ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG: આ છે સિરીઝમાં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેન, ટોપ 5માં 3 ભારતીયો

ક્રિકેટ / IND vs ENG: આ છે સિરીઝમાં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેન, ટોપ 5માં 3 ભારતીયો

Published By: Priyankka Triveddi

Last Updated: 08:19 AM, 5 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી 5 મેચની ટેસ્ટ સિરીઝ પૂરી થઈ ગઈ છે. એંડર્સન-તેંડુલકર સિરીઝ 2-2 થી ડ્રો થઈ હતી. આ સિરીઝમાં સૌથી રન બનાવનાર ટોપ 5 બેટરના લિસ્ટમાં 3 ભારતીય પ્લેયરોનો પણ સમાવેશ થાય છે.

ADVERTISEMENT

IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર સિરીઝ રમાઈ હતી જે પૈકી 5 મેચ રમવામાં આવી હતી અને આ સિરીઝ 2-2 થી ડ્રો થઈ ગઈ છે. આ સિરીઝ પૂરી થતાં જ આ ટેસ્ટમાં સૌથી રન બનાવનાર બેટ્સમેનના લિસ્ટમાં ટોપ 5 માં 2 ઇંડિયન બેટરનો સમાવેશ થાય છે. આ ટેસ્ટમાં ઇંડિયન ટીમના કેપ્ટન શુભમન ગિલને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો તો બીજી તરફ ઈંગ્લેન્ડના હેરી બ્રુકનો પણ આ ટોપના લિસ્ટમાં સમાવેશ થાય છે. ચાલો જાણીએ કે આ એન્ડરસન- તેંડુલકર ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવીને ટોપ 5 બેટરના લિસ્ટમાં કોનો સમાવેશ થાય છે.

1.શુભમન ગિલ

Shubhman-Gill

કુલ રમાયેલી 5 ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર રહ્યો ઇંડિયન ટીમનો કેપ્ટન શુભમન ગિલ. નંબર 4 પર બેટિંગ કરવા આવનાર ગિલે રમલે 5 મેચની 10 inningsમાં તેણે 75.40 ના રન રેટ સાથે 754 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 4 સદી ફટકારી જેમાં એક ડબલ સદીનો પણ સમાવેશ થાય છે.

2.જો રૂટ

ઈંગ્લેન્ડના સ્ટાર બેટર જો રૂટ આ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર સેકન્ડ બેટર બન્યો. તેણે 5 મેચની 9 innings માં 67.12 ના રન રેટ સાથે 537 રન બનાવ્યા. આ દરમિયાન રૂટે 3 સદી ફટકારી. તે ઈંગ્લેન્ડ તરફથી આ સિરીઝમાં સૌથી વધુ રન કરનાર બેટર રહ્યો.

3.કેએલ રાહુલ

kl-rahul

ઇંડિયન ઓપનિંગ બેટર કેએલ રાહુલનું નામ આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. રાહુલે 5 મેચની 10 inningsમાં 53.20 ના રનરેટ થી 532 રન બનાવ્યા અને આ દરમિયાન તેણે 2 સદી ફટકારી. રાહુલ માટે આ સિરીઝ ઘણી શાનદાર રહી કારણ કે તેણે હાલમાં લગભગ દરેક મેચમાં ભારતને મજબૂત ઓપનિંગ આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

4.રવિન્દ્ર જાડેજા

jadeja-new-logo

ઇંડિયન ઓલ rounder રવિન્દ્ર જાડેજાનું નામ આ લિસ્ટમાં ચોથા નંબરે છે. તેમને પણ ખૂબ સારી ગેમ રમી. તેમણે 86 રનરેટ સાથે 516 રન બનાવ્યા . આ સિરીઝમાં સૌથી વધુ 50 રન ફટકારનાર બેટર જાડેજા છે. 5 મેચની 10 inningsમાં તેણે 5 ફિફ્ટી અને 1 શતક ફટકારી.

વધુ વાંચો: બિગ બોસ ફેમ હસીના છે ખુબ જ સુંદર, WCL ના માલિકે મેદાન પર જ પકડી અને કરી દીધું પ્રપોઝ

Vtv App Promotion 1

5.હેરી બ્રુક

ઈંગ્લેન્ડ ના સ્ટાર બેટર હેરી બ્રુક પણ આ સિરીઝમાં 5 માં નંબરના હાઈએસ્ટ સ્કોરર રહ્યા. તેમણે આ સિરીઝમાં 5 મેચની કુલ 9 innings માં 53.44 ના રન રેટ સાથે 481 રન બનાવ્યા. આ દરમિયન તેમણે 2 સદી પણ ફટકારી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Top 5 batsmen 3 Indian batsmen high Scorer IND vs ENG

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ