ન્યુઝીલેન્ડે ભારતીય ટીમને કોઈ તક ન આપી. આ પછી ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પણ ટીમ ઇન્ડિયાને 3-1થી હાર મળી. આ કારણે ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહેલીવાર જગ્યા ન મળી.
આ પણ વાંચો: IND vs ENG: આ છે સિરીઝમાં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેન, ટોપ 5માં 3 ભારતીયો
ADVERTISEMENT
ગૌતમ ગંભીરને ટેસ્ટ ટીમના હેડ કોચના પદ પરથી હટાવવાની વાત પણ થવા લાગી હતી. જો ભારતીય ટીમ આ મેચ હારી જતે તો ગંભીરની મુશ્કેલીઓ વધવાનું નિશ્ચિત હતું. સીરીઝની પહેલી મેચમાં ભારતીય ટીમ 350થી વધુનો ટાર્ગેટ ડિફેન્ડ કરી શકી ન હતી. પછી ત્રીજી મેચમાં 192 રન ચેઝ કરવામાં અસફળ રહી. જો કે 300 રન પર 3 વિકેટ પછી પણ ઇંગ્લેન્ડને છેલ્લી ટેસ્ટમાં 374 રન કરવાથી રોકી દીધું.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.